Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ગરૂડેશ્વર હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લીધી:દર્દીઓની સુવિધા માટે નવા ભવન અને ડાયાલિસિસ સેવા શરૂ કરવા નિર્દેશ આપ્યા

    8 hours ago

    આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ગરૂડેશ્વરની સરકારી SDH હોસ્પિટલની રાત્રે 9.30 કલાકે અચાનક મુલાકાત લીધી હતી. તેમની મુલાકાતથી અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી. મંત્રીએ ડોકટરો અને કર્મચારીઓની હાજરી તપાસી હતી. તેમણે દર્દીઓની સુવિધાઓ અંગે પણ ચકાસણી કરી હતી. મંત્રીએ હોસ્પિટલના અલગ અલગ વિભાગોનું નિરીક્ષણ કર્યું. તેમણે દર્દીઓને અપાતી સારવાર, દવાઓની ઉપલબ્ધતા, સ્વચ્છતા અને ઇમરજન્સી સેવાઓ જોઈ. લેબોરેટરી વ્યવસ્થા અને હોસ્પિટલના કામકાજની પણ સમીક્ષા કરી. તેમણે સારવાર લઈ રહેલા દર્દીઓ અને તેમના પરિવારજનો સાથે વાતચીત કરી. હોસ્પિટલમાં મળતી સુવિધાઓ વિશે તેમનો પ્રતિભાવ પણ જાણ્યો. મુલાકાત દરમિયાન મંત્રીના ધ્યાનમાં આવ્યું કે ગરૂડેશ્વર SDH હોસ્પિટલમાં ઘણા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. આ કારણે હાલની સુવિધાઓ પર દબાણ વધી રહ્યું છે. આ વિસ્તારમાં જરૂર હોવા છતાં હોસ્પિટલમાં ડાયાલિસિસ જેવી મહત્વની સેવા ઉપલબ્ધ નથી. આ બાબતને ગંભીરતાથી લઈને આરોગ્ય મંત્રીએ તરત જ PIU વિભાગના ઉચ્ચ અધિકારી સાથે ફોન પર વાત કરી. તેમણે હોસ્પિટલમાં વધારાની સુવિધાઓ, દર્દીઓ માટે જરૂરી વ્યવસ્થા અને ડાયાલિસિસ સેવા શરૂ કરવા તાત્કાલિક પગલાં લેવા સ્પષ્ટ સૂચના આપી. દર્દીઓના પરિવારજનો આરામથી રહી શકે તે માટે નવા ભવન બનાવવાની પ્રક્રિયા પણ તરત શરૂ કરવા અધિકારીઓને કહ્યું. આ પ્રસંગે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું કે, "દર્દીઓને સારવારમાં કોઈ તકલીફ ન પડે. નજીકના આરોગ્ય કેન્દ્રોમાં જ તેમને સારી સારવાર મળે તે રાજ્ય સરકારની સૌથી મોટી પ્રાથમિકતા છે. જ્યાં જરૂર હશે ત્યાં આરોગ્ય માળખાને વધુ મજબૂત બનાવી નવી સુવિધાઓ આપવામાં આવશે."
    Click here to Read More
    Previous Article
    નવસારીમાં શ્રીજીને 75 કિલોનું વિરાટ ‘મોહનથાળ સમોસું’ અર્પણ:આનંદ ભુવન ચાલના ગણેશોત્સવને 75 વર્ષ પૂર્ણ, ગુજરાતી-મહારાષ્ટ્રીયન સમાજે સાથે મળીને ઉજવ્યો અમૃત મહોત્સવ
    Next Article
    ફોરેક્સમાં મોટો નફો અપાવવાની લાલચ આપી છેતરપિંડી:યુવક સાથે 3.95 લાખ રૂપિયા પડાવ્યા, શરૂઆતમાં રૂ.900 પરત આપી વિશ્વાસ કેળવ્યા બાદ ઠગાઈ આચરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment