Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાઈકનું ટાયર ફાટતા જામનગરના યુવાનનું મોત:મોરબીના આમરણ પાસે અકસ્માત, જીંજુડા ગામે દર્શન કરવા જતો હતો

    9 hours ago

    જામનગરના બેડી વિસ્તારમાં રહેતા 19 વર્ષીય યુવાનનું મોરબી પાસે માર્ગ અકસ્માતમાં મોત થયું છે. યુવાન મોરબીના જીંજુડા ગામે દર્શન કરવા જઈ રહ્યો હતો ત્યારે આમરણ ગામ નજીક તેના બાઈકનું ટાયર ફાટ્યું હતું. મૃતક યુવાનનું નામ હનીફભાઈ સમીરભાઈ ભટ્ટી છે. તે જામનગરના બેડી વિસ્તારમાં મહેબુબ ચોક ખાતે રહેતો હતો. આમરણ નજીક મેલડી માતાજીના મંદિર પાસે બાઈકનું ટાયર ફાટતા બાઈક સ્લીપ થઈ ગયું હતું. આ અકસ્માતમાં હનીફભાઈને ગંભીર ઈજાઓ થઈ હતી, જેના કારણે તેમનું મોત થયું હતું. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. મોરબી તાલુકા પોલીસે આ બનાવની જાણ થતા તેની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે. આ બનાવની પ્રાથમિક તપાસ વિજયભાઈ મિયાત્રા દ્વારા કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ચક્રવાત અર્નબ ટકરાયું:ઓડિશામાં ભારે વરસાદથી અનેક પુલ તણાયા, 5000 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા; બંગાળમાં પણ એલર્ટ
    Next Article
    શાહરુખની નેટવર્થમાં ₹2,500 કરોડનો ઘટાડો:છતાં ₹10 હજાર કરોડની સંપત્તિ સાથે દેશનો સૌથી અમીર એક્ટર; બિગ બીની સંપત્તિમાં ₹2,370 કરોડનો તોતિંગ વધારો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment