Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ઈરાનને નરક બનાવી દેશું':ટ્રમ્પની ધમકી પછી સિક્રેટ મીટિંગમાં તડાફડી, હોર્મુઝ પર તલવારો ખેંચાઇ, ત્રણ શરતોથી દુનિયામાં ફરી અંધાધૂંધીનાં એંધાણ

    10 hours ago

    “શું હું ઈરાન સાથે સમજૂતી કરું... કે પછી ઈરાનનો એવો ખાત્મો કરી નાખું કે ફરી ક્યારેય તેનામાં કોઈને નુકસાન કરવાની હિંમત જ ન થાય? શું તેમને સીધા નરકમાં ધકેલી દઉં?” આ વાત ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના ન્યૂયૉર્કમાં 81મી યુનાઈટેડ નેશન્સની સભામાં કહી. આવા જ અનેક નિવેદનો મામલે દુનિયાભરમાં ભરપેટ વાતો થઈ. પણ આ વચ્ચે એક સિક્રેટ મીટિંગ થઈ જેની ચર્ચાઓ બહુ ઓછી જોવા મળી. આ મીટિંગ થઈ હતી અમેરિકા અને ઈરાન વચ્ચે. એ જ બે દુશ્મનો જે સાત મહિનાથી એકબીજાના લોહી તરસ્યા બન્યા છે. એક બાજુ ટ્રમ્પ ઈરાનને નરકમાં ધકેલવાની વાત કરે છે અને બીજી બાજુ બંધ બારણે બેઠક કરે છે? ઈરાન પાસે ઉઘાડી પીઠ છે ગુમાવવા કંઈ નથી પણ અમેરિકા પાસે પોતાની પાવરફુલ હોવાની છબી છે. આ બેઠકમાં શું થયું? તેનાથી આપણે શું લેવાદેવા? અને કોણે આ મીટિંગ કરાવી? તેના વિશે આજે આપણે વિગતે વાત કરીશું. નમસ્કાર... શું દુનિયાની મહાસત્તા અમેરિકા એક ભયાનક યુદ્ધના ચક્રવ્યૂહમાં ફસાઈ ગયું છે? આવું એટલા માટે કારણ કે ઈરાને હોર્મુઝ જલડમરું સાત મહિનાથી બંધ કરી દીધું છે. યુદ્ધમાં અમેરિકાને ભારે રૂપિયા વેડફવા પડી રહ્યા છે. આજે દાવ પર દુનિયાનો 20 ટકા ક્રૂડ ઓઈલનો રસ્તો છે જે સીધો આપણા ખિસ્સા સાથે જોડાયેલો છે. બધી જ વિગતે વાત કરીશું પણ પહેલા એ જાણી લઈએ કે અમેરિકા અને ઈરાન વચ્ચે શું સેટલમેન્ટ થયું છે? અમેરિકા-ઈરાન વચ્ચે 3 કલાક ખુસુર-ફુસુર તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટેઉપાડે મીડિયામાં દાવો કર્યો છે કે ઈરાન સાથે અમે ત્રણ કલાકની લાંબી અને સફળ મીટિંગ કરી હતી. પણ બીજી બાજુ એવા દાવા થઈ રહ્યા છે કે આ ખાલી રાજકીય સ્ટંટ જ હતો. કારણ કે ખુદ વ્હાઈટ હાઉસનું કહેવું છે કે આ કોઈ સીધી બેઠક નહોતી અને ટ્રમ્પ તેમાં હાજર નહોતા. વિટકોફનું કહેવું છે મીટિંગ થી પણ વચેટિયા મારફતે. બીબીસીનું કહેવું છે કે ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચી અને અમેરિકાના ખાસ દૂત સ્ટીવ વિટકોફ વચ્ચે મધ્યસ્થીઓ મારફતે વાતચીત થઈ હતી. મીટિંગ મામલે વ્હાઈટ હાઉસે ખોલ પાડી પણ મીટિંગ કોણે કરી? રામ જાણે કારણ કે આવી બેઠકોમાં શું વાતો થાય તે સત્તાવાર અને પાક્કી માહિતી ક્યારેય બહાર નથી આવતી. સામેની બાજુની વાત કરીએ તો ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ કહ્યું છે કે સીધી વાટાઘાટો જેવું કંઈ નથી, માત્ર કતાર મારફતે શરતો આપલે થઈ રહી છે. ઈરાને ચોખ્ખું કહી દીધું છે કે, અમેરિકા પર તેમનો વિશ્વાસ ઝીરો છે અને તેઓ કોઈ દબાણમાં આવીને ઝૂકવાના નથી. આ વચ્ચે એ પણ ધ્યાને લેવું જોઈએ કે ટ્રમ્પે UN સમયે સાઉદી અરેબિયા, UAE, કતાર, કુવૈત, બહેરીન અને ઓમાન સહિતના અરેબિયન નેતાઓ સાથે પણ મુલાકાત કરી હતી. UN અને ટ્રમ્પની ભાષા એકદમ વિરોધાભાસી યુએન મહાસભામાં બીજી પણ ઈન્ટરેસ્ટિંગ વાત એ જોવા મળી કે UN અને ટ્રમ્પના એટિટ્યૂડમાં ભારે ફેરફાર જોવા મળ્યો. UNના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે દુનિયામાં વધતા જીઓપોલિટિકલ ડિવિઝન અને આપસી નિર્ભરતા પર ભાર મૂક્યો હતો, સામેની બાજુ ટ્રમ્પે રાષ્ટ્રીય સાર્વભૌમત્વ, અમેરિકાની મિલિટરી પાવર અને There is no global government જેવા મુદ્દા પર ભાર મૂક્યો હતો. BBCએ અહીં પણ ટ્રમ્પની વાતમાં એક એંગલ કાઢ્યો છે કે, ટ્રમ્પની ભાષામાં વધુ ભાર યુએન કરતાં અમેરિકાની જનતાની સુખાકારી પર વધારે હતો. કોની જીત જોરદાર? ઈરાન કે અમેરિકા? પણ આપણે અમેરિકા-ઈરાનના મુદ્દા પર પાછા આવીએ તો આ બધુ આવું થઈ એટલા માટે રહ્યું છે કારણ કે મૂળ મડાગાંઠ શરતોની છે. ઈરાનની જીદ છે કે પહેલા અમેરિકા હોર્મુઝ સ્ટ્રેટ પરથી તેની લશ્કરી નાકાબંધી હટાવે અને ફ્રીઝ કરેલા અબજો ડોલર પાછા આપે. જો આટલું થાય તો હોર્મુઝ ખોલી દઈશું. સામેની બાજુ અમેરિકા પણ ડગ દેવા તૈયાર નથી. અમેરિકાનું વેન એવું છે કે પહેલા ઈરાન હુમલા બંધ કરે અને પોતાના પરમાણુ કાર્યક્રમ કાયમ માટે બંધ કરી નાખે. અને તેનાથી મહત્વની વાત એ છે કે આ મોટી-મોટી વાતો છે જે સામે આવી છે. બંનેએ એકબીજા પર કેવી શરતો ફેંકી? બાકી ઈન્ટરનેશનલ ન્યૂઝમાં અનેક પ્રકારના દાવાઓ થઈ રહ્યા છે કે ઈરાન અને અમેરિકા વચ્ચે આવી-આવી વાતો થઈ હોય શકે અથવા તો થઈ છે. વાત એવી પણ છે કે આ મીટિંગમાં ઈરાને પરમાણું કાર્યક્રમને બાકાત રાખ્યો હતો. એવા પણ સમાચારો છે કે અમેરિકાએ ઈરાન સામે શરત મૂકી છે કે પોતાના આતંકી સંગઠનોને અપાતું સમર્થન રોકી દો. પણ આપણે સમજવું હોય તો એવું સમજી શકાય કે એકબાજુ ટ્રમ્પનો ઈગો છે અને બીજી બાજુ ઈરાનની કરો યા મરોવાળો હાલ. આ લડાઈ ખાલી નિવેદનોની જ નથી, દુનિયાની અર્થવ્યવસ્થા અને આંકડાઓની પણ છે. જેનું કહેવું છે કે અમેરિકા ભલે લશ્કરી સુપરપાવર છે પણ હાલ યુદ્ધમાં ઉડાવેલા પૈસાના કારણે ચૂંટણી ટાણે આર્થિક ભીંસમાં ભરાયું છે. ટ્રમ્પ માથે ઈલેક્શન્સની લટકતી તલવાર ઈન્ટરનેશનલ એનર્જી એજન્સીના આંકડા મુજબ ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી તે ઈતિહાસનો સૌથી મોટો સપ્લાય ખલેલ હતો. ભલે અમેરિકા પાસે દુનિયાની સૌથી શક્તિશાળી નેવી હોય પણ બધા જ કોમર્શિયલ જહાજોને પર્સનલ સિક્યોરિટી આપી શકે એવી અમેરિકાની પણ કેપેસિટી નથી. ઊપરથી નવેમ્બરનું મીડ ટર્મ ઈલેકશન તો માથે ઉભું જ છે. મોટી લાચારી અમેરિકાને ત્યાં છે કે ઈરાનમાં જો કંઈ આડા-અવળું થશે તો ચૂંટણીમાં ભારે ફટકો પડી શકે એમ છે. આ મામલે ફોક્સ ન્યૂઝનું કહેવું છે કે… આવા બધા પ્રોબ્લમ્સના કારણે ટ્રમ્પને માથે મિડટર્મ ઈલેક્શન નામની તલવાર લટકી રહી છે. આયોવા રાજ્યના ઝેક નન અને મેરિઆનેટ મિલર-મીક્સ જેવા નેતાઓ હવે ખુલ્લેઆમ કહી રહ્યા છે કે જલદી યુદ્ધ પૂરું કરો. પણ ચૂંટણીમાં ઈન્ડિપેન્ડેન્ટ વોટર્સ રિઝલ્ટમાં બદલાવો લાવી શકે એમ છે. પણ વાત ખાલી અમેરિકાની જ નથી. વર્લ્ડ ઈકોનોમીનું એન્જિન પણ ડસકાં લઈ રહ્યું છે. યુરોપિયન સેન્ટ્રલ બેંકે વોર્નિંગ આપી છે કે, જો આવા જ હાલ રહેશે તો સ્ટેગફ્લેશન આવવાની પૂરી શક્યતા છે. સ્ટેગફ્લેશન એટલે મોંઘવારી વધે અને આર્થિક મંદી પણ આવે. બાંગ્લાદેશ જેવા દેશોમાં એનર્જી ક્રાઈસિસના કારણે ફૂડ ઈસિક્યોરિટીમાં 18 ટકાનો વધારો થયો છે. યુદ્ધમાં વધુ નુકસાન અમેરિકાને કે ઈરાનને? ગોલ્ડમેન સેશ જેવી દિગ્ગજ ફાઈનાન્શિયલ ઈન્સ્ટિટ્યૂટ્સે તો ચોખ્ખું કહી દીધું છે કે, અમેરિકાના જીડીપી ગ્રોથના અંદાજો ઘટાડવા પડી શકે છે. અધૂરામાં પૂરું રેડ સીમાં યમનના હૂથી બળવાખોરોના કારણે દુનિયાભરની સપ્લાય ચેન તૂટી છે એ તો અલગ જ વાર્તા છે. તો એવામાં સવાલ થાય કે આ લડાઈમાં મજબૂત કોણ છે? ઈરાન? ના બિલકૂલ નહીં. અમેરિકાના કડક સેન્કશન્સના કારણે ઈરાનની ઈકોનોમી ઓલરેડી તળીયે બેસી ગયેલી છે. બેકડોર રશિયા અને ચીન મદદ કરે છે એવા અહેવાલો છે પણ ઈરાનની લશ્કરી હાલત અમેરિકા સામે ટકી શકે એમ નથી. આ લડાઈ લશ્કરી પાવર કે હથિયારોથી નહીં પણ જીઓગ્રાફી અને પોલિટિકલના ટાઈમિંગ પર હાલ તો ટકેલી છે. ડરાવી-ધમકાવીને વાત મનાવવાની ટ્રમ્પ સ્ટાઈલ પણ ટાઈમિંગ સિવાય મોટો ફેક્ટર અહીં સહનશક્તિનો પણ છે. કારણ કે આપણે બધા જાણીએ છીએ કે ડોનાલ્ડ ટ્રમ્પ વેપારી છે. તેમની વિદેશનીતિ લેવલ દેવળની છે અને સ્ટાઈલ સામેવાળાને ડરાવી-ધમકાવીને પોતાની વાત મનાવવાની છે. તેઓ એકબાજુ યુએનના સ્ટેજ પરથી અમેરિકાના વટાણા વેરી દેવાની વાત કરે છે તો તેની કલાક પછી ઈરાન સાથે સારી વાતચીત કે ડિલ થઈ છે તે કહે છે. ગઈકાલની યુએનની મહાસભામાં તો ટ્રમ્પે ત્યાં સુધી કહી દીધું હતું કે, પણ આ ડબલ ગેમ તેમને નવેમ્બરમાં કેટલી કામ લાગશે એ તો મિડ ટર્મ ઈલેક્શનના ચૂંટણી પરિણામો પછી જ ખબર પડશે. ટ્રમ્પ ઈરાનને સમજવામાં ખોટા પડ્યા? પણ આ જ મામલે ચેથમ હાઉસ અને કાર્નેગી એન્ડોવમેન્ટના એક્સપર્ટ્સનું માનવું છે કે અમેરિકા ઈરાનની સાયકોલોજી સમજવામાં ફેલ ગયું છે. ઈરાનને ખબર છે કે ટ્રમ્પ પાસે સમય નથી, તેમની પોલિટિકલ ઘડિયાળ બહુ ફાસ્ટ ભાગી રહી છે. જ્યારે ઈરાનમાં આવું ચૂંટણીઓનું કોઈ પ્રેશર નથી. પણ અહીં એક બીજી વાત પણ નોટ કરવા જેવી છે કે જો ટ્રમ્પ મિડ ટર્મ ઈલેક્શનમાં હારી જાય તો તેની પાસે પણ બે વર્ષ સુધી ગુમાવવા માટે કંઈ નહીં હોય. ચૂંટણી પછી તે રઘવાયા કૂતરાંની જેમ ઈરાન પર ઝાપટી પડે તો પણ નવાઈ ન કહેવાય. આખી વાતનો સાર કાઢીએ તો આ મડાગાંઠ જલદી ઉકેલાય તો સારું પણ એંધાણ આના બહુ ઓછા છે. જેના જ કારણે અત્યારે દુનિયા હેરાન થઈ રહી છે. આ આખી ચેસમાં અમેરિકા રાજા છે પણ ઈરાને હાલ પૂરતું તો આખું ચેસબોર્ડ પોતાની ફેવરમાં હાઈજેક જરૂર કરી લીધું છે. જોઈએ આગળ શું થશે. અને છેલ્લે… યુએનના ગંભીર માહોલમાં એક મજાકિયો બનાવ પણ બન્યો. હૈતીના પ્રેસિડેન્ટને ભાષણ વચ્ચે તરસ લાગી. ગ્લાસની જગ્યાએ તે સીધો જગ મોઢે માંડવા ગયા અને બફાઈ ગયું. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે. પણ બીજો પક્ષ એવું પણ કહે છે કે કોઈની આમ મજાક ઉડાવવામાં પણ પિશાચી આનંદ છે. સોમવારથી શુક્રવાર સાંજે સાત વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચઃ સમીર પરમાર | Samir Parmar)
    Click here to Read More
    Previous Article
    ઈરાની રાષ્ટ્રપતિના હાથમાં માર્યા ગયેલા બાળકોની તસવીર:કહ્યું- અમેરિકા અને ઇઝરાયલે નિર્દોષોનો જીવ લીધો, અમે આતંકના શિકાર
    Next Article
    લોકોને ઘરઆંગણે સરકારી યોજનાઓનો લાભ મળશે:રાજકોટમાં આવતીકાલથી સેવાસેતુ કાર્યક્રમનાં કેમ્પો યોજાશે, મનપા દ્વારા શહેરના 9 સર્કલ અને આઈલેન્ડ PPP મોડેલથી ડેવલપ કરવા ટેન્ડર જાહેર

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment