Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરાના નિઝામપુરામાં વાંદરાઓથી લોકો ત્રસ્ત:રામનગર સોસાયટીમાં વૃદ્ધ મહિલાને વાંદરાએ બચકું ભર્યું, વન વિભાગે રેક્સ્યુ કર્યો

    7 hours ago

    વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં વાંદરાઓનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. રામનગર સોસાયટીમાં વાંદરાએ એક વૃદ્ધ મહિલાને બચકું ભરતાં સ્થાનિક રહિશોમાં ચિંતા ફેલાઈ ગઈ હતી. ઘટનાને પગલે વિસ્તારમાં વાંદરાઓની વધતી અવરજવર અને લોકોની સુરક્ષાને લઈને ફરી સવાલો ઉભા થયા હતા. જેને પગલે વન વિભાગની ટીમ પહોંચી ગઈ હતી અને વાંદરાને રેસ્ક્યુ કરીને પણ વન વિભાગ ખાતે લઈ જવાયો હતો. વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં આવેલ રામનગર સોસાયટી વિસ્તારમાં વાંદરાઓના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ દરમિયાન એક વૃદ્ધ મહિલાને વાંદરાએ બચકું ભર્યું હતું. ઘટનામાં મહિલાને ઈજા થતાં પરિવારજનો અને સ્થાનિક રહિશોમાં ચિંતા જોવા મળી હતી. નિઝામપુરા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વાંદરાઓની અવરજવર વધવાને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સોસાયટી અને રહેણાંક વિસ્તારોમાં વાંદરાઓ ઘરોની આસપાસ તેમજ રસ્તાઓ પર જોવા મળતા હોવાની ફરિયાદો સામે આવી રહી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, વાંદરાઓના કારણે બાળકો અને વૃદ્ધોને બહાર નીકળતી વખતે ખાસ સાવચેતી રાખવી પડે છે. વાંદરાઓ દ્વારા લોકો પર હુમલો કરવાની ઘટનાઓ બનતી હોવાથી તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરી વાંદરાઓને પકડી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. રામનગર સોસાયટીમાં વૃદ્ધ મહિલાને વાંદરાએ બચકું ભરવાની ઘટનાને પગલે વન વિભાગની ટીમ સોસાયટીમાં પહોંચી ગઈ હતી અને વાંદરાને રેસ્ક્યુ કરીને પણ દવન વિભાગ ખાતે લઈ જવાયો હતો.
    Click here to Read More
    Previous Article
    નવસારીના 90 વર્ષીય હીરાબા PM મોદીને મળવા દિલ્હી જવા નીકળ્યા:ટ્રેનમાં ભૂલથી ગુડગાંવ પહોંચી ગયા, વહીવટી તંત્રની મદદથી સુરક્ષિત પરત ફર્યા
    Next Article
    मस्जिद तोड़ी, घर गिराए फिर पत्रकार के साथ मारपीट की! Demolition Shalimar Bagh | Delhi Police

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment