Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢમાં ચૂંટણી પહેલાં જ રોટેશન લીક થતાં રાજકીય ભૂકંપ:સરપંચોની અનામત બેઠકોનું લિસ્ટ વાયરલ, વિપક્ષે ફોજદારી ગુનો નોંધવા કરી માંગ

    14 hours ago

    જૂનાગઢ જિલ્લામાં આગામી દિવસોમાં યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ પહેલાં જ રાજકીય માહોલ ભારે ગરમાઈ ગયો છે. જિલ્લાના જૂનાગઢ અને વિસાવદર તાલુકાના સરપંચોના અનામત તથા બિન-અનામત બેઠકોના રોટેશનનું એક કોષ્ટક અધિકૃત રીતે જાહેર થાય તે પહેલાં જ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયું છે. આ ઘટનાને પગલે સરકારી તંત્રની લાપરવાહી સામે અનેક સવાલો ઊભા થયા છે. સોશિયલ મીડિયામાં ફરતા થયેલા આ લિસ્ટના કારણે સ્થાનિક સ્તરે રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે. એક તરફ પોતાના માનીતાઓને સરપંચ બનાવવાની ઘેલછા અને ગોપનીયતાના લીરેલીરા ઉડાડવાની મનોવૃત્તિ સ્પષ્ટપણે છતી થઈ રહી છે તો બીજી તરફ વિરોધ પક્ષોએ આ મુદ્દે ચૂંટણી પંચ અને સ્થાનિક પ્રશાસન ઉપર ગંભીર આક્ષેપો કર્યા છે. "ભાજપને ફાયદો કરાવવા અધિકારીઓએ માહિતી લીક કરી" - કોંગ્રેસ પ્રમુખ જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલે આ મુદ્દે તંત્ર અને શાસક પક્ષ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું છે કે, સરપંચોની ચૂંટણીને લઈને જે રીતે એક લેટર વાયરલ થયો છે, તે ચૂંટણી પંચની નિષ્પક્ષતા ઉપર સીધી આંગળી ચીંધવા જેવી બાબત છે. આ પહેલાં પણ રોટેશન પદ્ધતિની સરકારી માહિતી અગાઉથી વાયરલ થઈ ગઈ હોવાના બનાવો બની ચૂક્યા છે. આવી અતિ સંવેદનશીલ અને ગોપનીય બાબતો અંદરોઅંદરથી લીક કરનારાઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને જવાબદારો સામે તાત્કાલિક ફોજદારી ગુનો દાખલ કરવો જોઈએ. દેશમાં ચૂંટણી પંચ એક સ્વતંત્ર બંધારણીય સંસ્થા છે અને તેની ગોપનીયતા જાળવવી અત્યંત જરૂરી છે. જૂનાગઢ અને વિસાવદર તાલુકાનું આ રોટેશન બહાર આવવાનો સીધો અર્થ એ થાય છે કે ભાજપના ચોક્કસ આગેવાનો એડવાન્સમાં પોતાની અનુકૂળતા મુજબ ફેરફાર કરવાની ગોઠવણો કરી રહ્યા હતા. સરકારી બાબુઓની મિલીભગત વગર આ ક્યારેય શક્ય ન બને, તેથી સમગ્ર પ્રકરણની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ. "પેપર લીકની જેમ રોટેશન પણ સાચું નીકળશે તો શું?": આપ નેતા બીજી તરફ આમ આદમી પાર્ટીના નેતા રાજુ બોરખતરીયાએ પણ ચૂંટણી પંચ અને સ્થાનિક પ્રશાસનની આ ઘોર લાપરવાહી સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે વિસાવદર વિધાનસભા હેઠળના જૂનાગઢ અને વિસાવદર તાલુકાની ચૂંટણી જાહેર થાય તે પહેલાં રોટેશન બજારમાં અને સોશિયલ મીડિયામાં ફરતું થઈ ગયું છે. સરકારી તંત્રના જ લોકોએ વિસાવદર અને જૂનાગઢની અંદર ચૂંટણી પંચની ગોપનીયતાનો ભંગ કર્યો છે. કલેક્ટર કચેરીની ચૂંટણી શાખા, તાલુકા પંચાયત કે મામલતદાર કચેરી સાથે સંકળાયેલા ભેજાબાજોએ શાસક પક્ષ ભાજપના લોકોને આ રોટેશન અગાઉથી પહોંચાડી દીધું છે. ભૂતકાળમાં જેમ સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર લીક થયા બાદ જે બહાર આવ્યું હતું એ જ સાચું સાબિત થતું હતું તેમ આ રોટેશન પણ સાચું નીકળશે તો શું જવાબ આપશે તંત્ર? માનીતા લોકોને ગેરવાજબી લાભ અપાવવા આવી રીતે નિયમો નેવે મૂકવા એ લોકશાહી માટે અત્યંત ઘાતક બાબત છે. આ વાયરલ કરનારા અને તેની સાથે જોડાયેલા તમામ અધિકારીઓ સામે કડક પગલાં ભરાવા જોઈએ. "યાદી હજુ બની જ નથી, ભ્રમ ફેલાવનારા સામે થશે કાયદેસર પગલાં": અધિક કલેક્ટર આ સમગ્ર વિવાદ અને વિપક્ષોના આકરા આક્ષેપો વચ્ચે નિવાસી અધિક કલેક્ટર બી.એસ.બારડે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, આગામી ચૂંટણીઓના સંદર્ભમાં રોટેશનની વહીવટી પ્રક્રિયા હાલ ચાલુ છે અને અધિકૃત રીતે કચેરી તરફથી કોઈ રોટેશન આખરી થઈને તૈયાર થયું જ નથી. તેથી લિસ્ટ લીક થવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. સોશિયલ મીડિયામાં જે કોષ્ટક કે રોટેશન વાયરલ થઈ રહ્યું છે તે સરકારી તંત્ર દ્વારા અધિકૃત રીતે તૈયાર કરવામાં આવેલું નથી. જો કોઈ અસામાજિક તત્વો આવી રીતે ખોટા કાગળો બનાવી વાયરલ કરી સામાન્ય જનતા અને સંભવિત દાવેદારોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા હશે, તો આ સમગ્ર બાબતે તટસ્થ તપાસ કરવામાં આવશે અને ખોટો ભ્રમ ફેલાવનારાઓ સામે કાયદાકીય જોગવાઈ મુજબ કડક પગલાં લેવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    સુપ્રીમ કોર્ટ બાર કાઉન્સિલના અધિકારોની તપાસ કરશે:કહ્યું- BCIની જવાબદારી લાઇસન્સ આપ્યા પછી શરૂ થાય છે; NALSAR ગ્રેજ્યુએટ્સની નોંધણી રોકી હતી
    Next Article
    સુરત મનપાના અધિકારીઓના પોર્ટફોલિયોમાં બદલાવ:ડે. કમિશનરને સ્વચ્છતા-કચરા નિકાલની જવાબદારી સોંપાઈ, મૌલિક રાવને સોલિડ વેસ્ટ અને મિતા ગાંધીને વરાછા ઝોનની વધારાની કામગીરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment