Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોગંદનામું ખોટું આપીને સ્લમના લાભાર્થી બનવાના ગંભીર કેસમાં સંગઠન સક્રિય:કરોડપતિ ડેપ્યુટી મેયર દક્ષાબેનના નટરાજનગર આવાસ કૌભાંડમાં પ્રદેશ ભાજપે માગ્યો રિપોર્ટ

    16 hours ago

    રાજકોટ શહેરના કરોડપતિ ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણીના આવાસ કૌભાંડનો મામલો પ્રદેશ ભાજપ સુધી પહોંચ્યો છે અને ખોટું સોગંદનામું કરીને લાભ મેળવાયાની વાતથી હાઈકમાન્ડ રોષે ભરાયું છે. આ મામલે પ્રદેશ ભાજપે શહેરના સંગઠન પાસે રિપોર્ટ માગ્યો છે. ડેપ્યુટી મેયરના આવાસ કૌભાંડમાં મનપાના મ્યુનિસિપલ કમિશનર, મેયર સહિતના પદાધિકારીઓ મૌન ધારણ કરીને બેઠા છે. દિવ્ય ભાસ્કરે સોગંદનામું શોધી સમગ્ર કાવતરાનો પર્દાફાશ કરતા પદાધિકારીઓ મનપાની કચેરીએ દેખાયા જ ન હતા. આ ઉપરાંત આ મામલે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ મૌન ધારણ કરી લીધું છે. આ મામલાની ગંભીરતા પ્રદેશ ભાજપ સુધી પહોંચી છે જેને લઈને પ્રદેશ ભાજપે શહેર સંગઠન પાસેથી રિપોર્ટ માગ્યો છે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે, અત્યાર સુધી શહેર ભાજપનું સંગઠન રાજકોટ મહાનગરપાલિકાની બાબતોથી અળગું હતું અને મેયર જ ધૂરા સંભાળતા હતા. જોકે પ્રદેશથી આદેશ આવતા શહેર ભાજપના હોદ્દેદારો હવે પદાધિકારીઓ સાથે બેસીને સમગ્ર મામલાની તપાસ કરશે. આ કારણે ફરીથી સંગઠન મનપાની બાબતોમાં સક્રિય થશે. દક્ષાબેન વસાણીને ગેરકાયદે આવાસ ફાળવવામાં મનપાના અધિકારી-કર્મચારીઓની વરવી ભૂમિકા દક્ષાબેન વસાણીને નટરાજનગર આવાસ યોજનામાં ક્વાર્ટર નં.119 અપાયું છે. તેઓ સ્લમમાં રહેતા હોવાનું અને બીજે ક્યાંય મિલકત ન હોવાનું ખોટું સોગંદનામું તેમણે તે સમયે આપ્યું હતું. આ કૌભાંડમાં આવાસ શાખાના તત્કાલિન અધિકારી અને કર્મચારીઓ પણ સંડોવાયેલા છે. ખોટા સોગંદનામા અને પુરાવા આપવાની ગેરરિતી માત્ર દક્ષાબેન વસાણીએ જ નથી કરી પણ તે મામલામાં કાગળો મંજૂર કરવામાં મનપાના અધિકારીઓ અને કર્મચારીઓની પણ વરવી ભૂમિકા છે. દક્ષાબેન વસાણીનું નામ લાભાર્થીઓની યાદીમાં નાખવા માટે માત્ર લાઈટબિલનો સહારો લેવાયો હતો. જો તેમનું આધાર કાર્ડ કે ચૂંટણીકાર્ડ લેવાયું હોત તો તેમનું સાચું સરનામું તેમાં નોંધાયેલું હતું. પણ તે લેવાયું ન હતું. આ ઉપરાંત જ્યારે લાભાર્થીઓની યાદી માટે ફોર્મ ભરાયું ત્યારે તેમાં પણ ચકાસણી કરાઈ નથી ચકાસણી દરમિયાન જ એ સ્પષ્ટ થઈ શકે તેમ હતું કે, દક્ષાબેન વસાણી નટરાજનગરમાં રહેતા જ નથી. પણ, આ ખરાઈ ઈરાદા પૂર્વક જ કરવામાં આવી ન હતી. જે સાબિત કરે છે કે, 2015માં દક્ષાબેન વસાણીને માત્ર ખોટા સોગંદનામાથી જ નહીં પણ રાજકીય વગ ધરાવતી વ્યક્તિના ઈશારે મનપાના અધિકારી-કર્મચારીઓએ આંખ મીંચીને આવાસ મંજૂર કરી દીધું હતું.
    Click here to Read More
    Previous Article
    સિંહ બાદ હવે દીપડાના હુમલામાં 5 વર્ષની બાળકીનું મોત:જૂનાગઢમાં ફળિયામાં રમતી પ્રિશાને ખેતરમાં ખેંચી ગયો, 2 કલાકે મૃતદેહ મળ્યો; રડી રડીને પરિવાર બેહાલ
    Next Article
    વોટ્સએપની ડીપીના વખાણ કરી પ્રેમજાળમાં ફસાવી:પરિવારની મરજી વિરુદ્ધ સુરત જઈ યુવક સાથે લગ્ન કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment