Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીના 90 વર્ષીય હીરાબા PM મોદીને મળવા દિલ્હી જવા નીકળ્યા:ટ્રેનમાં ભૂલથી ગુડગાંવ પહોંચી ગયા, વહીવટી તંત્રની મદદથી સુરક્ષિત પરત ફર્યા

    8 hours ago

    રાજ્ય અને દેશના રાજકારણમાં મોટા નેતાઓ પ્રત્યે સામાન્ય લોકોનો પ્રેમ અદ્ભુત હોય છે. નવસારીના વિજલપોરમાં રહેતા આશરે 90 વર્ષીય હીરાબાનો ઉત્સાહ અને નેતાઓ પ્રત્યેનો સ્નેહ હાલ આસપાસના વિસ્તારમાં ચર્ચામાં છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રૂબરૂ મળવાની ઈચ્છામાં તેઓ નવસારીથી ટ્રેનમાં બેસીને દિલ્હી જવા નીકળ્યા હતા. જોકે, રસ્તામાં તેઓ ભૂલા પડી ગયા અને દિલ્હીને બદલે ગુડગાંવ રેલવે સ્ટેશને ઉતરી ગયા. વહીવટી તંત્ર અને ભાજપના આગેવાનોની સમયસર મદદથી તેઓ સુરક્ષિત પોતાના વતન પરત ફર્યા હતા. વિજલપોરના સંભાજીનગરમાં હીરાબા એકલા રહે છે, તેમના પરિવારમાં હાલ કોઈ નથી. તેમના દિલમાં દેશ અને રાજ્યના નેતાઓ માટે ઘણો પ્રેમ છે. નવસારીમાં જ્યારે પણ કોઈ મોટા નેતા કે મંત્રીઓનો કાર્યક્રમ હોય છે, ત્યારે આ વૃદ્ધા ઉત્સાહભેર ત્યાં પહોંચી જાય છે. થોડા દિવસો પહેલા જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવસારી આવ્યા હતા. ત્યારે હીરાબા તેમને મળવા દોડી ગયા હતા. તેમણે વહાલથી કહ્યું હતું કે, "આ મંત્રી તો મારા દીકરા જેવા છે." નેતાઓ પ્રત્યેનો આ જ લગાવ તેમને સીધા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે દિલ્હી ખેંચી ગયો હતો. નવસારીથી ઉત્સાહમાં મોદીને મળવા માટે ટ્રેન પકડીને દિલ્હી જવા રવાના થયેલા હીરાબા ક્યાં ઉતરવું તે અંગે ગૂંચવાયા હતા. તેઓ દિલ્હી ઉતરવાના બદલે ભૂલથી હરિયાણાના ગુડગાંવ રેલવે સ્ટેશને ઉતરી ગયા હતા. અજાણ્યા શહેરમાં પહોંચી ગયા બાદ, પોતાની આસપાસ કોઈ સ્વજન ન હોવાથી અને ઉંમરના આ પડાવે તેઓ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. સારા નસીબે તેમની પાસે નવસારી જિલ્લા કલેક્ટર કચેરીના PAનો સંપર્ક નંબર હતો. તંત્ર અને ભાજપ સંગઠનની દોડધામથી સુરક્ષિત વાપસી મુશ્કેલીમાં મુકાયેલા હીરાબાએ તાત્કાલિક કલેક્ટર કચેરીના નંબરે ફોન કરીને પોતાની સ્થિતિ જણાવી હતી. મામલો કલેક્ટર કચેરી સુધી પહોંચતા જ તંત્ર હરકતમાં આવ્યું હતું. જિલ્લા વહીવટી અધિકારીઓએ ત્વરિત સંબંધિત પોલીસ તંત્રનો સંપર્ક સાધી ગુડગાંવમાં એકલા પડી ગયેલા વૃદ્ધ મહિલાની શોધખોળ અને સુરક્ષા સુનિશ્ચિત કરવાની કામગીરી હાથ ધરી હતી. આ સાથે જ નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પક્ષના હોદ્દેદારો અને સંકલનના સઘન પ્રયાસોથી ગુડગાંવથી હીરાબાને સહીસલામત પરત લાવવા માટે ટ્રેનની વ્યવસ્થા કરાઈ હતી. તેમને ગુડગાંવથી અમદાવાદ રેલવે સ્ટેશને લાવવામાં આવ્યા અને ત્યાંથી ગુજરાત ક્વીન ટ્રેન મારફતે મોડી રાત્રે તેઓ હેમખેમ નવસારી રેલવે સ્ટેશન પર આવી પહોંચ્યા હતા. નવસારી સ્ટેશને સર્જાયા ભાવુક દૃશ્યો મોડી રાત્રે રેલવે સ્ટેશન પર હીરાબા પરત ફરતા જ પૂર્વ ધારાસભ્ય પિયુષ દેસાઈ, જિલ્લા પ્રમુખ ભુરાલાલ શાહ સહિતના અગ્રણીઓ અને ભાજપના કાર્યકરો સ્ટેશને દોડી આવ્યા હતા. 90 વર્ષની વયે પણ દેશના વડાપ્રધાન પ્રત્યેનો અતૂટ પ્રેમ દર્શાવનાર હીરાબા જ્યારે હેમખેમ પોતાના વતન પરત ફર્યા, ત્યારે સ્ટેશન પર ભાવુક દૃશ્યો સર્જાયા હતા. પક્ષના હોદ્દેદારો અને વહીવટી તંત્રની સમયસૂચકતાને કારણે એક મોટી મુશ્કેલી ટળી હતી અને વૃદ્ધા સકુશળ પોતાના ઘરે પહોંચી શક્યા હતા.
    Click here to Read More
    Previous Article
    હાજીપુર પાસે પાંચમો અંબાજી પદયાત્રી સેવાકેમ્પ સફળતાપૂર્વક સંપન્ન:મહામંડલેશ્વર કનકેશ્વરી દેવીજીની પ્રેરણાથી શ્રી સદગુરુ પરિવાર લુણીચાણા અને પાટણ દ્વારા આયોજિત
    Next Article
    વડોદરાના નિઝામપુરામાં વાંદરાઓથી લોકો ત્રસ્ત:રામનગર સોસાયટીમાં વૃદ્ધ મહિલાને વાંદરાએ બચકું ભર્યું, વન વિભાગે રેક્સ્યુ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment