Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફોરેક્સમાં મોટો નફો અપાવવાની લાલચ આપી છેતરપિંડી:યુવક સાથે 3.95 લાખ રૂપિયા પડાવ્યા, શરૂઆતમાં રૂ.900 પરત આપી વિશ્વાસ કેળવ્યા બાદ ઠગાઈ આચરી

    7 hours ago

    વડોદરામાં ઓનલાઈન ફોરેક્સ ઈન્વેસ્ટમેન્ટના નામે વધુ વળતરની લાલચ આપી રૂ.3.95 લાખની છેતરપિંડી થયાની ફરિયાદ સામે આવી છે. ખાનગી કંપનીમાં રોકાણ કરવાથી ટૂંકા સમયમાં મોટો નફો મળશે તેવી લાલચ આપી અદીતી નામની યુવતી તથા કબીર સાહેબ નામના વ્યક્તિએ વોટ્સએપ અને ફોન મારફતે સંપર્ક કર્યો હતો. શરૂઆતમાં 30 હજાર રૂપિયાના રોકાણ સામે નફાની રકમમાંથી 900 રૂપિયા ઉપાડી આપીને વિશ્વાસ કેળવ્યા બાદ ફરિયાદી તથા તેના પરિવારજનો અને મિત્રોના બેન્ક ખાતામાંથી કુલ 3.95 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. બાદમાં રોકાણની રકમ ઉપાડવાનો પ્રયાસ કરતાં એકાઉન્ટ બ્લોક હોવાનું જણાતા સાયબર હેલ્પલાઇન 1930 પર ફરિયાદ કરવામાં આવી હતી. વડોદરા નજીક પદમલા ગામની સંગમપાર્ક સોસાયટીમાં રહેતા અને મંજુસર GIDCમાં આવેલી સિક્યુરા મેક્સ કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરતા યુવકે છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તા.18 નવેમ્બર 2025ના રોજ તેમના વોટ્સએપ નંબર પર અજાણ્યા નંબર પરથી Capital FX Stock નામની ફોરેક્સ ઈન્વેસ્ટમેન્ટ કંપનીની જાહેરાત અને અન્ય ગ્રાહકોને થયેલા નફાના સ્ક્રીનશોટ મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ અદીતી નામની યુવતીએ વોટ્સએપ અને ફોન મારફતે સતત સંપર્ક કરી રોકાણ કરવા માટે સમજાવ્યા હતા. ફરિયાદીને એક લિંક મોકલી KYC કરાવવામાં આવ્યું હતું અને Real Desks નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેમાં રોકાણ કરાવવામાં આવ્યું હતું. શરૂઆતમાં રૂ.30 હજારનું રોકાણ કરાવ્યા બાદ એપમાં નફો બતાવવામાં આવ્યો હતો. ફરિયાદીએ પૈસા ઉપાડવાની વાત કરતાં રૂ.900 ઉપાડી આપવામાં આવ્યા હતા. આ રકમ વાસ્તવમાં પરત મળતાં ફરિયાદીને કંપની ઉપર વિશ્વાસ બેઠો હતો. બાદમાં વધુ નફાની લાલચ આપી રૂ.5 લાખના રોકાણ સહિત અલગ અલગ પ્લાન સમજાવવામાં આવ્યા હતા. 21 જાન્યુઆરી 2026 સુધીમાં ફરિયાદી, તેમની પત્ની તથા મિત્રો સહિતના વિવિધ બેન્ક ખાતામાંથી અલગ-અલગ UPI આઈડી મારફતે રૂ.3.95 લાખ ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. રોકાણ બાદ થોડા દિવસ પૈસા ઉપાડવા નહીં અને વધુ રિટર્ન મળશે તેવી વાત કરવામાં આવી હતી. અદીતી તથા કબીર નામના વ્યક્તિ સાથે પણ વાતચીત કરાવવામાં આવી હતી. જોકે થોડા દિવસ બાદ અદીતીએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. ત્યારબાદ ફરિયાદીએ રોકાણની રકમ ઉપાડવાનો પ્રયાસ કરતાં એકાઉન્ટ બ્લોક હોવાનું જણાયું હતું. જેથી તેમણે 1930 સાયબર હેલ્પલાઇન પર ફરિયાદ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ગરૂડેશ્વર હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લીધી:દર્દીઓની સુવિધા માટે નવા ભવન અને ડાયાલિસિસ સેવા શરૂ કરવા નિર્દેશ આપ્યા
    Next Article
    IG નિર્લિપ્ત રાયના નિર્ણયથી રાજકોટ રેન્જમાં ફફડાટ:ડી સ્ટાફ પોલીસ પાસે 7 મુદ્દાની માહિતી માંગી, નામ-એડ્રેસથી લઈ સગા-સંબંધીમાં કોઈ હિસ્ટ્રીશીટર કે બુટલેગર છે કે નહીં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment