Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    AC બસમાં આગ લાગતા 9 લોકો જીવતા ભડથું:અનેક મુસાફરોએ બારીમાંથી કૂદીને જીવ બચાવ્યો, નોઈડામાં યમુના એક્સપ્રેસવે પર અકસ્માત થયો

    2 days ago

    નોઈડામાં યમુના એક્સપ્રેસ-વે પર પ્રાઈવેટ સ્લીપર AC બસમાં આગ લાગી ગઈ. અકસ્માતમાં 9 લોકો જીવતા સળગી ગયા. બસમાં 35 મુસાફરો સવાર હતા. અનેક મુસાફરોએ બારીમાંથી કૂદીને જીવ બચાવ્યો. અકસ્માત બુધવારે રાત્રે 12 વાગ્યે થયો હતો. બસ નોઈડાથી મહોબા જઈ રહી હતી. બસ રાજ કલ્પના ટ્રાવેલ્સની છે. અકસ્માતની જાણ થતાં ફાયર બ્રિગેડની 5 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી. 45 મિનિટમાં આગ કાબૂમાં લેવામાં આવી. પરંતુ ત્યાં સુધીમાં બસ સંપૂર્ણપણે બળી ગઈ હતી. અકસાનની તસવીરો જુઓ- મહિલા મુસાફરે કહ્યું- અંદર ધુમાડો ભરાઈ ગયો હતો, ઘણા બસની અંદર જ રહી ગયા રિંકી રાજપૂતે જણાવ્યું- હું નોઈડાથી બસમાં બેઠી હતી. હું ઊંઘી રહી હતી. કોઈએ મને જગાડીને કહ્યું કે બસમાં આગ લાગી ગઈ છે. બસમાં અફરાતફરી મચી ગઈ હતી. બધા એકબીજાને ધક્કા મારી રહ્યા હતા. અંદર ધુમાડો ભરાઈ ગયો હતો અને સૌનો શ્વાસ રૂંધાઈ રહ્યો હતો. જ્યાં ડ્રાઈવર બેઠો હતો, ત્યાંથી જ આગ લાગી હતી. ઘણા લોકો બસની અંદર જ રહી ગયા હતા. ‘બસમાંથી બહાર નીકળવું સરળ નહોતું’ મુસાફર વિશ્વામિત્ર યાદવે કહ્યું- જ્યારે હું સૂઈ રહ્યો હતો, ત્યારે કોઈએ મને જગાડીને જણાવ્યું કે બસમાં આગ લાગી છે. અમે બધા બહાર નીકળવા માટે ઉતાવળમાં દોડ્યા. ત્યાંથી બહાર નીકળવું સરળ નહોતું. ખૂબ જ ધુમાડો હતો. ગભરાટ વચ્ચે અમે કોઈક રીતે બહાર નીકળી શક્યા. બસ મુસાફરોથી ખીચોખીચ ભરેલી હતી. સમાચાર સતત અપડેટ કરવામાં આવી રહ્યા છે…
    Click here to Read More
    Previous Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:અર્નબ વાવાઝોડું આજે ઓડિશામાં ટકરાશે, ત્રણ રાજ્યોમાં મોટો ખતરો, આ રવિવારે બેંકો ખુલ્લી રહેશે, અંબાણીને પછાડી અદાણી દેશમાં સૌથી અમીર
    Next Article
    એશિયાડ- રોશિબિનાએ વુશુમાં સિલ્વર જીત્યો:સતત ત્રીજી ગેમ્સમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી, રોઇંગમાં સતનામ-સલમાનને બ્રોન્ઝ મેડલ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment