Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અશાંત ધારા અને પ્રોપર્ટી કાર્ડની સમસ્યાને લઈ સ્થાનિકોએ પાઠવ્યું આવેદનપત્ર.:જૂનાગઢના જોશીપુરા અને ખામધ્રોલ વિસ્તારના બિલ્ડરો તેમજ મજૂર વર્ગે કલેક્ટરને પ્રોપર્ટી કાર્ડ અને અશાંત ધારાના પ્રશ્નોના નિરાકરણની માંગ કરી.

    9 hours ago

    જૂનાગઢના જોશીપુરા અને ખામધ્રોલ વિસ્તારમાં છેલ્લા 6 થી 8 મહિનાથી અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે, જેનો મૂળ હેતુ વિસ્તારમાં શાંતિ જાળવવાનો છે. પરંતુ આ કાયદાની અમલવારી અને પ્રોપર્ટી કાર્ડ મેળવવાની પ્રક્રિયા અત્યંત મંદ ગતિએ ચાલી રહી હોવાના આક્ષેપ સાથે બિલ્ડર એસોસિએશન દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. ​આ અંગે જોશીપુરા વિસ્તારમાં રહેતા વિપુલ જોધાણીએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 15 વર્ષથી એક-બે બ્લોક કે બે-ચાર બ્લોકનું બાંધકામ કરે છે. સરકારનો અશાંત ધારો લાવવાનો હેતુ સારો છે, પરંતુ વિકાસના કાર્યો રૂંધાઈ રહ્યા છે. જ્યારે તેઓ પ્રોપર્ટી કાર્ડની એપ્લિકેશન લઈને જાય છે ત્યારે ૬ મહિના કે વર્ષ-વર્ષ સુધી પ્રોપર્ટી કાર્ડ મળતું નથી, જેના કારણે પ્રોપર્ટીનું ટાઈટલ થતું નથી અને બેંકની લોન અટકી જાય છે. મકાનોના સોદા કેન્સલ થવાથી આઠ-દસ લાખ રૂપિયાના મકાન લેતા નાના માણસો અને દૈનિક 500 રૂપિયા કમાતા મજૂરો, સુતારો તથા લુહારોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડે છે. તેમણે આ વિકાસને રૂંધતા જવાબદાર અધિકારીઓ સામે સરકાર પગલાં લે તેવી માંગ કરી છે. આ જ બાબતે જોશીપુરા વિસ્તારમાં રહેતા શિવરાજભાઈ વાળાએ જણાવ્યું હતું કે તેઓ બિલ્ડર એસોસિએશનના ગ્રુપ વતી કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આપવા આવ્યા છે. અશાંત ધારો સારી બાબત છે, પરંતુ તેની અમલવારી અવળી રીતે થઈ રહી છે. પ્રોપર્ટી કાર્ડની કામગીરી ખૂબ જ વિલંબમાં હોવાથી અશાંત ધારાની મંજૂરીઓ ત્રણથી પાંચ મહિના સુધી અટકી પડે છે, જેના કારણે બેંકમાં દસ્તાવેજ કરવામાં મુશ્કેલી પડે છે. અધિકારીઓ દ્વારા તોછડા જવાબો આપવામાં આવે છે કે તમે જ આ કાયદો લાવ્યા હતા. પોલીસ પ્રશાસન સારી રીતે કામ કરે છે પરંતુ રેવેન્યુ વિભાગ મદદ કરતો નથી. હાલમાં બિલ્ડરો, લેબર વર્ગ અને હિન્દુ-મુસ્લિમ બંને સમુદાયોની પ્રજા પીડાઈ રહી છે. તેમણે ઉમેર્યું હતું કે હાલ શાંતિપૂર્ણ માર્ગે રજૂઆત કરી છે, પરંતુ જો ઝડપથી ન્યાય નહીં મળે તો પીછેહટ કર્યા વગર કડક અને ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ગોધરામાં RTO-ટ્રાફિક પોલીસે માર્ગ સલામતી માટે રેલી કાઢી:ટ્રાફિક નિયમોનું પાલન કરવા નાગરિકોને જાગૃત કરાયા
    Next Article
    હાજીપુર પાસે પાંચમો અંબાજી પદયાત્રી સેવાકેમ્પ સફળતાપૂર્વક સંપન્ન:મહામંડલેશ્વર કનકેશ્વરી દેવીજીની પ્રેરણાથી શ્રી સદગુરુ પરિવાર લુણીચાણા અને પાટણ દ્વારા આયોજિત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment