Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IG નિર્લિપ્ત રાયના નિર્ણયથી રાજકોટ રેન્જમાં ફફડાટ:ડી સ્ટાફ પોલીસ પાસે 7 મુદ્દાની માહિતી માંગી, નામ-એડ્રેસથી લઈ સગા-સંબંધીમાં કોઈ હિસ્ટ્રીશીટર કે બુટલેગર છે કે નહીં

    7 hours ago

    રાજકોટ રેન્જમાં આવતા ગ્રામ્ય, દેવભૂમિ દ્વારકા, જામનગર અને સુરેન્દ્રનગર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓમાં ફફડાટ જોવા મળી રહી છે. રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા તમામ પોલીસ વડા પાસેથી ડી સ્ટાફનો એક ડિટેઇલ રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે, જેમાં તમામ પોલીસકર્મીઓ અને તેમના સગા-સંબંધીની પણ માહિતી માંગવામાં આવી છે. ખાસ કરીને પોલીસકર્મીઓના સગા-સંબંધીઓમાં કોઈ ગુનેગાર, હિસ્ટ્રીશીટર કે બુટલેગર છે કે નહીં તેની સ્પષ્ટ માહિતી માંગવામાં આવી છે. જેના આધારે આગામી દિવસોમાં તમામ જિલ્લાના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ડી સ્ટાફના કર્મચારી અને તેમની કાર્યપદ્ધિમાં મોટો ફેરફાર કરી શકાય. કાયદા વિરૂદ્ધ કામ કરતા કર્મચારીઓ સામે સસ્પેન્શનની કાર્યવાહી રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાય પોતાની કાર્યશૈલીથી આખા ગુજરાતમાં જાણીતા છે. કાયદામાં કોઈપણ પ્રકારે બાંધછોડ કરવામાં તેઓ માનતા નથી અને તેમાં પણ ખાસ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ જો પોતાના કામમાં બાંધછોડ કરી કાયદા વિરૂદ્ધ કામ કરે તો તેમની સામે સસ્પેન્શન સુધીની કાર્યવાહી કરતા તેઓ ખચકાતાં નથી. પોલીસ કર્મચારીઓ પાસેથી 7 મુદ્દાની માહિતી મંગાવી રેન્જ IG તરીકે નિમણૂંક થયા બાદ આખા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં ફેરફાર જોવા મળી રહ્યો છે અને પોલીસની કોઈ ભૂમિકા સામે આવે તો સસ્પેન્ડ કરવાના અનેક બનાવો સામે આવી ચૂક્યા છે, ત્યારે નિર્લિપ્ત રાય દ્વારા એક ખાસ નિર્ણય કરવામાં આવ્યો છે અને રેન્જ હેઠળ આવતા તમામ જિલ્લામાં પોલીસની કામગીરી સારી રીતે થયા તે માટે અલગ અલગ 7 મુદ્દાની માહિતી માંગવામાં આવી છે. નામ, એડ્રેસથી લઈને શું સંબંધ છે તેની માહિતી આપવી પડશે ડી સ્ટાફમાં ફરજ બજાવતા અધિકારી, કર્મચારીનું નામ, તેમનું મૂળ વતન, હાલનું સરનામું, કેટલા સમયથી ડી સ્ટાફમાં ફરજ બજાવે છે, કોઈ સગા-સંબંધી ગુનેગાર, હિસ્ટ્રીશીટર કે બુટલેગર છે કે નહીં, જો હોય તો તેમનું નામ અને તેમની સાથે શું સંબંધ છે તે અંગેની માહિતી માંગી છે. ડી સ્ટાફમાં સ્વચ્છ છબી ધરાવતા પોલીસકર્મીઓ ફરજ બજાવશે આ માહિતી તૈયાર કરી રેન્જ IGને મોકલવાનો આદેશ કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં તમામ જિલ્લા પોલીસ સ્ટેશનથી આવેલી માહિતીના આધારે તપાસ કરી ડી સ્ટાફની અંદર સ્વચ્છ છબી ધરાવતા અને લાયક પોલીસ અધિકારી-કર્મચારી જ ફરજ બજાવે અને તેમની કાર્યપદ્ધતિ LCB માફક જવાબદારી પૂર્વક બનાવવા માટે નિર્દેશ આપવામાં આવી શકે છે. પોલીસને પ્રજાનો સાચો રક્ષક બનાવવાનો પ્રયાસો ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં રાજકોટ રેન્જમાં આવતા જિલ્લાઓના કેટલાક બનાવો પોલીસ અને તેમાં પણ ડી સ્ટાફના માણસોની જવાબદારી સામે આવી હતી. કેટલાક કિસ્સામાં તો પોલીસકર્મીઓ સામે સસ્પેન્શનની કાર્યવાહી પણ કરવામાં આવી હતી, ત્યારે પોલીસની કાર્યપદ્ધતિમાં એક મોટો સુધારો લાવવા આ એક માહિતી સભર રિપોર્ટ મંગાવવામાં આવ્યો હોઈ શકે છે અને પોલીસ પ્રજાનો સાચો રક્ષક સાબિત થઈ શકે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ફોરેક્સમાં મોટો નફો અપાવવાની લાલચ આપી છેતરપિંડી:યુવક સાથે 3.95 લાખ રૂપિયા પડાવ્યા, શરૂઆતમાં રૂ.900 પરત આપી વિશ્વાસ કેળવ્યા બાદ ઠગાઈ આચરી
    Next Article
    खुल गई पोल, सामने आ गया खेल, एक्सप्रेस की रिपोर्ट से मचा तहलका

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment