Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વોટ્સએપની ડીપીના વખાણ કરી પ્રેમજાળમાં ફસાવી:પરિવારની મરજી વિરુદ્ધ સુરત જઈ યુવક સાથે લગ્ન કર્યા

    17 hours ago

    રાજકોટમાં રહેતી 28 વર્ષની યુવતીની વોટ્સએપ ડીપીના વખાણ કરી સુરતના યુવકે તેની સાથે વાતચીત શરૂ કરી હતી. ફોન પરની વાતચીત બાદ બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો અને યુવતીએ પરિવારની મરજી વિરુદ્ધ સુરત જઈ યુવક સાથે લગ્ન કર્યા હતા. જોકે લગ્નના થોડા સમય બાદ સાસરિયાંના ત્રાસ અને પતિની ચડામણીથી દાંપત્યજીવનમાં વિખવાદ શરૂ થયો હતો. અંતે પતિએ માર માર્યા બાદ ‘હવે મને ગોતતી નહીં’ કહી પત્નીને તરછોડી દેતાં સમગ્ર મામલો મહિલા પોલીસ મથકે પહોંચ્યો છે. આ બનાવમાં કોઠારિયાના દેવપરામાં રહેતી શીતલબેન ભાદાણી(ઉં.વ.28)ની ફરિયાદ પરથી મહિલા પોલીસે આરોપી તરીકે સુરતના પતિ ધર્મેશ ભાદાણી, સસરા રમેશ ભાદાણી, સાસુ હંસા, જેઠ મંથન અને જેઠાણી હીનાનું નામ આપ્યું હતું. ફરિયાદ મુજબ 15 ઓક્ટોબર 2023ના રોજ અજાણ્યા નંબર પરથી શીતલબેનને ફોન આવ્યો હતો. વાત ન કરતાં વોટ્સએપ પર મેસેજ કરી તેની ડીપીના વખાણ કરવામાં આવ્યા હતા. બાદમાં સામેવાળો સુરતનો ધર્મેશ રમેશભાઈ ભાદાણી હોવાનું જાણવા મળ્યું હતું. બંને વચ્ચે અવારનવાર ફોન પર વાતચીત થયા બાદ ધર્મેશે મળવા બોલાવતાં શીતલબેન સુરત ગયા હતા. લગ્નની વાત થતાં પરિવારની મંજૂરી ન મળતાં 9 ડિસેમ્બર 2023ના રોજ ધર્મેશ તેને રાજકોટથી સુરત લઈ ગયો હતો અને બીજા દિવસે બંનેએ સુરતમાં રજિસ્ટર્ડ લગ્ન કર્યા હતા. ફેબ્રુઆરી 2024માં શીતલબેન પતિ સાથે સુરત રહેવા ગયા હતા. સાસુ-સસરા, જેઠ-જેઠાણી સાથે રહેતા હતા ત્યારે ઘરકામ બાબતે મેણાં-ટોણાં અને બોલાચાલી થતી હતી. બાદમાં બંને અમરોલીમાં ભાડાના મકાનમાં દોઢ વર્ષ રહ્યા હતા. દરમિયાન સાસરિયાં પતિને ચડામણી કરતા હતા. શીતલબેન સરકારી ભરતીની પરીક્ષાની તૈયારી માટે ગાંધીનગર ગયા બાદ પણ વિવાદ ચાલુ રહ્યો હતો. 10 જૂન 2026ના રોજ સુરત પહોંચતાં છૂટાછેડાની વાતને લઈને પતિ અને જેઠ સાથે બોલાચાલી થઈ હતી. બાદમાં પતિએ માર માર્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. 14 જૂને પતિનો ફોન આવ્યો અને તેણે ‘હું જાઉં છું, આજ પછી મને ગોતતી નહીં’ કહી ફોન કાપી નાખ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    સોગંદનામું ખોટું આપીને સ્લમના લાભાર્થી બનવાના ગંભીર કેસમાં સંગઠન સક્રિય:કરોડપતિ ડેપ્યુટી મેયર દક્ષાબેનના નટરાજનગર આવાસ કૌભાંડમાં પ્રદેશ ભાજપે માગ્યો રિપોર્ટ
    Next Article
    National Stock Exchange IPO: What Makes It A Rare Moment For Indian Markets

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment