Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુવિધા:ગ્રામ્ય વિસ્તારમાં તાવ, ઉધરસ, ઝાલા-ઊલટી સહિતની બીમારીઓમાં તબીબી સેવા હવે ઘરઆંગણે જ મળશે

    13 hours ago

    ગ્રામીણ વિસ્તારના લોકોને આકસ્મિક બીમારી કે અકસ્માત સમયે તાત્કાલિક અને ગુણવત્તાયુક્ત તબીબી સેવા મળી રહે તેવા ઉમદા હેતુ સાથે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના સરા ખાતે એક પહેલ કરવામાં આવી છે. શ્રીમદ્ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ સંચાલિત શાહ હેપીનેસ અર્જન્ટ કેર સેન્ટરનો તા. 22 સપ્ટેમ્બર 2026એ શુભારંભ થયો હતો. આ કેન્દ્ર શરૂ થવાથી સ્થાનિક અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને મોટી હોસ્પિટલો સુધી લાંબા થવામાંથી મુક્તિ મળશે. આ સેન્ટર સોમવારથી શનિવાર દરમિયાન સવારે 8થી 1 અને બપોરે 2થી 6 વાગ્યા સુધી સેવાઓ આપશે. આ કેન્દ્ર શિવમ્ કોમ્પ્લેક્સ, પ્લોટ વિસ્તાર, મોરબી રોડ, સરા ખાતે શરૂ થવા જઈ રહ્યું છે. વધુ માહિતી માટે સંપર્ક નંબર +91 97370 13713 જાહેર કરવામાં આવ્યો છે. આ અર્જન્ટ કેર સેન્ટરની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં દર્દીઓને નિઃશુલ્ક મેડિકલ સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવશે. કેન્દ્ર પર પ્રશિક્ષિત MBBS ડોક્ટર, નર્સ અને સહાયક સ્ટાફ 24 કલાક સેવામાં હાજર રહેશે. આ ઉપરાંત, દર્દીઓ માટે જરૂરી તમામ દવાઓ સ્થળ પર જ ઉપલબ્ધ કરાવાશે. કટોકટીના સમયમાં ઉપયોગી એવી ઈસીજી (કાર્ડિયોગ્રામ) અને નેબ્યુલાઈઝર જેવી આધુનિક સુવિધાઓ પણ અહીં કાર્યરત કરવામાં આવી છે. છાતીમાં દુ:ખાવો, ચક્કર આવવા જેવી સ્થિતિમાં પ્રાથમિક સારવાર અપાશે સામાન્ય તેમજ આકસ્મિક તકલીફો જેવી કે તાવ, ઉધરસ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, નાની-મોટી ઈજા કે ફ્રેક્ચર, ઝાડા-ઉલટી, શ્વાસની સમસ્યાઓ, સ્ત્રીઓ અને બાળકોની બીમારીઓ તેમજ છાતીમાં દુ:ખાવો કે ચક્કર આવવા જેવી પરિસ્થિતિઓમાં અહીં તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી દર્દીની સ્થિતિ સ્થિર કરવામાં આવશે. ગંભીર કિસ્સાઓમાં ઉચ્ચ કેન્દ્રોમાં મોકલવા માટે યોગ્ય માર્ગદર્શન પણ અપાશે.
    Click here to Read More
    Previous Article
    વાલીઓએ રેઇડ કરતાં પુરવઠા વિભાગ દોડી આવ્યું:220 બાળકોને મહિનાઓથી બગડેલાં અનાજનું ભોજન પીરસાતું : ભાંડો ફૂટતાં તંત્રે કહ્યું , બદલીશું
    Next Article
    48.58 લાખની વીજ ચોરી:ચોરી કરવા મીટરમાં છેડછાડ સહિતના લંગર કીમિયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment