Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શાહરુખની નેટવર્થમાં ₹2,500 કરોડનો ઘટાડો:છતાં ₹10 હજાર કરોડની સંપત્તિ સાથે દેશનો સૌથી અમીર એક્ટર; બિગ બીની સંપત્તિમાં ₹2,370 કરોડનો તોતિંગ વધારો

    9 hours ago

    'હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2026'માં શાહરુખ ખાન ફરી એકવાર દેશનો સૌથી અમીર ભારતીય એક્ટર તરીકે ઉભરી આવ્યો છે. 'હુરુન રિપોર્ટ' મુજબ, શાહરુખ ખાનની કુલ સંપત્તિ 10,000 કરોડ રૂપિયા નોંધાઈ છે. આ યાદીમાં 4,000 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે અમિતાભ બચ્ચન બીજા ક્રમે છે. જ્યારે એક્ટર સલમાન ખાને 3,000 કરોડ રૂપિયાની નેટવર્થ સાથે પહેલીવાર આ યાદીમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. આ ઉપરાંત, હૃતિક રોશન પણ 2,500 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે દેશના સૌથી અમીર એક્ટરોની યાદીમાં યથાવત્ છે. શાહરુખની નેટવર્થમાં ₹2,500 કરોડનો ઘટાડો શાહરુખ ખાનની કુલ 10,000 કરોડ રૂપિયાની સંપત્તિમાં તેમની પ્રોડક્શન કંપની 'રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ' અને આઈપીએલ ટીમ 'નાઇટ રાઇડર્સ સ્પોર્ટ્સ'નો મોટો ફાળો છે. જોકે, ગયા વર્ષની સરખામણીએ તેમની સંપત્તિમાં થોડો ઘટાડો થયો છે. 'હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2025'માં શાહરુખની નેટવર્થ 12,490 કરોડ રૂપિયા નોંધાઈ હતી. જ્યારે આ વર્ષની શરૂઆતમાં જાહેર થયેલી 'હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ'માં તેમની કુલ સંપત્તિ 10,800 કરોડ રૂપિયા જણાવાઈ હતી. કોઈ બિઝનેસ વિના અમિતાભ બચ્ચનની સંપત્તિમાં ઉછાળો રિચ લિસ્ટમાં બીજા ક્રમે રહેલા અમિતાભ બચ્ચનની નેટવર્થમાં ગયા વર્ષની સરખામણીએ મોટો સુધારો જોવા મળ્યો છે. રિપોર્ટ અનુસાર, અમિતાભની સંપત્તિ ગયા વર્ષના 1,630 કરોડ રૂપિયાથી વધીને આ વર્ષે 4,000 કરોડ રૂપિયા થઈ ગઈ છે. શાહરુખ ખાનની જેમ અમિતાભ બચ્ચન સીધા કોઈ મોટો બિઝનેસ ચલાવતા નથી. તેઓ પોતાની ફેમિલી ઑફિસ મારફતે ઘણી મોટી કંપનીઓ અને રિયલ એસ્ટેટ સેક્ટરમાં ભારે રોકાણ કરે છે, જેના કારણે તેમની સંપત્તિમાં આ વધારો નોંધાયો છે. સલમાન ખાનની એન્ટ્રી, હૃતિકની સંપત્તિમાં પણ વધારો સલમાન ખાને આ વર્ષે 3,000 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે 'હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ'માં પહેલીવાર સ્થાન મેળવ્યું છે. જ્યારે હૃતિક રોશનની નેટવર્થમાં પણ વધારો થયો છે. 2025ની યાદીમાં હૃતિકની સંપત્તિ 2,160 કરોડ રૂપિયા હતી, જે હવે વધીને 2,500 કરોડ રૂપિયા થઈ ગઈ છે. હૃતિકની સંપત્તિ વધવાનું મુખ્ય કારણ તેમની પોતાની ફિટનેસ અને લાઇફસ્ટાઇલ બ્રાન્ડ 'HRX' છે, જેની માર્કેટમાં કિંમત ઝડપથી વધી છે. જુહી ચાવલા અને કરણ જોહર યાદીમાંથી બહાર 'હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2026'માં આ વખતે કેટલાક જૂના મોટા નામોને સ્થાન મળ્યું નથી. ગયા વર્ષે 7,790 કરોડ રૂપિયાની નેટવર્થ ધરાવતી એક્ટ્રેસ જૂહી ચાવલા અને 1,880 કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવતા ફિલ્મમેકર કરણ જોહર આ વખતે યાદીમાંથી બહાર છે. આ દરમિયાન, આગામી ફિલ્મ 'રામાયણ'ના પ્રોડ્યુસર નમિત મલ્હોત્રાના પિતા નરેશ મલ્હોત્રાનો પણ આ યાદીમાં સમાવેશ થયો છે. હુરુનની રિપોર્ટમાં નરેશ મલ્હોત્રાની કુલ સંપત્તિ 16,000 કરોડ રૂપિયા જણાવવામાં આવી છે. વર્ષ 2023 બાદ હવે 'કિંગ' સાથે મોટા પડદા પર પરત ફરશે શાહરુખ શાહરુખ ખાનની છેલ્લી ફિલ્મો વર્ષ 2023માં આવી હતી, જ્યારે તેણે 'પઠાન', 'જવાન' અને 'ડંકી' દ્વારા બોક્સ ઑફિસ પર રેકોર્ડ કમાણી કરી હતી. ત્યારથી તેની કોઈ ફિલ્મ રિલીઝ થઈ નથી. હવે શાહરુખ પોતાની આગામી ફિલ્મ 'કિંગ' દ્વારા મોટા પડદા પર વાપસી કરવાની તૈયારી કરી રહ્યો છે. સિદ્ધાર્થ આનંદના ડિરેક્શનમાં બની રહેલી આ ફિલ્મમાં તેની દીકરી સુહાના ખાન પણ જોવા મળશે. આ ફિલ્મ 24 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.
    Click here to Read More
    Previous Article
    બાઈકનું ટાયર ફાટતા જામનગરના યુવાનનું મોત:મોરબીના આમરણ પાસે અકસ્માત, જીંજુડા ગામે દર્શન કરવા જતો હતો
    Next Article
    અમેરિકાના 8 સૈનિકોનો આત્મહત્યાનો પ્રયાસ, એક દરિયામાં કૂદ્યો:અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ પર માનસિક તણાવથી સ્થિતિ વણસી, US નેવીનો ખુલાસો

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment