Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    100 વર્ષથી વધુ જૂના હાઇફા યુદ્ધમાં ભાવનગરના શૂરવીરોની વીરગાથા:ઐતિહાસિક હાઇફા યુદ્ધમાં ભાવનગરના મહારાજા ભાવસિંહજી બીજાએ મોકલેલા ભાવનગર ઇમ્પિરિયલ સર્વિસ લાન્સર્સની મહત્વની ભૂમિકા

    8 hours ago

    જોધપુર, મૈસૂર અને ભાવનગરની ટુકડીઓએ બ્રિગેડ હેઠળ યુદ્ધમાં ભાગ લીધો હતો ભારતીય ઘોડેસવાર સેનાના પરાક્રમની યાદમાં દર વર્ષે 23 સપ્ટેમ્બરે ઉજવાય છે હાઇફા દિવસ 23 સપ્ટેમ્બર 1918ના રોજ પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન લડાયેલું હાઇફાનું યુદ્ધ સૈન્ય ઇતિહાસની સૌથી અદ્ભુત અને વીરતાપૂર્ણ ઘોડેસવાર લડાઇઓ પૈકીની એક ગણાય છે હાલ ઇઝરાયેલમાં આવેલા હાઇફા શહેરને ઓટોમન અને જર્મન સેનાના કબ્જામાંથી મુક્ત કરાવવામાં ભારતના રજવાડાઓની સેના '15th Cavalry Brigade' એ અદભુત પરાક્રમ દર્શાવ્યું હતું. આ બ્રિગેડમાં જોધપુર, મૈસૂર અને ભાવનગર રાજ્યની ટુકડીઓ સામેલ હતી, જેમાં ભાવનગરના મહારાજા ભાવસિંહજી (બીજા) દ્વારા મોકલવામાં આવેલ 'ભાવનગર ઇમ્પિરિયલ સર્વિસ લાન્સર્સ' એ અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી., માઉન્ટ કાર્મેલ પહાડ પરથી મશીનગન અને તોપોથી સજ્જ તુર્કી સેના સામે જોધપુર અને મૈસૂર લાન્સર્સે ભાલા અને તલવારોથી હુમલો કર્યો હતો, ત્યારે ભાવનગર લાન્સર્સે યુદ્ધના મેદાનમાં નિર્ણાયક સહયોગ આપ્યો હતો, ભાવનગર લાન્સર્સે રિઝર્વ ફોર્સ તરીકે મોરચો સંભાળીને સપ્લાય લાઇન જાળવી રાખી હતી અને યુદ્ધ ક્ષેત્રે દારૂગોળો પહોંચાડવાની મહત્વપૂર્ણ જવાબદારી નિભાવી હતી. યુદ્ધ બાદ ભારતીય બ્રિગેડે આશરે 1350 તુર્કી અને જર્મન સૈનિકોને બંદી બનાવ્યા હતા. ભાવનગર લાન્સર્સે આ કેદીઓની કસ્ટડી અને શહેરની અંદર સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરી હતી, હાઇફા પોર્ટ અને રેલવે લાઇન સુધી પહોંચીને સમગ્ર વિસ્તારને સુરક્ષિત કરવામાં ભાવનગરના દળોએ આગળ વધીને મહત્વનો ભાગ ભજવ્યો હતો. ભાવનગર લાન્સર્સના આ શૌર્યના અનેક વૈશ્વિક અને સરકારી દસ્તાવેજી પુરાવાઓ ઉપલબ્ધ છે, દિલ્હીના પ્રસિદ્ધ 'તીન મૂર્તિ હાઇફા ચોક' પર આવેલી તકતીઓમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે આ સ્મારક Jodhpur, Mysore, અને Bhavnagar Imperial Service Lancers ના વીરોની સ્મૃતિમાં સ્થાપિત કરાયું છે., યુનાઇટેડ કિંગડમની નેશનલ આર્કાઇવ્ઝમાં સાચવેલી 15th Imperial Service Cavalry Brigade ની Official War Diary (WO 95/4511) મુજબ ભાવનગર લાન્સર્સે સમગ્ર પેલેસ્ટાઇન કેમ્પેઇન અને હાઇફા વિજયમાં બ્રિગેડને લોજિસ્ટિક્સ અને રિઝર્વ કવર પૂરું પાડ્યું હતું., કોમનવેલ્થ વોર ગ્રેવ્ઝ કમિશન (CWGC) ના મેમોરિયલ રેકોર્ડ્સમાં પણ ભાવનગર રાજ્યના સૈનિકોના યોગદાનની સત્તાવાર નોંધ છે, જૂના દફતરો અને 'The Historical Record of the Imperial Service Troops' પુસ્તક અનુસાર, મહારાજા રાઉલ ભાવસિંહજી (બીજા) એ પોતાની સ્ટેટ ફોર્સિસ બ્રિટીશ-ઇન્ડિયન આર્મીના સહયોગ માટે મિડલ ઇસ્ટ મોકલી હતી. અવિસ્મરણીય 'હાઇફા દિવસ' દુનિયાના ઇતિહાસની આ છેલ્લી સફળ હોર્સ-કેવેલરી ચાર્જ લડાઇ માનવામાં આવે છે.ભારતીય સેના દ્વારા દર વર્ષે 23 સપ્ટેમ્બરના દિવસને હાઇફા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેમાં જોધપુર, મૈસૂર અને ભાવનગરના વીર સૈનિકોની શહાદત અને વીરતાને ભાવપૂર્વક નમન કરવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    ચૂંટણી કમિશનરોની નિમણૂક, સુપ્રીમ કોર્ટનો ચુકાદો વિભાજિત:એક ન્યાયાધીશ કેસને 5 ન્યાયાધીશોની બેન્ચને મોકલવાના પક્ષમાં, બીજાએ વિરોધ કર્યો
    Next Article
    નવસારીમાં શ્રીજીને 75 કિલોનું વિરાટ ‘મોહનથાળ સમોસું’ અર્પણ:આનંદ ભુવન ચાલના ગણેશોત્સવને 75 વર્ષ પૂર્ણ, ગુજરાતી-મહારાષ્ટ્રીયન સમાજે સાથે મળીને ઉજવ્યો અમૃત મહોત્સવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment