Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દારૂના નશામાં ક્રેટાચાલક કોન્સ્ટેબલે એક્ટિવાને ટક્કર મારી:ચાંદખેડામાં કાકા-ભત્રીજીને ઈજા, પોલીસે ગાડીમાં બેસાડ્યા તો ગૌરાંગ દવે કહ્યું-કેસ કરી દો

    9 hours ago

    અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં એક્ટિવા ઉપર કાકા ભત્રીજી જઈ રહ્યા હતા, ત્યારે પૂરઝડપે એક ક્રેટાચાલકે એક્ટિવાને ટક્કર મારી હતી. જેમાં કાકા-ભત્રીજી પડી જતા ઇજા થઈ હતી. અકસ્માત કરનાર ક્રેટા ચાલક નરોડા પોલીસ સ્ટેશનનો પોલીસ કર્મચારી દારૂના નશામાં હતો. જેની ટ્રાફિક પોલીસે ગુનો નોંધી ગૌરાંગ દવેની ધરપકડ કરી છે. અકસ્માત બાદની 3 તસવીર ક્રેટાચાલકે ટક્કર મારતાં કાકા-ભત્રીજી પડી જતાં ઈજા થઈ કાશીન્દ્રામાં રહેતા 40 વર્ષીય આશિષ પટેલ તેની 15 વર્ષીય ભત્રીજી સાથે એક્ટિવા પર ચાંદખેડાના સ્નેહ પ્લાઝા પાસેથી જઈ રહ્યા હતા, ત્યારે એક ક્રેટા ચાલક ગૌરંગ દવેએ એક્ટિવાને ટક્કર મારી હતી. ગાડીની પાછળથી ટક્કર વાગતા આશિષભાઈ અને તેની ભત્રીજી નીચે પડી ગયા હતાં. જેના કારણે ભત્રીજીને ઇજા પહોંચી હતી, જેથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. નરોડા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ગૌરાંગ દવેની ધરપકડ અકસ્માતનો બનાવ બનતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. લોકોએ જ્યારે અકસ્માત કરનાર ક્રેટા ગાડીમાં તપાસ કરી તો આ ગાડી ચલાવનાર કોન્સ્ટેબલ ગૌરાંગ દવે હતા, જે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. આ પોલીસ કર્મીએ દારૂના નશામાં અકસ્માત કર્યો હતો. અકસ્માત બાદ પણ આ પોલીસકર્મીને કોઈ ભાન ન હતું. પોલીસની ગાડીમાં બેસાડવામાં આવ્યા ત્યારે પણ તે કેસ કરી દો તેવું કહેતા હતા. સમગ્ર મામલે એલ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગૌરાંગ દવે વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી છે.
    Click here to Read More
    Previous Article
    સાવરકુંડલામાં 'લખપતિ ગણપતિ':25 લાખની નોટો અને ડોલરથી શણગાર; જામનગરમાં 18,000 લાડુનો પ્રસાદ ધરાવાયો
    Next Article
    બાપ્પાના ચરણોમાં સંજય દત્ત-માન્યતા:પૂજા દરમિયાન 'બાબા'એ પત્નીના માથા પર તિલક કરી માંગ; લાલબાગચા રાજા પંડાલમાં કેમેરામાં કેદ થઈ ખાસ ક્ષણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment