Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં શ્રીજીને 75 કિલોનું વિરાટ ‘મોહનથાળ સમોસું’ અર્પણ:આનંદ ભુવન ચાલના ગણેશોત્સવને 75 વર્ષ પૂર્ણ, ગુજરાતી-મહારાષ્ટ્રીયન સમાજે સાથે મળીને ઉજવ્યો અમૃત મહોત્સવ

    9 hours ago

    નવસારી શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી ઐતિહાસિક આનંદ ભુવન ચાલ ખાતે આ વર્ષે ગણેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આનંદ ભુવન ચાલમાં યોજાતા ગણેશોત્સવને 75 વર્ષ પૂર્ણ થતાં આ વર્ષની ઉજવણીને ‘અમૃત મહોત્સવ’ તરીકે ઉજવવામાં આવી રહી છે. આ પ્રસંગે ગણેશજીના ચરણોમાં 75 કિલો વજનનું અનોખું ‘મોહનથાળ નિર્મિત સમોસું’ અર્પણ કરવામાં આવ્યું હતું, જે નવસારીમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આનંદ ભુવન ચાલમાં ગણેશોત્સવનો અમૃત મહોત્સવ ઉજવાયો આનંદ ભુવન ચાલમાં છેલ્લા સાડા સાત દાયકાથી મહારાષ્ટ્રીયન, ગુજરાતી સહિત વિવિધ સમાજના લોકો નાત-જાતના ભેદભાવ વિના એકસાથે મળી ગણેશોત્સવની ઉજવણી કરે છે. ગણેશોત્સવના 75મા વર્ષમાં મંગળ પ્રવેશ નિમિત્તે મંડળ દ્વારા મુંબઈથી ‘આનંદ ભુવનચા મહારાજા’ની આકર્ષક ગણેશ પ્રતિમા લાવવામાં આવી હતી. પ્રતિમાનું ભવ્ય આગમન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પંડાલમાં પણ ધાર્મિક થીમ આધારિત વિશેષ ડેકોરેશન કરવામાં આવ્યું છે. 75 કિલોના સમોસામાં 45 કિલો મોહનથાળનું પુરણ ગણેશોત્સવના અમૃત મહોત્સવને યાદગાર બનાવવા માટે નવસારી સ્ટેશન રોડ પર આવેલા ‘યોગેશ્વર વડાપાંઉ’ના સંચાલકો સુરેશ પાંડે અને લક્ષ્મીકાંત પાંડે દ્વારા અનોખો પ્રસાદ તૈયાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ગણેશોત્સવના 75મા વર્ષની ઉજવણીની યાદમાં તેમણે ગણેશજીના ચરણોમાં 75 કિલો વજનનું વિશાળ ‘મોહનથાળ સમોસું’ અર્પણ કર્યું હતું. આ વિશાળ સમોસામાં 45 કિલો મોહનથાળનો પડ અને બહારના કવર માટે 30 કિલો મેંદાની પટ્ટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેને તૈયાર કરવા માટે 8 જેટલા કારીગરોએ સતત 10 કલાક સુધી મહેનત કરી હતી. આટલા મોટા સમોસાને તળવા માટે 22 ડબ્બા તેલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મહાઆરતી બાદ ભક્તોમાં પ્રસાદનું વિતરણ મંડળના આશિષ શિંદેએ જણાવ્યું હતું કે આનંદ ભુવનચા મહારાજાના 75મા વર્ષની ઉજવણી અંતર્ગત 75 કિલોનું આ વિશેષ સમોસું ગણેશજીના ચરણોમાં અર્પણ કરવામાં આવ્યું છે. મહાઆરતી પૂર્ણ થયા બાદ આ વિશેષ પ્રસાદ દર્શનાર્થે આવતા ભક્તો તેમજ નવસારીના લોકોમાં વિતરણ કરવામાં આવશે. આનંદ ભુવન ચાલના ગણેશોત્સવની 75 વર્ષની પરંપરાને યાદગાર બનાવવા માટે આગામી વર્ષોમાં પણ ધાર્મિક થીમ આધારિત ડેકોરેશન કરવામાં આવશે અને ભક્તોને વિશેષ દર્શનનો લાભ મળે તે માટે આયોજન કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    100 વર્ષથી વધુ જૂના હાઇફા યુદ્ધમાં ભાવનગરના શૂરવીરોની વીરગાથા:ઐતિહાસિક હાઇફા યુદ્ધમાં ભાવનગરના મહારાજા ભાવસિંહજી બીજાએ મોકલેલા ભાવનગર ઇમ્પિરિયલ સર્વિસ લાન્સર્સની મહત્વની ભૂમિકા
    Next Article
    આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ગરૂડેશ્વર હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લીધી:દર્દીઓની સુવિધા માટે નવા ભવન અને ડાયાલિસિસ સેવા શરૂ કરવા નિર્દેશ આપ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment