Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:અર્નબ વાવાઝોડું આજે ઓડિશામાં ટકરાશે, ત્રણ રાજ્યોમાં મોટો ખતરો, આ રવિવારે બેંકો ખુલ્લી રહેશે, અંબાણીને પછાડી અદાણી દેશમાં સૌથી અમીર

    2 days ago

    નમસ્તે, ઈરાની રાષ્ટ્રપતિ મસૂદ પઝેશકિયાને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભાષણ આપ્યું. બંગાળની ખાડીમાં બનેલું ચક્રવાત અર્નબ ઓડિશાના કિનારે અથડાયું. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં આગળ જાણો કે ગૌતમ અદાણી અને તેમનો પરિવાર દેશમાં સૌથી અમીર બની ગયા છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 2-દિવસીય ‘ચિંતન શિબિર’નો આજે છેલ્લો દિવસ. 2. ચૂંટણી પંચમાં સુધારો કરો વિષય પર કોકરોચ જનતા પાર્ટીની પ્રેસ કોન્ફરન્સ. 📰 કાલના મોટા સમાચારો 1. ઈરાની રાષ્ટ્રપતિના હાથમાં માર્યા ગયેલા બાળકોની તસવીર:કહ્યું- અમેરિકા અને ઇઝરાયલે નિર્દોષોનો જીવ લીધો, અમે આતંકના શિકાર ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભાષણ આપવા પહોંચ્યા. તેઓ પોતાની સાથે ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીની તસવીર લઈને પહોંચ્યા. પેઝેશ્કિયાને કહ્યું, ટ્રમ્પ અમને આતંકવાદી કહે છે, પરંતુ અમે પોતે આતંકના શિકાર છીએ. હું એવા ઈરાનથી આવ્યો છું, જ્યાં અમારા સુપ્રીમ લીડરની કોઈ કારણ વિના હત્યા કરવામાં આવી હતી. તસવીર બતાવતા તેમણે ઈરાનની મીનાબ સ્કૂલ પર થયેલા હુમલાનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું, અમારી સ્કૂલ પર બોમ્બ ફેંકવામાં આવ્યો. આ બાળકોને જુઓ. અમેરિકા અને ઇઝરાઇલના હથિયારોથી કરવામાં આવેલા હુમલામાં આ બાળકો માર્યા ગયા. આ બાળકોએ કોઈ ગુનો પણ કર્યો નહોતો. વાંચો સંપૂર્ણ સમાચાર 2. હવે મુકેશ અંબાણી નહીં, ગૌતમ અદાણી દેશના સૌથી અમીર:હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટના ટોપ-10મા 5 ગુજરાતી, ટોરેન્ટ ફાર્માના સમીર મહેતા પહેલી વખત સામેલ ગૌતમ અદાણી અને તેમનો પરિવાર દેશના સૌથી અમીર બની ગયા છે. એમ3એમ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2026 અનુસાર અદાણી પરિવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને તેમના પરિવારને પાછળ છોડી દીધા છે. 23 સપ્ટેમ્બરે જાહેર થયેલા અહેવાલ અનુસાર, ગૌતમ અદાણીની કુલ સંપત્તિ 13% વધીને 9.23 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. બીજી તરફ, મુકેશ અંબાણીની સંપત્તિમાં 10%નો ઘટાડો નોંધાયો છે અને તેઓ 8.63 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે બીજા સ્થાને ખસી ગયા છે. આ વર્ષની રિચ લિસ્ટમાં 1,000 કરોડ રૂપિયા અથવા તેનાથી વધુ સંપત્તિ ધરાવતા 1,810 લોકોને સામેલ કરવામાં આવ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. દિલ્હી ગેંગરેપ બાદ લેડી શ્રીરામ કોલેજમાં ઑફલાઇન ક્લાસ બંધ:ઓનલાઇન અભ્યાસ શરૂ; ગેટ પાસે પોલીસ એન્કાઉન્ટર બાદ નિર્ણય દિલ્હીની લેડી શ્રીરામ કોલેજ ફોર વુમન (LSR) એ મંગળવાર બપોરથી ફિઝિકલ ક્લાસ બંધ કરીને ઑનલાઇન વર્ગો શરૂ કરી દીધા. કોલેજે કાલકાજી વિસ્તારમાં આવેલા આસ્થા કુંજ પાર્કમાં 17 વર્ષની યુવતી સાથે થયેલા સામૂહિક બળાત્કાર બાદ આ નિર્ણય લીધો. મંગળવારે પોલીસે કોલેજના પાછળના દરવાજા પાસે કેસના એક આરોપીને પકડવાનો પ્રયાસ કર્યો. પોલીસ એન્કાઉન્ટર ગેટથી આશરે 50 મીટર દૂર થયું. ત્યારબાદ કોલેજે અભ્યાસ ઑનલાઇન કરી દીધો. કોલેજ પ્રશાસને જણાવ્યું છે કે વિદ્યાર્થીઓની સુરક્ષા અને તેમનું માનસિક-સામાજિક કલ્યાણ તેની પ્રાથમિકતા છે. વિદ્યાર્થીઓની મદદ માટે ફેકલ્ટી મેન્ટર્સ અને કાઉન્સેલર્સને ઉપલબ્ધ રહેવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. આ રવિવારે બેંકો ખુલ્લી રહેશે:સોમવારથી 3 દિવસ રાષ્ટ્રવ્યાપી હડતાળથી બેંકિંગ સેવાઓ બંધ, ગ્રાહકો તરીકે જાણવા જેવું છે તે બધું જ જાણો દેશભરમાં તમામ બેંકો આ અઠવાડિયે રવિવારે પણ ખુલ્લી રહેશે. નાણાં મંત્રાલયે માહિતી આપી છે કે RBIએ 27 સપ્ટેમ્બરે દેશની તમામ બેંક શાખાઓ, કચેરીઓ અને ATM-લિંક શાખાઓ સહિત તમામ સેવાઓ સંપૂર્ણપણે કાર્યરત રાખવાની મંજૂરી આપી છે. યુનાઇટેડ ફોરમ ઑફ બેંક યુનિયન્સ એટલે કે UFBU દ્વારા 28થી 30 સપ્ટેમ્બર 2026 દરમિયાન પ્રસ્તાવિત ત્રણ દિવસીય દેશવ્યાપી બેંક હડતાળને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે. હડતાળના ઠીક પહેલાં 26 સપ્ટેમ્બર (શનિવાર) અને 27 સપ્ટેમ્બર (રવિવાર)ના રોજ સપ્તાહાંતની રજાઓ આવી રહી હતી. આવી સ્થિતિમાં સતત પાંચ દિવસ સુધી બેંકિંગ સેવાઓ ખોરવાઈ જવાનો ખતરો ઊભો થયો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 5. બંગાળની ખાડીમાં ચક્રવાત અર્નબ બન્યું, ઓડિશાના કિનારે ટકરાશે:MP-બિહારમાં વરસાદનું એલર્ટ, રાજસ્થાનમાં મે જેવી ગરમી; દિલ્હીથી ચોમાસું પાછું ફર્યું બંગાળની ખાડીમાં બનેલું ચક્રવાત અર્નબ છેલ્લા 6 કલાકમાં 12 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ દિશા તરફ આગળ વધ્યું છે. બુધવારે તે આંધ્રપ્રદેશના કલિંગપટ્ટનમથી આશરે 70 કિમી દૂર સમુદ્રમાં હતું. મધ્યપ્રદેશના છિંદવાડા, સિવની અને બાલાઘાટમાં આજે ભારે વરસાદનું એલર્ટ છે. જ્યારે સમગ્ર બિહારમાં વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. રાજ્યના 38 જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ છે. રાજસ્થાનમાં વરસાદ અટક્યા બાદ ગરમી વધી ગઈ છે. જેસલમેરમાં તાપમાન 41 ડિગ્રી અને બીકાનેર-બાડમેરમાં 40 ડિગ્રીથી વધુ નોંધાયું છે. સપ્ટેમ્બરમાં પણ મે જેવી ગરમી અનુભવાઈ રહી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. ગિફ્ટ સિટીના કરોડોના WTC પ્રોજેક્ટ પર રેરાની ‘બ્રેક’:બેન્ક એકાઉન્ટ ફ્રીઝ, નવા બુકિંગ પર પ્રતિબંધ; સમયમર્યાદા પૂર્ણ થયા બાદ પણ A, B અને D ટાવરનું બાંધકામ અધૂરું ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર (WTC) ગિફ્ટના A, B અને D ટાવર પ્રોજેક્ટ સામે ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (RERA)એ કડક કાર્યવાહી શરૂ કરી છે. પ્રોજેક્ટ પૂર્ણ કરવાની નિર્ધારિત સમયમર્યાદા 30 જૂન, 2024ના રોજ પૂરી થઈ ગઈ હોવા છતાં બાંધકામ અધૂરું છે. આ ઉપરાંત, પ્રમોટર દ્વારા પ્રોજેક્ટનો કમ્પ્લાયન્સ રિપોર્ટ પણ રજૂ કરવામાં આવ્યો નથી. ત્યારે નવા બુકિંગ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. RERA બેંક એકાઉન્ટ તાત્કાલિક ફ્રીઝ કરી દેવામાં આવ્યું અને નવા યુનિટના બુકિંગ પર પણ રોક લગાવી દેવામાં આવી છે. રેરા ઓથોરિટી દ્વારા 24 માર્ચ, 2026ના રોજ એક સામાન્ય આદેશ પસાર કરવામાં આવ્યો હતો, જેમાં મુખ્યત્વે પ્રમોટરને પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 7. ભાસ્કર બ્રેકિંગ: IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસમાં જ સાફ-સફાઇ, રાજકોટ રેન્જમાં ફફડાટ:ડી સ્ટાફ પાસે 7 મુદ્દાની માહિતી માંગી, નામ-એડ્રેસથી લઈ સગા-સંબંધીમાં કોઈ હિસ્ટ્રીશીટર કે બુટલેગર છે કે નહીં રાજકોટ રેન્જમાં આવતા ગ્રામ્ય, દેવભૂમિ દ્વારકા, જામનગર અને સુરેન્દ્રનગર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓમાં ફફડાટ જોવા મળી રહી છે. રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા તમામ પોલીસ વડા પાસેથી ડી સ્ટાફનો એક ડિટેઇલ રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે, જેમાં તમામ પોલીસકર્મીઓ અને તેમના સગા-સંબંધીની પણ માહિતી માંગવામાં આવી છે. ખાસ કરીને પોલીસકર્મીઓના સગા-સંબંધીઓમાં કોઈ ગુનેગાર, હિસ્ટ્રીશીટર કે બુટલેગર છે કે નહીં તેની સ્પષ્ટ માહિતી માંગવામાં આવી છે. જેના આધારે આગામી દિવસોમાં તમામ જિલ્લાના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ડી સ્ટાફના કર્મચારી અને તેમની કાર્યપદ્ધિમાં મોટો ફેરફાર કરી શકાય. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : રિપોર્ટ- SIR પર બે ચૂંટણી કમિશનરોએ 14 વખત વાંધો ઉઠાવ્યો:રાહુલ ગાંધીએ કહ્યું- મત ચોરી બંધારણ વિરુદ્ધ છે, તેમાં સામેલ કોઈને છોડવામાં નહીં આવે (વાંચો સંપૂર્ણ સમાચાર) 2.ઈન્ટરનેશનલ : UN સભામાં બોરિંગ ભાષણથી કંટાળ્યા સીરિયાના રાષ્ટ્રપતિ:તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગનની સ્પીચ વચ્ચે જ તેઓ ફોનમાં રીલ્સ સ્ક્રોલ કરવા લાગ્યા, કેમેરામાં લાઈવ કેપ્ચર થયો VIDEO (વાંચો સંપૂર્ણ સમાચાર) 3.નેશનલ : ભાજપે તમામ રાજ્યોમાં નવા પ્રભારીઓની જાહેરાત કરી:સંગઠનમાં ફેરફારથી સ્મૃતિ ઈરાની, રામ માધવ અને હરીશ દ્વિવેદી સહિત 6 નેતાઓનું કદ વધ્યું (વાંચો સંપૂર્ણ સમાચાર) 4.ઈન્ટરનેશનલ : મેક્રોં બોલ્યા- ગાઝાની સ્થિતિ દુનિયા માટે શરમજનક છે:લોકો પાણી-દવાઓ માટે ઝઝૂમી રહ્યા છે, ટ્રમ્પના યુદ્ધ સમાપ્ત થવાના દાવા પર સવાલ ઉઠાવ્યો (વાંચો સંપૂર્ણ સમાચાર) 5.બિઝનેસ : AI 2028 સુધીમાં દુનિયાના તમામ ડિજિટલ ક્ષેત્રોમાં મનુષ્યોને પાછળ છોડશે:એલોન મસ્કનો દાવો, લોકપ્રિય AI સંશોધકે 2021માં કરી હતી આગાહી (વાંચો સંપૂર્ણ સમાચાર) 6.સ્પોર્ટ્સ : રાજકોટમાં ઇન્ડિયા U-19એ ઓસ્ટ્રેલિયા U-19ને 6 વિકેટે હરાવ્યું:ત્રીજી અનઓફિશિયલ વનડેમાં લક્ષ્ય રાયચંદાનીની અણનમ સદી, આર્યવીર સહવાગે 34 રન બનાવ્યા (વાંચો સંપૂર્ણ સમાચાર) 7.ધર્મ તહેવાર જ્યોતિષ : આજે વામન જયંતી અને મહતી દ્વાદશીનો દુર્લભ સંયોગ:રાજા બલિનું અહંકાર ઓગાળવા નારાયણે વામન સ્વરૂપ ધારણ કર્યું, ત્રણ પગલાંમાં ત્રણેય લોકને માપી લીધા (વાંચો સંપૂર્ણ વાર્તા) 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ પાકિસ્તાનમાં લગ્નોમાં નાચી રહ્યા છે ગોરિલા પાકિસ્તાનના લગ્નોમાં હવે ડાન્સ ફ્લોર પર ગોરિલા નજરે પડી રહ્યા છે. આ અસલી ગોરિલા નથી, પરંતુ કોસ્ટ્યુમ પહેરેલા ડાન્સર છે. લાહોરમાં તેમને લગ્નો, જન્મદિવસ અને પાર્ટીઓમાં બોલાવવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. ભારતમાં પણ આ ટ્રેન્ડ જોવામાં આવ્યો છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. Editor's View-'ઈરાનને નરક બનાવી દેશું':ટ્રમ્પની ધમકી પછી સિક્રેટ મીટિંગમાં તડાફડી, હોર્મુઝ પર તલવારો ખેંચાઇ, ત્રણ શરતોથી દુનિયામાં ફરી અંધાધૂંધીનાં એંધાણ 2. ગુજરાત એક્સપ્લેનર- મેડિકલમાં એડમિશન કેમ ઘટ્યા:71 લાખ રૂપિયા જતા કરવા સ્ટુડન્ટ્સ તૈયાર; એક્સપર્ટે બે શોકિંગ કારણો કહ્યા, માતા-પિતાનો પણ મોહભંગ- દીકરો ડૉક્ટર નહીં બને તો ચાલશે 3. ભાસ્કર એક્સક્લૂસિવ- ગુજ્જુ લવ ગુરૂ જેની સાથે અથડાયા તે બાઇકચાલકને ભાસ્કરે શોધ્યો:કહ્યું- 'બે સવારી બાઈક પર અમે સાત ફૂટનો પાલખ આડો લઈને જતા હતા', એ વખતે ખરેખર શું બન્યું હતું? 4. ભાસ્કર એક્સપ્લેનર-ખામેનીને ઘરમાં માર્યા, હવે ઈરાની રાષ્ટ્રપતિને વિઝા:અમેરિકાના દુશ્મનોને ન્યૂયોર્કમાં આવીને બોલવાની છૂટ કેમ છે? આ પહેલાં આવું ક્યારે-ક્યારે થયું, 5 ચર્ચિત કિસ્સા 5. આજનું એક્સપ્લેનર:ઈરાનમાં 50 વર્ષ પછી ફરી એલિયન્સ આવ્યા? આકાશમાં દેખાયેલી રંગીન 'પતંગ' UFO કે અમેરિકાનું કોઈ સીક્રેટ હથિયાર 6. શું ગેસ, પેટ ફૂલવું કે કબજિયાત 'લીકી ગટ'ના લક્ષણો છે?:જાણો આંતરડાંનું સુરક્ષા કવચ નબળું પડવાના કારણો, આ 11 ઉપાયો લોહીમાં ટૉક્સિન્સ ભળતા અટકાવશે 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ ગુરુવારનું રાશિફળ: તુલા રાશિને આવકના નવા સ્ત્રોત ઊભા થશે, કુંભ રાશિને વિશેષ સત્તા મળશે વાંચો સંપૂર્ણ રાશિફળ
    Click here to Read More
    Previous Article
    બંગાળની ખાડીમાં ચક્રવાત અર્નબ બન્યું, ઓડિશાના કિનારે ટકરાશે:MP-બિહારમાં વરસાદનું એલર્ટ, રાજસ્થાનમાં મે જેવી ગરમી; દિલ્હીથી ચોમાસું પાછું ફર્યું
    Next Article
    AC બસમાં આગ લાગતા 9 લોકો જીવતા ભડથું:અનેક મુસાફરોએ બારીમાંથી કૂદીને જીવ બચાવ્યો, નોઈડામાં યમુના એક્સપ્રેસવે પર અકસ્માત થયો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment