Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લોકોને ઘરઆંગણે સરકારી યોજનાઓનો લાભ મળશે:રાજકોટમાં આવતીકાલથી સેવાસેતુ કાર્યક્રમનાં કેમ્પો યોજાશે, મનપા દ્વારા શહેરના 9 સર્કલ અને આઈલેન્ડ PPP મોડેલથી ડેવલપ કરવા ટેન્ડર જાહેર

    8 hours ago

    રાજકોટ કોર્પોરેશન દ્વારા સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળે અને વ્યક્તિગત સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે તે જ દિવસે મળી રહે તેવા હેતુથી કાલથી સેવાસેતુ શહેરી કાર્યક્રમનો પ્રારંભ થઈ રહ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત તા.24ના રોજ કોઠારીયા મેઇન રોડ પરનાં વિનોદભાઇ શેઠ કોમ્યુનિટી હોલમાં બારમા તબક્કાનો સેવાસેતુ યોજાશે. ત્યારબાદ તા.25ના રોજ મોરબી રોડ, તા.28ના રોજ કોઠારીયા ગામ અને તા.1ના રોજ યુનિ. રોડ પર આવેલા કોમ્યુનિટી હોલ ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મનપાનાં સેવાસેતુ કેમ્પમાં આધાર નોંધણી અને સુધારા, આયુષ્માન ભારત, હેલ્થ વેલનેસકાર્ડ, લગ્ન, જન્મ-મરણ નોંધણી, રેશનકાર્ડની કામગીરી, પ્રોપર્ટી ટેક્સ, વોટર, ડ્રેનેજ અને વીજ જોડાણની અરજીઓનો સ્થળ પર સ્વીકાર કરાશે. આ ઉપરાંત વિવિધ બેંકિંગ સેવાઓ, આવક અને જાતિના દાખલા, નિરાધાર વૃદ્ધ સહાય, ગંગા સ્વરૂપા વિધવા સહાય તેમજ કુંવરબાઈનું મામેરું જેવી યોજનાઓના પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરાશે. સ્થળ પર નાગરિકો માટે પીવાના પાણી, હેલ્પડેસ્ક અને મેડીકલ ટીમની વ્યવસ્થા પણ રખાઈ છે. મહાપાલિકા દ્વારા શહેરના 9 સર્કલ અને આઈલેન્ડ PPP મોડેલથી ડેવલપ કરવા ટેન્ડર જાહેર કરાયા રાજકોટ મહાપાલિકા દ્વારા ઈસ્ટ અને સેન્ટ્રલ ઝોનના મુખ્ય રસ્તાઓ પર આવેલા જલગંગા ચોક, સેટેલાઈટ ચોક, બાલક હનુમાન ચોક, આહીર સર્કલ, ચુનારાવાડ ચોક, માધાપર મેઈન રોડ-એઈમ્સ રોડ જંકશન, સ્વ.નારણભાઈ કુંગસિયા ચોક, રેલનગર વોર્ડ ઓફિસ સામેનું સર્કલ તેમજ સ્વામિનારાયણ ચોક અને સાધુ વાસવાણી કુંજ ચોકના આઈલેન્ડને જનભાગીદારી (PPP) ધોરણે વિકસાવવા માટે ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. આ યોજના હેઠળ પાંચ વર્ષ માટેના ઓપરેશન અને મેન્ટેનન્સના રાઈટ્સ પ્રીમિયમથી આપવામાં આવશે. જેમાં રસ ધરાવતી કંપનીઓ અને સંસ્થાઓ નિયત વાર્ષિક પ્રિમીયમ સાથે પોતાની ઓફર તા.5 ઓક્ટોબર સુધીમાં મોકલી શકશે. કવર પર સર્કલ કે આઈલેન્ડનું નામ દર્શાવવાનું રહેશે. આગામી દિવસોમાં મોટામવા, માધાપર, મુંજકા, ઘંટેશ્વર, કોઠારીયા અને વાવડી સહિતના નવા ભળેલા વિસ્તારોમાં પણ સર્કલ ડેવલપ કરવા ટેન્ડર બહાર પાડવામાં આવશે. હાલ આ યોજનાથી મનપાને વાર્ષિક આશરે 1 કરોડ રૂપિયાની આવક થાય છે. રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા પ્રથમવાર તમિલનાડુના ગંગઈકોંડાન માટે ઘઉંનું લોડિંગ પશ્ચિમ રેલવે રાજકોટ ડિવિઝને માલવાહક પરિવહનમાં નવી સિદ્ધિ મેળવી છે. બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટના પ્રયાસોથી રાજકોટ ગૂડ્ઝ શેડથી તમિલનાડુના મદુરૈ ડિવિઝન સ્થિત ગંગઈકોંડાન માટે પ્રથમ વખત ઘઉંનું લોડિંગ પૂર્ણ કરાયું છે. 23 સપ્ટેમ્બર 2026ના રોજ 21 વેગનમાં 1,351 ટન ઘઉં રવાના કરવામાં આવ્યા છે. આ માલગાડી 2,450 કિલોમીટરનું અંતર કાપી ગંગઈકોંડાન પહોંચશે, જેનાથી રેલવેને રૂ. 44.98 લાખની આવક થઈ છે. ગંગઈકોંડાન માટે વિકસાવવામાં આવેલી આ નવી ઓરિજિન-ડેસ્ટિનેશન જોડી માલ પરિવહનની નવી તકો ઉભી કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે. આ અંગે સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીના અને ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યુ કે, નવા ગંતવ્યોની ઓળખ કરીને વેપારીઓને રેલ નેટવર્ક સાથે જોડીને માલભાડાની આવક વધારવાની દિશામાં સતત પ્રયાસો ચાલુ રહેશે. રાજકોટ મનપા 64,000 વ્યવસાયીઓને પ્રોફેશનલ ટેક્સ વસૂલવા નોટિસ આપશે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વ્યવસાય વેરો વસૂલવા માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રોફેશનલ ટેક્સની નોંધણી ન કરાવનાર તથા સમયે વેરો ન ભરનાર સહિત અંદાજે 64,000 જેટલા કરદાતાઓને આગામી સપ્તાહથી નોટિસ આપવાનું શરૂ કરવામાં આવશે. ચાલુ નાણાકીય વર્ષમાં મનપાને વ્યવસાયવેરા પેટે રૂ. 18 કરોડની આવક થઈ છે, પરંતુ લક્ષ્યાંક હાંસલ કરવા માટે કડકાઈ કરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા બિલ્ડર, સીએ વકીલો, ડોક્ટરો, ખાનગી સંસ્થાઓ, શોરૂમ સંચાલકો સહિતના વ્યવસાયિકોની વિગતો ચકાસવામાં આવી રહી છે. દુકાન-સંસ્થાઓની નોંધણી અને મિલકતવેરાના રેકોર્ડના આધારે યાદી તૈયાર કરાઈ છે. નોટિસ મળ્યા બાદ પણ વેરો ન ભરનાર કે પ્રતિસાદ ન આપનાર સામે ટીમો સ્થળ પર જઈ તપાસ કરશે. નિયમ મુજબ બાકી રકમ, વ્યાજ અને દંડ સહિતની વસૂલાત કરાશે. રાજકોટમાં નવી GIDC, MSME માટે GR જાહેર કરવા ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી સંઘવીને રજૂઆત રાજકોટના ઉદ્યોગકારોને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો અને માંગણીઓ સંદર્ભે રાજકોટ દક્ષિણના ધારાસભ્ય રમેશ ટીલાળાના નેતૃત્વ હેઠળ વિવિધ ઉદ્યોગ સંસ્થાઓના પ્રતિનિધિમંડળે ગાંધીનગર ખાતે રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ તથા મંત્રીઓ સાથે બેઠક કરી રજૂઆતો કરી હતી. આ મુલાકાત દરમિયાન ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હર્ષ સંઘવીનો નવી ઔદ્યોગિક નીતિ અને માર્ગદર્શન બદલ આભાર વ્યક્ત કરી MSME ક્ષેત્ર માટે ત્વરિત સરકારી ઠરાવ (G.R.) જાહેર કરવા માંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત નવી GIDC માટે જમીન ફાળવણી ઝડપી બનાવવા, ગ્રીન તથા સોલાર એનર્જી ક્ષેત્રની મુશ્કેલીઓ અંગે ઊર્જા મંત્રી કૌશિક વેકરિયા સમક્ષ વિગતવાર રજૂઆત કરવા તથા સબમર્સિબલ પંપ પર GST દર ઘટાડવા માટે નાણામંત્રી કાર્યાલય અને GST કાઉન્સિલમાં રજૂઆત કરવાની વિનંતી કરાઈ હતી. રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન, ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ એસોસિએશન અને GIDC એસોસિએશનના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ઉદ્યોગોના વિકાસ, રોકાણ અને રોજગારી વૃદ્ધિ અર્થે આ સકારાત્મક રજૂઆતો કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    'ઈરાનને નરક બનાવી દેશું':ટ્રમ્પની ધમકી પછી સિક્રેટ મીટિંગમાં તડાફડી, હોર્મુઝ પર તલવારો ખેંચાઇ, ત્રણ શરતોથી દુનિયામાં ફરી અંધાધૂંધીનાં એંધાણ
    Next Article
    સંતરામપુરમાં વિદ્યાર્થીઓને સાપ અંગે જાગૃત કરાયા:અંધશ્રદ્ધા દૂર કરવા અને સાપ કરડે ત્યારે શું કરવું તે શીખવાડાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment