Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત મનપાના અધિકારીઓના પોર્ટફોલિયોમાં બદલાવ:ડે. કમિશનરને સ્વચ્છતા-કચરા નિકાલની જવાબદારી સોંપાઈ, મૌલિક રાવને સોલિડ વેસ્ટ અને મિતા ગાંધીને વરાછા ઝોનની વધારાની કામગીરી

    11 hours ago

    સુરત મહાનગરપાલિકાના વહીવટી તંત્રની કામગીરીને વધુ ગતિશીલ અને અસરકારક બનાવવા મ્યુનિસિપલ કમિશનર દ્વારા મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. સેન્ટ્રલ એસ્ટાબ્લિશમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા જારી કરાયેલા નવા ઓફિસ ઓર્ડર મુજબ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને IAS અધિકારી સ્મિત સંતોષ લોઢાને આગામી આદેશ ન થાય ત્યાં સુધી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટનો સંપૂર્ણ અંકુશ અને સુપરવિઝન સોંપવામાં આવ્યું છે. સુરત શહેરની સ્વચ્છતા, કચરાના નિકાલ અને પ્રોસેસિંગની કામગીરીને વધુ સુદ્રઢ કરવાના હેતુથી આ નિર્ણય લેવાયો છે. એક્ઝિક્યુટિવ એન્જિનિયર મૌલિક રાવને સોલિડ વેસ્ટમાં વધારાનો ચાર્જ IAS અધિકારી ઉપરાંત ટેકનિકલ સંવર્ગના અધિકારીઓની કામગીરીમાં પણ વધારો કરવામાં આવ્યો છે. પૂર્વ ઝોન (વરાછા)ના એક્ઝિક્યુટિવ એન્જિનિયર (સિવિલ) મૌલિક એમ. રાવને તેમની મૂળ ફરજોની સાથે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં વધારાની કામગીરી સોંપવામાં આવી છે. તેઓ પોતાની હાલની જવાબદારીઓ ઉપરાંત આ નવો ચાર્જ સંભાળશે. જોકે, પાલિકાના આદેશ મુજબ તેમનો પગાર પૂર્વ ઝોન (વરાછા)માંથી જ આહરિત કરવામાં આવશે. મિતા ગાંધીને વરાછા ઝોનની દેખરેખ સોંપાઈ, અન્ય વિભાગો યથાવત પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેલના એક્ઝિક્યુટિવ એન્જિનિયર (સિવિલ) મિતા બી. ગાંધીના કાર્યભારમાં પણ નોંધપાત્ર વધારો કરાયો છે. તેઓ હાલ હેરિટેજ સેલ, સ્વિમિંગ પૂલ, પબ્લિક પાર્ક્સ એન્ડ ગાર્ડન, સેન્ટ્રલ ડિઝાઇન સેલ અને સુરત સિટી ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન જેવા મહત્વના વિભાગો સંભાળી રહ્યા છે. હવે તેમને આ ફરજો ઉપરાંત પૂર્વ ઝોન (વરાછા)ના એક્ઝિક્યુટિવ એન્જિનિયર તરીકેની વધારાની કામગીરીની દેખરેખ પણ સુપરત કરવામાં આવી છે. આદેશમાં સ્પષ્ટ કરાયું છે કે આ ત્રણ અધિકારીઓ સિવાય અન્ય કોઈપણ ડિવિઝનલ હેડ કે પ્રોજેક્ટ્સના કાર્યક્ષેત્રમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
    Click here to Read More
    Previous Article
    જૂનાગઢમાં ચૂંટણી પહેલાં જ રોટેશન લીક થતાં રાજકીય ભૂકંપ:સરપંચોની અનામત બેઠકોનું લિસ્ટ વાયરલ, વિપક્ષે ફોજદારી ગુનો નોંધવા કરી માંગ
    Next Article
    નવસારી BAPS મંદિરમાં જળજીલણી એકાદશીએ ભગવાનને જલવિહાર કરાવ્યો:સંતો અને ભક્તોએ ઉત્સાહભેર ઉજવ્યો ઉત્સવ, પાંચ વખત કરાવાયો જળવિહાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment