Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    48.58 લાખની વીજ ચોરી:ચોરી કરવા મીટરમાં છેડછાડ સહિતના લંગર કીમિયા

    12 hours ago

    પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ સુરેન્દ્રનગર વર્તુળ કચેરી દ્વારા અધિક્ષક ઇજનેર એન.એન. અમીનની સીધી રાહબરી હેઠળ સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં વ્યાપક વીજ ચેકિંગ ઝુંબેશ હાથ ધરાઈ હતી. PGVCLની 43 અલગ-અલગ ટીમોએ બલદાણા, ચોરણીયા, ચુડા, મીનાપુર, નડાળા, પાણશીણા, સાડલા અને સાયલા વિસ્તારોમાં એકસાથે દરોડા પાડ્યા હતા. ​ચેકિંગ દરમિયાન ટીમો દ્વારા કુલ 748 વીજ જોડાણો ખૂંદી વળવામાં આવ્યા હતા. આ તપાસ દરમિયાન 93 કનેક્શનમાં ગેરરીતિ સામે આવી હતી, જેમાં ઘર વપરાશના 90, વાણિજ્યિક કોમર્શિયલ 2 અને ખેતીવાડી ક્ષેત્રનું 1 જોડાણ સામેલ છે. આ સિવાય કોઈપણ જાતના અધિકૃત મીટર વગર સીધી જ વીજ ચોરી કરતા 64 કેસ પકડી પાડવામાં આવ્યા હતા. વીજ ચોરી કરનારા તમામ આસામીઓને કુલ 48.58 લાખનો દંડ ફટકારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. પીજીવીસીએલ ટીમ પર ભૂતકાળમાં ચેકિંગ દરમિયાન હુમલોનો બનાવ બનેલ હોવાથી કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે 13 પોલીસ કર્મચારીઓનું કડક પ્રોટેક્શન અને પારદર્શિતા જાળવવા 5 વીડિયોગ્રાફરોને સાથે રાખવામાં આવ્યા હતા. વીજ ચોરી કરવા માટેની અલગ-અલગ તરકીબો
    Click here to Read More
    Previous Article
    સુવિધા:ગ્રામ્ય વિસ્તારમાં તાવ, ઉધરસ, ઝાલા-ઊલટી સહિતની બીમારીઓમાં તબીબી સેવા હવે ઘરઆંગણે જ મળશે
    Next Article
    Israel's US Envoy's Son Injured In West Bank Car-Ramming Attack

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment