Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'પતિને દારૂની ભઠ્ઠી પર કેમ નથી મોકલતી?':મહેસાણાના બાલિયાસણમાં ઘરમાં ઘૂસી પરિણીતા પર લાકડીથી હુમલો, માથું ફોડી બુટલેગર ફરાર

    8 hours ago

    મહેસાણા તાલુકાના બાલિયાસણ ગામે દારૂના ધંધામાં પતિને મોકલવાની ના પાડતા ઉશ્કેરાયેલા બૂટલેગરે એક ગૃહિણી પર લાકડી વડે પ્રાણઘાતક હુમલો કર્યાની ઘટના સામે આવી છે. ખેતરે જઈ દારૂ ગાળવાની પ્રવૃત્તિમાં ન બોલાવવા ટકોર કરી બાલિયાસણ માધવપુરા વાસમાં રહેતા 26 વર્ષીય પપ્પીબેન અલ્પેશભાઈ ઠાકોરે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના પતિ ગામમાં જ રહેતા ધમાજી દોલતસિંહ દરબારના ખેતરમાં દારૂ ગાળવાની ભઠ્ઠી પર જતા હતા. પતિ નિયમિત ઘરે ન આવતા હોવાથી પપ્પીબેન ખેતરે પહોંચ્યા હતા અને ધમાજી દરબારને તેમના પતિને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ન બોલાવવા બાબતે ટકોર કરી હતી. આ બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી, જેથી મહિલા ઘરે પરત ફરી ગયા હતા. ઘરમાં ઘૂસી ગાળાગાળી કરી લાકડીના ફટકા માર્યા ત્યારબાદ ઉશ્કેરાયેલો ધમાજી દરબાર મહિલાના ઘરે પહોંચ્યો હતો અને પતિને કેમ ભઠ્ઠી પર નથી મોકલતી તેમ કહી ગાળો આપવા લાગ્યો હતો. મહિલાએ ગાળો બોલવાની ના પાડતા ધમાજીએ ઘરમાં પડેલી લાકડી વડે મહિલાના માથામાં અને પીઠના ભાગે સપાટા મારી દીધા હતા. હુમલાને કારણે મહિલા લોહીલુહાણ થઈ ઢળી પડ્યા હતા. બૂમાબૂમ થતાં મહિલાના જેઠ અને બહેન દોડી આવ્યા હતા, જેથી હુમલાખોર ધમાજી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. માથામાં ટાંકા આવ્યા, મહેસાણા સિવિલમાં સારવાર ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં માથાના ભાગે ટાંકા લેવા પડ્યા હતા. આ અંગે લાઘણજ પોલીસે ઈજાગ્રસ્ત મહિલાની ફરિયાદના આધારે ધમાજી દોલતસિંહ દરબાર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    પુણા વિસ્તારમાં ઘરમાં જ ચાલતો હતો દેહ વ્યાપાર:ઈન્ડસ્ટ્રીયલ એરિયા પાસેના મકાનમાં દરોડા, સંચાલક અને ગ્રાહક ઝડપાયા; ડિજિટલ પેમેન્ટથી થતાં હતા વ્યવહારો
    Next Article
    રાજ્યમાં આશ્રમ શાળાઓની દયનીય સ્થિતિ: હાઈકોર્ટ:સરકારી નોકરી જેવી સુરક્ષા જોઇએ પણ આંતરિયાળ ગામડાઓમાં કામ નથી કરવું, બધાને અમદાવાદમાં જ રહેવું છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment