Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યમાં આશ્રમ શાળાઓની દયનીય સ્થિતિ: હાઈકોર્ટ:સરકારી નોકરી જેવી સુરક્ષા જોઇએ પણ આંતરિયાળ ગામડાઓમાં કામ નથી કરવું, બધાને અમદાવાદમાં જ રહેવું છે

    9 hours ago

    ગુજરાત હાઇકોર્ટમાં આશ્રમશાળાના વ્યવસ્થાપનને લઈને આજે સુનાવણી યોજાઈ હતી, જેમાં સરકારી વકીલે આજે જણાવ્યું હતું કે, આશ્રમ શાળાને શિક્ષણ વિભાગ અંતર્ગત લેવા નિયમો બની રહ્યા છે. અરજદાર શિક્ષકો NGO સંચાલિત આશ્રમ શાળામાં કામ કરે છે, બીજી શાળાઓ ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન કમિટી અંતર્ગત આવે છે. તેઓની ફરિયાદ ગ્રેજ્યુઇટી અને પેન્શનમાં વિસંગતતાઓને લઈને છે. આશ્રમ શાળાઓમાં પે સ્કેલ 5200 અને ગ્રેડ પે 2800 વર્ષ 2002 ના નિયમો મુજબ તે પહેલા જૂની પેન્શન સ્કીમ ચાલુ હતી, ત્યારબાદ નવી પેન્શન સ્કીમ અમલમાં આવી હતી. સરકારી ઠરાવ મુજબ ગ્રેજ્યુઇટી અને પેન્શનના લાભો આપવામાં આવે છે. અરજદારોનું કહેવું છે કે તેમને GPF નથી મળતું, જે સરકારી શિક્ષકોને મળે છે. GPF એકાઉન્ટ ખોલવા માટેની પ્રક્રિયા ચાલુ છે. આશ્રમ શાળાઓમાં પે સ્કેલ 5200 અને ગ્રેડ પે 2800, તેમજ ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન કમિટી અંતર્ગતની શાળાઓમાં પે સ્કેલ 9300 અને ગ્રેડ પે 4200 નો નક્કી હતો. સરકારી ઠરાવો દ્વારા તેમાં વખતો વખત સુધારા કરવામાં આવ્યા છે. બધાંને સરકારી કર્મચારી ગણવાની માંગ સ્વીકારી શકાય નહીં કોર્ટે કહ્યું હતું કે એટલે જ સરકારને આ મામલે નિયમો બનાવવા કહેવામાં આવ્યું છે, સરકાર ઠરાવ કરીને આ શાળાઓ ચલાવતી આવી છે. સરકારી વકીલે કહ્યું હતું કે આ ઉપરાંત અરજદાર શિક્ષકોનો રજાનો મામલો પણ છે, જે નિયમો મુજબ મળે છે. પરંતુ બધાંને સરકારી કર્મચારી ગણવાની માંગ સ્વીકારી શકાય નહીં. શાળાઓમાં ભરતી થતા શિક્ષકોની લાયકાત શું હશે? કોર્ટે કહ્યું હતું કે, સરકાર શાળાઓ ચલાવવા માટે NGO ને પૈસા આપે છે. પરંતુ તેમની ઉપર સરકારનો કોઈ કંટ્રોલ નથી. વળી આ શાળાઓમાં ભરતી થતા શિક્ષકોની લાયકાત શું હશે? કારણ કે ભરતી પણ શાળાનું મેનેજમેન્ટ કરે છે, પછી સવાલો ઉઠે છે કે તેમને સમાનતા નથી મળતી. નિયમો બનાવો કે ગ્રાન્ટ લેતી શાળાઓનું મેનેજમેન્ટ વાંકમાં આવે તો તેને સુપરસિડ કરી દેવામાં આવે. વળી એક વખત આશ્રમ શાળામાં શિક્ષકની ભરતી થયા બાદ, તેની આશ્રમ શાળા સિવાય બીજી કોઈ શાળામાં બદલી થવી જોઈએ નહીં. વળી વર્તમાન અરજીમાં એ જ લોકોને પાત્ર ગણવામાં આવશે જેઓ વર્તમાનમાં સર્વિસમાં છે. 'ખરેખરમાં આશ્રમ શાળાઓની સ્થિતિ દયનીય છે' ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીના નિર્દેશથી ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીના અધિકારીઓએ આશ્રમ શાળાઓમાં જઈને તપાસ કરી છે. ખરેખરમાં આશ્રમ શાળાઓની સ્થિતિ દયનીય છે! અહીં ભણાવવા માટે શિક્ષકો જ નથી. કોઈને ગામડામાં જઈને પ્રાથમિક શાળામાં કામ જ નથી કરવું! આવું ચાલે, તો આંતરિયાળ ગામોમાં આશ્રમ શાળા ખોલવાનો હેતુ જ માર્યો જાય તેમ છે. ત્યાંના લોકો પાસે સંસાધનો નથી, એટલે જ ત્યાં આશ્રમ શાળા ખોલવામાં આવે છે. 'બધાને અમદાવાદમાં રહેવું છે' આવી જ સ્થિતિનો સામનો હાઇકોર્ટને કરવો પડી રહ્યો છે. જ્યુડિશિયરીમાં પણ આ જ સમસ્યા છે. બધાને અમદાવાદમાં રહેવું છે. કોઈને તાલુકા કોર્ટમાં કામ નથી કરવું. આશ્રમ શાળાઓના સંચાલન માટે સરકાર ફંડ આપે છે, તે જ પૂરતું છે. નવા નિયમો બનવા દેવામાં આવે, વળી આ નિયમો સર્વિસમાં છે તે કર્મચારીઓ માટે જ લાગુ પડશે. ઉપરોક્ત બાબતે વધુ સુનાવણી 4 નવેમ્બરે યોજાશે.
    Click here to Read More
    Previous Article
    'પતિને દારૂની ભઠ્ઠી પર કેમ નથી મોકલતી?':મહેસાણાના બાલિયાસણમાં ઘરમાં ઘૂસી પરિણીતા પર લાકડીથી હુમલો, માથું ફોડી બુટલેગર ફરાર
    Next Article
    ચા ન મંગાવતા મિત્રએ કરી મિત્રની હત્યા:સુરેન્દ્રનગર નવા જંકશન પાસે મિત્રના ગળા અને માથામાં છરીના ઘા ઝીંકીને હત્યા કરી, આરોપી ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment