Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ચક્રવાત અર્નબ ટકરાયું:ઓડિશામાં ભારે વરસાદથી અનેક પુલ તણાયા, 5000 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા; બંગાળમાં પણ એલર્ટ

    12 hours ago

    બંગાળની ખાડીમાંથી સર્જાયેલું અર્નબ ચક્રવાત ઉત્તર આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે મોડી રાત્રે 11થી 1 વાગ્યાની વચ્ચે ટકરાયું. તેના કારણે બંને રાજ્યોના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ઓડિશામાં આશરે 5 હજાર લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. દક્ષિણ જિલ્લાઓમાં 4થી વધુ પુલ તણાયા અને રસ્તાઓ ધોવાઈ ગયા છે. આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાના કલિંગપટ્ટનમના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ સાથે 75 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો. વિજયવાડામાં સવારથી સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે. શહેરની અનેક શાળાઓમાં સતત બીજા દિવસે રજા જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ સિસ્ટમ છેલ્લા 6 કલાકમાં 3 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધી છે. બીજી તરફ, પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દાર્જિલિંગ અને કાલિમ્પોંગમાં ભૂસ્ખલનની ચેતવણી જાહેર કરવામાં આવી છે. સેટેલાઇટ નકશામાં જુઓ ચોમાસાના વાદળોની સ્થિતિ દેશભરમાંથી હવામાનની તસવીરો
    Click here to Read More
    Previous Article
    એશિયાડ- રોશિબિનાએ વુશુમાં સિલ્વર જીત્યો:સતનામ અને સલમાનને રોઈંગમાં બ્રોન્ઝ મેડલ; મેન્સ કબડ્ડી ટીમ સેમીફાઇનલમાં પહોંચી
    Next Article
    બાઈકનું ટાયર ફાટતા જામનગરના યુવાનનું મોત:મોરબીના આમરણ પાસે અકસ્માત, જીંજુડા ગામે દર્શન કરવા જતો હતો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment