Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાવરકુંડલામાં 'લખપતિ ગણપતિ':25 લાખની નોટો અને ડોલરથી શણગાર; જામનગરમાં 18,000 લાડુનો પ્રસાદ ધરાવાયો

    9 hours ago

    રાજ્યભરમાં ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. વિવિધ જગ્યાએ અલગ અલગ થીમ તૈયાર કરવામાં આવી રહી છે. ત્યારે અમરેલીના સાવરકુંડલામાં ગણપતિ બાપ્પાનો 25 લાખની નોટો અને ડોલરથી શણગાર કરાયો છે. અહિંના 'લખપતિ ગણપતિ' આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. તો બીજી તરફ જામનગરમાં ‘જય અંબે મિત્ર મંડળ’ દ્વારા 18,000 લાડુનો પ્રસાદ તૈયાર કરી ગણેશજીને ધરાવવામાં આવ્યો છે. છેલ્લા 20 વર્ષથી વધુ સમયથી ઉજવાતા આ ગણેશોત્સવમાં આ વખતે 350થી વધુ શ્રદ્ધાળુઓએ રાતભર સેવા આપીને આ પ્રસાદ બનાવ્યો હતો. સૌથી પહેલા વાત કરીએ સાવરકુંડલાના 'લખપતિ ગણપતિ'ની સાવરકુંડલા શહેરમાં ગણપતિને અનોખો શણગાર કરાયો છે. અહીં બાપ્પાને ગણેશ પંડાલમાં વિરાટ ગણેશજીની પ્રતિમાની આસપાસ રૂ.10 થી લઈને રૂ.500 સુધીની ભારતીય ચલણી નોટો અને ડોલરનો ખાસ શણગાર કરાયો છે. સાવરકુંડલાના સેવાભાવી સદભાવના ગ્રુપ દ્વારા આ ગણેશ પંડાલ તૈયાર કરાયો છે. દસ દિવસ દરમિયાન દરરોજ બાપ્પાને અલગ-અલગ શણગાર આ અનોખો શણગાર જોવા માટે સાવરકુંડલા શહેર ઉપરાંત રાજુલા, જાફરાબાદ, ધારી, બગસરા, વડીયા સહિતના વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવી રહ્યા છે. સદભાવના ગ્રુપ છેલ્લા 15 વર્ષથી ગણેશ મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે. દસ દિવસ દરમિયાન દરરોજ બાપ્પાને અલગ-અલગ પ્રકારના શણગાર કરાઈ છે. આ વર્ષે ભારતીય ચલણી નોટો સાથે ડોલરનો પણ સમાવેશ થતા 'લખપતિ ગણપતિ'નો શણગાર ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. દર્શનાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભક્તો બાપ્પાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. ચલણી નોટની સાથે આ વખતે ડોલર પણ ગોઠવ્યાં દર્શનાર્થી જયેશભાઈએ જણાવ્યું કે, હું સદભાવના ગ્રુપ દ્વારા આયોજીત ગણેશમહોત્સવમાં દસ-પંદર વર્ષથી દર્શન કરવા આવું છું. આ વર્ષે બહુ સરસ આયોજન કર્યું છે. રૂ. 10, રૂ.20, રૂ.50, રૂ.100 અને રૂ. 200ની નોટોની સાથે આ વખતે ડોલર પણ ગોઠવ્યા છે, જે અદભુત છે. સદભાવના ગ્રુપના રાજુ નાગ્રેચાએ જણાવ્યું કે, દર વર્ષની જેમ ગણેશ મહોત્સવનું આ વખતે પણ આયોજન થયું છે. સદભાવના ગ્રુપ ફક્ત ને ફક્ત સેવાકીય પ્રવૃત્તિના લાભાર્થે આ ગણેશ મહોત્સવનું આયોજન કરે છે. રોજ અલગ-અલગ થીમના દર્શન હોય છે. બે દિવસ પહેલા અમરનાથની ગુફાના દર્શન હતા. જામનગરમાં 18,000 લાડુનો પ્રસાદ તૈયાર કરાયો જામનગરમાં ‘જય અંબે મિત્ર મંડળ’ દ્વારા ગણેશ મહોત્સવ નિમિત્તે 18,000 લાડુનો પ્રસાદ તૈયાર કરી ગણેશજીને ધરાવવામાં આવ્યો છે. છેલ્લા 20 વર્ષથી વધુ સમયથી અહિં ગણેશમહોત્સવની ઉજવણી થાય છે. આ પ્રસાદ તૈયાર કરવા માટે મંડળના સભ્યો દ્વારા દિવસ દરમિયાન કાચી સામગ્રી ભેગી કરવામાં આવી હતી. ત્યારબાદ રાત્રિના સમયે વિસ્તારના 200થી વધુ પુરુષો અને 150થી વધુ મહિલાઓએ ભેગા થઈને લાડુ બનાવવાનું કામ શરૂ કર્યું હતું. વહેલી સવાર સુધી ચાલેલી આ સામૂહિક મહેનત બાદ હજારો લાડુ બનીને તૈયાર થયા હતા. દરેક ભાઈ-બહેનોનો ઉત્સાહપૂર્વક સાથ-સહકાર મળ્યો આયોજક ચંદુ ગોહિલે જણાવ્યું કે, અહિં મોટી સંખ્યામાં દાદાના ચરણોમાં લાડુનો પ્રસાદ ધરાવવા માટે વિસ્તારના દરેક ભાઈ-બહેનોનો ઉત્સાહપૂર્વક સાથ-સહકાર મળ્યો છે. તમામ ભક્તોના સહકાર બદલ અમે આભારી છીએ. ધર્મરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે, અમે વર્ષ 2004થી દર વર્ષે લાડુનો પ્રસાદ બનાવવાનું આયોજન કરીએ છીએ. અમારા ગ્રૂપના મિત્રો, ભાઈઓ અને બહેનો હળીમળીને આ સેવાકાર્ય કરે છે. સ્થાનિક મહિલા સિદ્ધિબેન ગોહિલે જણાવ્યું કે, અમે કૃષ્ણનગર ગરબી ચોકમાં રહીએ છીએ. મહિલા મંડળની તમામ બહેનો ઉત્સાહભેર જોડાઈને આ પ્રસાદ તૈયાર કરીએ છીએ. જીયાબેન રાબડિયાએ જણાવ્યું કે, હું નાની હતી ત્યારથી અહીં લાડુનો પ્રસાદ ધરાવાતો જોઉં છું. દર વર્ષે આ આયોજન વધુ મોટું થતું જાય છે.
    Click here to Read More
    Previous Article
    સેન્સેક્સ 200 અંક વધીને 74,700 પર ટ્રેડિંગ:નિફ્ટી પણ 50 અંક વધીને 23,380 પર પહોંચ્યો; બેન્કિંગ શેરોમાં સૌથી વધુ ખરીદી
    Next Article
    દારૂના નશામાં ક્રેટાચાલક કોન્સ્ટેબલે એક્ટિવાને ટક્કર મારી:ચાંદખેડામાં કાકા-ભત્રીજીને ઈજા, પોલીસે ગાડીમાં બેસાડ્યા તો ગૌરાંગ દવે કહ્યું-કેસ કરી દો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment