Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પુણા વિસ્તારમાં ઘરમાં જ ચાલતો હતો દેહ વ્યાપાર:ઈન્ડસ્ટ્રીયલ એરિયા પાસેના મકાનમાં દરોડા, સંચાલક અને ગ્રાહક ઝડપાયા; ડિજિટલ પેમેન્ટથી થતાં હતા વ્યવહારો

    7 hours ago

    સુરત શહેરમાં ગુનાખોરી ડામવા પોલીસ સતત એક્શન મોડમાં છે, ત્યારે પુણા વિસ્તારમાં એક મોટા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. નજીકમાં આવેલા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર અને નાના-મોટા કારખાનાઓની આડમાં અહીંના એક શાંત રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર દેહવ્યાપારનો ધંધો ધમધમતો હતો. પુણા પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે માતૃશક્તિ સોસાયટીના વિભાગ-સીમાં આવેલા મકાન નંબર સી/187 માં અચાનક દરોડા પાડવામાં આવ્યા હતા. આ રેઈડ દરમિયાન પોલીસે દેહવ્યાપારના કાળા કારોબારનો પર્દાફાશ કરી 3 જેટલી મજબૂર મહિલાઓને મુક્ત કરાવી છે. 6 મહિનાથી ભાડાના મકાનમાં ચાલતો હતો ગોરખધંધો પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર, આ ગોરખધંધાનો મુખ્ય સંચાલક બિપીન ઉર્ફે રાજુ પીઠાભાઇ નકુમ (ઉ.વ. 38, મૂળ રહે. ભાવનગર) છે. તેણે માતૃશક્તિ સોસાયટીમાં આ મકાન ભાડે રાખ્યું હતું. છેલ્લા 6 મહિનાથી તે પોતાના આર્થિક ફાયદા માટે બહારથી 3 મહિલાઓને અહીં લાવીને તેમની પાસે દેહ વ્યાપારની પ્રવૃત્તિ કરાવતો હતો. ગ્રાહકો પાસેથી તગડી રકમ વસૂલીને બિપીન પોતાનું કમિશન કાઢી લેતો હતો. આસપાસ રહેતા પરિવારોને શંકા ન જાય તે રીતે આખો નેટવર્ક ચલાવવામાં આવતો હતો. 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, ગ્રાહક પણ ઝડપાયો પુણા પોલીસે ઘટનાસ્થળેથી રોકડા રૂપિયા 3,000, રૂપિયા 1,03,000 ની કિંમતના 3 મોબાઈલ ફોન, એક ફોન પે (PhonePe) સ્કેનર અને મકાનના લાઈટ બિલની નકલ સહિત કુલ રૂપિયા 1,06,000 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ ઉપરાંત, પોલીસે રેઈડ દરમિયાન હાજર લસકાણાના રહેવાસી અને વ્યવસાયે બાંધકામ સાથે સંકળાયેલા ગ્રાહકને પણ રંગેહાથ ઝડપી પાડ્યો હતો. ડિજિટલ પેમેન્ટ લેવા માટે રાખવામાં આવેલું સ્કેનર પણ જપ્ત કરવામાં આવ્યું છે. 3 મહિલાઓને નર્કમાંથી મુક્ત કરાવાઈ પોલીસે સંચાલક બિપીન નકુમ અને ગ્રાહક વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધીને આગળની વધુ તપાસ પુણા પોલીસ સ્ટેશનને સોંપી છે. આ કાર્યવાહીમાં સૌથી મોટી રાહતની વાત એ છે કે, દેહ વ્યાપારની આ બદીમાં ફસાયેલી 3 ભારતીય મહિલાઓને પોલીસે સહીસલામત મુક્ત કરાવી છે. રહેણાંક વિસ્તારમાં ચાલી રહેલી આ અસામાજિક પ્રવૃત્તિ બંધ થતા સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે.
    Click here to Read More
    Previous Article
    શૈલેષભાઈ ધોપલને ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રદેશ મંત્રી બનાવાયા:રાવળદેવ સમાજના યુવા આગેવાનને મળી મહત્વની જવાબદારી, સમાજમાં ખુશી
    Next Article
    'પતિને દારૂની ભઠ્ઠી પર કેમ નથી મોકલતી?':મહેસાણાના બાલિયાસણમાં ઘરમાં ઘૂસી પરિણીતા પર લાકડીથી હુમલો, માથું ફોડી બુટલેગર ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment