Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હાજીપુર પાસે પાંચમો અંબાજી પદયાત્રી સેવાકેમ્પ સફળતાપૂર્વક સંપન્ન:મહામંડલેશ્વર કનકેશ્વરી દેવીજીની પ્રેરણાથી શ્રી સદગુરુ પરિવાર લુણીચાણા અને પાટણ દ્વારા આયોજિત

    9 hours ago

    પાટણ: ભાદરવી પૂનમના પાવન અવસરે અંબાજી જતા અસંખ્ય માઈ ભક્તોની સેવા માટે એક સેવાકેમ્પનું આયોજન કરાયું હતું. વિશ્વ કથાકાર મહામંડલેશ્વર શ્રી કનકેશ્વરી દેવીજીની પ્રેરણા અને આશીર્વાદથી 'શ્રી સદગુરુ પરિવાર લુણીચાણા અને પાટણ' દ્વારા આ કેમ્પ યોજાયો હતો. સતત ચાર વર્ષની સફળતા બાદ આ પાંચમો સેવાકેમ્પ પણ સફળતાપૂર્વક પૂરો થયો.આ સેવાકેમ્પ ડી.આઈ. પટેલ કોલેજ, રૂની-હાજીપુર ગામ વચ્ચે ૧૯/૦૯/૨૬ થી ૨૨/૦૯/૨૬ (ચાર દિવસ) દરમિયાન યોજાયો હતો. પદયાત્રીઓને રસ્તામાં કોઈ તકલીફ ન પડે તે માટે કેમ્પમાં ઘણી સુવિધાઓ આપવામાં આવી હતી. તેમાં પૌષ્ટિક ચણામસાલા, જામફળ, જ્યુસ, બિસ્કિટ, ચા, ચોકલેટ અને ઠંડુ પાણી સામેલ હતા. આ ઉપરાંત, પદયાત્રીઓ માટે આરામ કરવાની વ્યવસ્થા અને નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા ચોવીસ કલાક આરોગ્ય સેવા પણ પૂરી પાડવામાં આવી હતી. આ સેવાકેમ્પનું ઉદ્ઘાટન પાટણ જિલ્લા પોલીસ વડા શ્રી વી. કે. નાયીના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમણે રીબીન કાપી અને માઁ અંબાની આરતી ઉતારીને કેમ્પ ખુલ્લો મૂક્યો હતો. પદયાત્રી સેવાકેમ્પના કાર્યકરોનો ઉત્સાહ વધારવા માટે ઘણા સંતો અને મહાનુભાવોએ હાજરી આપી હતી. તેમાં શ્રી પરમ પૂજ્ય શિવાનંદ બાપુ (રાષ્ટ્રીય મહામંત્રી નાગા ફોજ અને શ્રી નાગણેશ્વરી માતાજી આશ્રમ, લોલાડા), શ્રીરામ પ્યારીમાતાજી અને શ્રી રામકૃષ્ણ ગૌશાળા (રામનગર)ના સંતોનો સમાવેશ થાય છે. તેમણે રૂબરૂ આવીને આશીર્વાદ આપ્યા હતા. આ કેમ્પ દરમિયાન રાજકીય અને સામાજિક ક્ષેત્રના ઘણા અગ્રણીઓએ હાજરી આપી હતી. તેમણે આ સેવાકાર્યને બિરદાવ્યું હતું. હાજર રહેલા મહાનુભાવોમાં કે. સી. પટેલ (હુડકો ચેરમેન, પૂર્વ મહામંત્રી ભાજપ), ડૉ. કિરીટ પટેલ (ધારાસભ્ય, પાટણ), લલિત કથગરા (ધારાસભ્ય, ટંકારા-મોરબી), રણછોડભાઈ દેસાઈ (પૂર્વ મંત્રી), ચંદનજી ઠાકોર (પૂર્વ ધારાસભ્ય, સિદ્ધપુર), મોહનભાઈ પટેલ (પૂર્વ પ્રમુખ, જિલ્લા પંચાયત પાટણ), ગેમરભાઈ દેસાઈ (પ્રમુખ, પાટણ જિલ્લા કોંગ્રેસ), મનોજભાઈ કે. પટેલ (પૂર્વ કોર્પોરેટર), મંગાજી ઠાકોર (ડેર), નિલેશ રાજગોર (પર્યાવરણ પ્રેમી) અને શિક્ષણ શાસ્ત્રી ડૉ. જય ધ્રુવનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, જિલ્લા પંચાયત સદસ્ય ભરતભાઈ પટેલ (બાલીસણા), માધાજી ઠાકોર (સાંતલપુર), ભીખાભાઇ ચોધરી (કોલીવાડા), સિદ્ધપુરના ટી.ડી.ઓ. દેવાભાઈ ત્રિવેદી, સિદ્ધપુર અને હાજીપુરના સરપંચો, તાલુકા અને નગરપાલિકાના સદસ્યો (ડૉ. મનોજ ઠાકોર, માનસીબેન ત્રિવેદી, નવીનભાઈ પ્રજાપતિ, રોહિતભાઈ પટેલ) તથા ડી.આઈ. પટેલ કોલેજના માલિક દશરથભાઇ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    અશાંત ધારા અને પ્રોપર્ટી કાર્ડની સમસ્યાને લઈ સ્થાનિકોએ પાઠવ્યું આવેદનપત્ર.:જૂનાગઢના જોશીપુરા અને ખામધ્રોલ વિસ્તારના બિલ્ડરો તેમજ મજૂર વર્ગે કલેક્ટરને પ્રોપર્ટી કાર્ડ અને અશાંત ધારાના પ્રશ્નોના નિરાકરણની માંગ કરી.
    Next Article
    નવસારીના 90 વર્ષીય હીરાબા PM મોદીને મળવા દિલ્હી જવા નીકળ્યા:ટ્રેનમાં ભૂલથી ગુડગાંવ પહોંચી ગયા, વહીવટી તંત્રની મદદથી સુરક્ષિત પરત ફર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment