Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈમિગ્રેશન:શું જર્મનીમાં સ્થાયી થઈ શકાય?

    10 hours ago

    રમેશ રાવલ સવાલ: મારી પુત્રી 12મા ધોરણમાં ભણે છે અને મુંબઈની કેમ્પસ ટુરની એજ્યુકેશનલ ટુરમાં વિઝા લઈ જવા માગે છે, તો તેને વિઝા ઈન્ટરવ્યૂમાં વિઝા મળવાના કેટલા ચાન્સીસ છે? તેને કયા પ્રકારના સવાલો પૂછશે?- પૂર્વી ઠાકર, મુંબઈ જવાબ: આ ટુર ક્યાં જવાની છે અને કયા પ્રકારની છે તેમજ કેટલા દિવસની છે તેના ઉપર આધારિત છે કે ઈન્ટરવ્યૂમાં કયા સવાલો પૂછાશે અને કેટલા ચાન્સીસ છે. ટુર ઓપરેટર જ ઈન્ટરવ્યૂ તૈયાર કરાવશે, ડોક્યુમેન્ટ્સ વગેરેની માહિતી તેમજ સવાલ-જવાબ તૈયાર કરવામાં આવશે. સવાલ: મારી દોહિત્રી અને તેમના પતિ જર્મનીમાં સ્થિર થવા ઇચ્છે છે, પરંતુ ત્યાંની રાજકીય સ્થિતિ જોતાં શું નિર્ણય લેવો જોઈએ?- ભાવિપ્રસાદ રાવલ, રાજકોટ જવાબ: જર્મની સામાન્યપણે સેઈફ કન્ટ્રી ગણાય છે. જેમ દરેક દેશમાં કંઈ ને કંઈ પ્રોબ્લેમ હોય છે તેમ કોઈ પ્રોબ્લેમ ટેરરિસ્ટના હોઈ શકે, પણ તેને લીધે કોઈ પ્રવાસીને તકલીફ પડતી નથી. જર્મનીનાં શહેરો જેવાં કે Munich, Berlin અને Hamburgમાં રાત્રે પણ લોકો સહેલાઈથી ફરી શકે છે. ક્રાઈમ રેટ બહુ જ ઓછો છે. જર્મની દુનિયાના 20 દેશોમાં શાંતિપૂર્ણ દેશની ગણતરીમાં આવે છે. તેથી ત્યાં સેટલ થવામાં વાંધો નથી. જો ત્યાં ફાવે નહીં તો નજીકના ઘણા દેશોમાં જવાય. સવાલ: મારી ઉંમર 36 વર્ષની છે અને ભણતર ઓછું છે, તો મારે બીજા કન્ટ્રીમાં જોબ કરવી છે, જ્યાં મને સેલેરી વધુ મળે તે માટે કઈ કન્ટ્રીમાં જવું જોઈએ? - જાવેદ વનકાવાલા, સુરત જવાબ: તમારી ઉંમર જોતાં તેમજ અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ હોય નહીં તો સેલેરીવાળી જોબ મળવી મુશ્કેલ છે. તેના કરતાં આપણા દેશમાં વેપાર-ધંધા વગેરેમાં ઘણી પ્રગતિ થઈ છે. તેથી ભારતમાં જ શાંતિપૂર્વકના દેશમાં સેટલ થવું હિતાવહ છે. મેં વર્લ્ડ ટુર કરી છે અને ભારત જેવો કોઈ દેશ કાયમ માટે રહેવાલાયક મને લાગ્યો નથી. દરેક દેશમાં ભારતીયનું ભારત જેવું સન્માન નથી. સવાલ: હું ગુજરાતના એક નાના ગામમાં Consultant Physicianની પ્રેક્ટિસ કરું છું. મને અમેરિકાના કેલિફોર્નિયામાં મેડિકલ કોન્ફરન્સમાં હાજર રહેવા અમેરિકાના મલ્ટિપલ એન્ટ્રી B-1, B-2 વિઝા થોડાં વર્ષ પહેલાં મળેલા છે, પરંતુ કોન્ફરન્સની તારીખના દિવસે હું જઈ શક્યો નહીં, કારણ કે મારા માતુશ્રીની હેલ્થ અચાનક ખરાબ થયેલી. મારા વિઝાની વેલિડિટી માર્ચ 2027 સુધીની છે, તો વિઝા ફરીથી લેવા પડે? અથવા વિઝાની મર્યાદા પૂરી થતાં પહેલાં ફરજીયાત અમેરિકા જવું જ પડે? - ડૉક્ટર પીયુષકુમાર, ગુજરાત જવાબ: ના, તમારી પાસે બે વિકલ્પ છે: (1) તમે ડ્રોપ બોક્સમાં બીજી વાર વિઝા લેવા માટે એપ્લાય કરી શકો અથવા (2) માર્ચ 2027 સુધીમાં હાલના વિઝા દ્વારા અમેરિકા જઈ શકો છો. જો અમેરિકા હાલમાં પણ કે પછી પણ જવું હોય તો ત્યાંના એરપોર્ટ ઉપર તમારે ઘણા સવાલોના જવાબ આપવા પડશે. જેમકે, જે તે તારીખે કેમ આવ્યા નહીં. હવે કેમ આવ્યા? કેટલા ડોક્યુમેન્ટ્સ જોઈશે? તમારો ફોન, લગેજ વગેરે ચેક થશે. આ ઉપરાંત તમારા માતુશ્રીની મેડિકલ ફાઇલ બતાવી શકો. સવાલ: મારી ઉંમર 67 વર્ષની છે અને મારો જન્મ લુણાવાડા, પંચમહાલમાં થયો છે. મારા પતિની ઉંમર 71 વર્ષની છે અને તેમનો જન્મ મુંબઈમાં થયો છે. અમારાં બંનેનાં બર્થ સર્ટિફિકેટ નથી. અમારો પુત્ર અમારી પિટિશન કરવા માંગે છે તો શું કરવું? બર્થ સર્ટિફિકેટ માટે અથવા ના હોય તો શું પ્રોસીજર છે?- પ્રીતિ દેસાઈ, અમદાવાદ જવાબ: Registration of Births and Deaths Act 1969નો અમલ તારીખ 1-4-1970થી થયેલો હોવાથી તે પહેલાંના જન્મની નોંધણી થઈ ના હોય તો તે કાયદાની કલમ 13(3) હેઠળ એક્ઝિક્યુટિવ / ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટને અરજી કરવાથી બર્થ સર્ટિફિકેટ મળી શકે. આ પ્રોસીજર લાંબી હોવાથી તમારા જન્મ વખતની બે હયાત વ્યક્તિઓની એફિડેવિટ તથા No Record Certificate મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી લેવું જોઈએ. તમે બંને સરકારી નોકરીમાં હતાં તેથી તેમાંથી પણ દાખલો મેળવી શકાય. સવાલ: મારા સાળાએ અમારી F-4ની પિટિશન 2010માં દાખલ કર્યા બાદ તારીખ 26-2-2012ના રોજ એક પુત્રીનો જન્મ થયો છે, તો તેનું નામ આ ફાઈલમાં ક્યારે દાખલ કરાવવું જોઈએ? ફાઇલ ખુલે ત્યારે થાય?- હિતેશ પટેલ, સુરત જવાબ: તમારા પિટિશનરે તમારી પુત્રીના બર્થ સર્ટિફિકેટ સાથે અરજી તાત્કાલિક ડિપાર્ટમેન્ટને મોકલવી જોઈએ. હવે ફાઇલ ઓપન થવાની રાહ ન જોવાય. સવાલ: અમે 16-4-2026ના રોજ વિઝા ફી ભરી દીધી છે. અમે એજન્ટને વિઝા ફી પેઈડની પહોંચ આપી ઈન્ટરવ્યૂની ડેઈટ લેવાનું કહ્યું તો હવે તે બીજા એક્સ્ટ્રા પૈસાની માગણી કરે છે. તો શું કરવું?- અરૂઝ શેખ, અમદાવાદ જવાબ: એજન્ટને તમે વિઝા માટે પૂરતી ફી આપી હોય તો તે વધારાની ફી માગે તે બરાબર નથી. તમે જાતે પણ ઈન્ટરવ્યૂની ડેઈટ લઈ શકો છો અથવા જ્યાં અરજી કરી હોય ત્યાં તપાસ કરી શકાય. સવાલ: મારો પુત્ર અમેરિકામાં H-1 વિઝા ઉપર જોબ કરે છે. તેને ભારતમાં લગ્ન કરવા હોય તો ભારતની છોકરીને ક્યા પ્રકારના વિઝા મળે તેની જાણકારી આપશો?- અરવિંદ પરમાર, વડોદરા જવાબ: તમારા પુત્રના H-1 નહીં, પરંતુ H-1B વિઝા હોવા જોઈએ. એનું કારણ છે કે તમારા પુત્રના હિન્દુ વિધિ પ્રમાણે જે છોકરી સાથે લગ્ન થાય પછી તેના પુરાવા સાથે H-4 કેટેગરીમાં તેના પતિએ પિટિશન ફાઈલ કરવી પડે. જેનો ઈન્ટરવ્યૂ મુંબઈ કોન્સ્યુલેટમાં આવતા વધુ સમય લાગે છે. તમારા પુત્રનું વિઝાનું સ્ટેમ્પિંગ થયું હોય તો જ ભારત આવવું જોઈએ અથવા અમેરિકામાં લગ્ન થાય તો ઈન્ટરવ્યૂ જલ્દી આવી શકે.
    Click here to Read More
    Previous Article
    બ્લેક એન્ડ વ્હાઈટ:તારીખ પે તારીખ!
    Next Article
    ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- મંગળવારે બજારની ચાલમાં ઉતાર-ચઢાવ વધ્યો:સકારાત્મક વૈશ્વિક સંકેતોના સહારે શરૂઆતમાં ખરીદીનું વલણ જોવા મળ્યું

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment