Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- મંગળવારે બજારની ચાલમાં ઉતાર-ચઢાવ વધ્યો:સકારાત્મક વૈશ્વિક સંકેતોના સહારે શરૂઆતમાં ખરીદીનું વલણ જોવા મળ્યું

    10 hours ago

    મંગળવારના ભારતીય શેરબજારમાં સકારાત્મક વૈશ્વિક સંકેતોના સહારે શરૂઆતમાં ખરીદીનું વલણ જોવા મળ્યું હતું, પરંતુ ઊંચા સ્તરે નફાવસૂલી અને આઈટી શેરોમાં વેચવાલી વધતાં બજારમાં અસ્થિરતા જોવા મળી હતી. આજે શરૂઆતમાં સેન્સેક્સ અને નિફ્ટી ફરી મજબૂત રહ્યા હતા, પરંતુ ત્યારબાદ બજારની ચાલમાં ઉતાર-ચઢાવ વધ્યો હતો. જે બજારમાં ખરીદી સાથે વેચવાલીનું પણ સક્રિય પ્રમાણ દર્શાવે છે. સેન્સેક્સે સકારાત્મક શરૂઆત સાથે અગાઉના સત્રની તેજી આગળ વધારવાનો પ્રયાસ કર્યો હતો,પરંતુ ઊંચા સ્તરે વેચવાલી આવતા અસ્થિરતા વધી હતી.આથી બજારમાં ખરીદીની સાથે નફાવસૂલી પણ સક્રિય હોવાનું જણાય છે.નિફ્ટી ફ્યુચરમાં વૈશ્વિક બજારોની તેજી અને ક્રૂડ ઓઈલમાં રાહતના કારણે શરૂઆતમાં સકારાત્મક વલણ રહ્યું હતું. જોકે નિફ્ટી વેચવાલી અને નફાવસૂલી જોવા મળતાં અસ્થિરતા વધી હતી. જે દિવસ દરમિયાન વધેલી અસ્થિરતાનું સૂચક છે. અમેરિકાના શેરબજારમાં મજબૂત ઉછાળો, ખાસ કરીને ટેકનોલોજી શેરોમાં આવેલી ખરીદી, ભારતીય બજાર માટે સકારાત્મક સંકેત બની છે. અમેરિકાનો નાસ્ડેક 2.26% વધીને રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યો હતો,જ્યારે એસએન્ડપી 500માં 1.49%અને ડાઉ જોન્સમાં 0.71%નો વધારો નોંધાયો હતો. એશિયાઈ બજારોમાં પણ મોટાભાગે સકારાત્મક વલણ રહ્યું હતું. ક્રૂડ ઓઈલના ભાવમાં અગાઉના ચાર સત્રોમાં ઘટાડો જોવા મળ્યો હોવાથી ભારતના આયાત બિલ અને મોંઘવારી અંગેની ચિંતા થોડી હળવી બની છે. અમેરિકાની 10 વર્ષીય બોન્ડ ઉપજમાં ઘટાડો પણ ઇક્વિટી બજાર માટે રાહતરૂપ બન્યો છે.સ્થાનિક બજારમાં અગાઉના સતત ચાર સત્રોની તેજીથી રોકાણકારોના સેન્ટિમેન્ટમાં સુધારો થયો છે. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની મજબૂત ખરીદી પણ બજારને આધાર આપી રહી છે. વૈશ્વિક સ્તરે અમેરિકા-ઈરાન તણાવ હજુ પણ બજાર માટે મોટું જોખમ છે. સંભવિત વાટાઘાટોની આશા બજારને રાહત આપી રહી છે, પરંતુ તણાવ ફરી વધે તો ક્રૂડ ઓઈલમાં ઉછાળો આવી શકે છે અને વૈશ્વિક શેરબજારોમાં ફરી વેચવાલી જોવા મળી શકે છે.ભારતીય બજારમાં ખાસ કરીને આઈટી શેરોમાં નબળાઈ જોવા મળી છે. આઈટી ક્ષેત્રમાં માંગ અને આગામી પરિણામો અંગે સાવચેતીભર્યા સંકેતોને કારણે વેચવાલી જોવા મળી રહી છે. મધ્યસત્રના આંકડા મુજબ નિફ્ટી આઈટીમાં આશરે 1.55%નો ઘટાડો નોંધાયો હતો.અગાઉના સત્રમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા વેચવાલી પણ બજાર માટે નકારાત્મક પરિબળ છે. ઊંચા સ્તરે નફાવસૂલી અને વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે રોકાણકારો સાવચેતી દાખવી રહ્યા છે. વૈશ્વિક બજારોમાંથી મળેલા સંકેતો આજે ભારતીય શેરબજાર માટે શરૂઆતમાં સકારાત્મક રહ્યા હતા. અમેરિકામાં નાસ્ડેકનો 2.26%નો મજબૂત ઉછાળો,એસએન્ડપી 500માં 1.49%નો વધારો અને ડાઉ જોન્સમાં 0.71%ની તેજીથી વૈશ્વિક જોખમી સંપત્તિઓ પ્રત્યે રોકાણકારોનો વિશ્વાસ વધ્યો હતો. એશિયાઈ બજારોમાં પણ ટેકનોલોજી શેરોના સહારે મોટાભાગે સકારાત્મક વલણ રહ્યું હતું.પરંતુ વૈશ્વિક બજાર માટે ક્રૂડ ઓઈલ, અમેરિકાની બોન્ડ ઉપજ અને અમેરિકા-ઈરાન સંબંધો મુખ્ય દિશા નક્કી કરનારા પરિબળો રહેશે. તેથી ભારતીય બજારમાં વૈશ્વિક સકારાત્મકતા હોવા છતાં ભારે અસ્થિરતા યથાવત રહેવાની શક્યતા છે. ભારતીય બજારમાં સતત ચાર સત્રોની તેજી બાદ રોકાણકારોમાં વિશ્વાસ સુધર્યો છે. 21 સપ્ટેમ્બરના સત્રમાં સેન્સેક્સ 564.03 પોઈન્ટ અને નિફ્ટી 67.90 પોઈન્ટ વધ્યા હતા. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ ₹2797.27 કરોડની ખરીદી કરી હતી, જ્યારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ₹576.20 કરોડની વેચવાલી કરી હતી.ક્રૂડ ઓઈલના ભાવમાં રાહત, બોન્ડ ઉપજમાં ઘટાડો અને સ્થાનિક પ્રવાહિતા બજારને ટેકો આપી રહ્યા છે. બીજી તરફ વિદેશી રોકાણકારોની સતત વેચવાલી, રૂપિયા પરનું દબાણ અને ભૂરાજકીય અનિશ્ચિતતા બજારની તેજીને મર્યાદિત કરી શકે છે. આજે રિયલ્ટી, મેટલ, એનર્જી અને પસંદગીના મોટા મૂડીકરણ ધરાવતા શેરોમાં ખરીદીનું વલણ જોવા મળ્યું હતું. મધ્યસત્રના ઉપલબ્ધ આંકડા મુજબ નિફ્ટી રિયલ્ટી લગભગ 0.73% અને નિફ્ટી મેટલ 0.14% ઉપર રહ્યા હતા, જ્યારે એનર્જી ક્ષેત્ર પણ મર્યાદિત સકારાત્મક રહ્યું હતું.બેન્કિંગ અને નાણાકીય સેવાઓમાં શેરદીઠ ચાલ મિશ્ર રહી હતી. આઈટી ક્ષેત્રમાં નબળાઈ સૌથી વધુ સ્પષ્ટ રહી હતી. ફાર્મા, ઓટો અને એફએમસીજીમાં પણ શરૂઆતની તેજી બાદ મિશ્ર વલણ જોવા મળ્યું હતું. ક્રૂડ ઓઈલના ભાવમાં અગાઉના ચાર સત્રોમાં ઘટાડો નોંધાયા બાદ બ્રેન્ટ ક્રૂડ આશરે $101 પ્રતિ બેરલ આસપાસ રહ્યું હતું. ભારત માટે ક્રૂડમાં આ રાહત મહત્વપૂર્ણ છે, કારણ કે તે આયાત બિલ, મોંઘવારી અને રૂપિયા પરના દબાણને ઘટાડવામાં મદદ કરી શકે છે. જોકે ક્રૂડ હજુ પણ $100થી ઉપર હોવાથી જોખમ સંપૂર્ણપણે દૂર થયું નથી.સોનામાં પણ ઊંચા સ્તરે મજબૂતાઈ યથાવત રહી છે, જે વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે રોકાણકારોની સુરક્ષિત સંપત્તિ તરફની માંગ દર્શાવે છે. ભાવિ દિશા :- આગામી સત્રોમાં ભારતીય શેરબજારની દિશા મુખ્યત્વે ક્રૂડ ઓઈલ, અમેરિકા-ઈરાન સંબંધો, અમેરિકાની બોન્ડ ઉપજ અને FII પ્રવાહ પર નિર્ભર રહેશે. વૈશ્વિક બજારોમાં મજબૂતાઈ અને ક્રૂડમાં રાહત બજારને સકારાત્મક આધાર આપી શકે છે, જ્યારે આઈટી શેરોમાં નબળાઈ અને વિદેશી વેચવાલી તેજી માટે પડકારરૂપ રહેશે.હાલનું બજારનું માળખું સકારાત્મક હોવા છતાં સંપૂર્ણ રીતે નિશ્ચિત તેજીનું નથી. તેથી ઊંચા સ્તરે નફાવસૂલી સાથે ફરી ખરીદી અને વેચવાલી બંને જોવા મળી શકે છે. આગામી સત્રોમાં બજારમાં ભારે ઉતાર-ચઢાવ સાથે સકારાત્મક પરંતુ સાવચેતીભર્યું વલણ યથાવત રહેવાની શક્યતા છે. તા.23.09.2026 ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે... Ø તા.22.09.2026ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ 23410 પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર 23272 પોઈન્ટના પ્રથમ અને 23202 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે 23474 પોઈન્ટ થી 23505 પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર 23530 પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ....!!! હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ Ø ગ્લેનમાર્ક ફાર્મા ( 2459 ) :- ફાર્મા સેક્ટરની આ અગ્રણી કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.2459 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.2424 ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.2474 થી રૂ.2480 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ. 2494 ઉપર તેજી તરફી ધ્યાન...!! Ø ગોડફ્રે ફિલિપ્સ ( 1983 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ એફએમસીજી સેક્ટરનો આ સ્ટોક રૂ.1983 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1944 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.2002 થી રૂ.2015 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!! Ø ગોદરેજ પ્રોપર્ટીઝ ( 1704 ) :- રૂ.1686 નો પ્રથમ તેમજ રૂ.1677 ના બીજા સપોર્ટથી રિયલ્ટી સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.1724 થી રૂ.1730 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! Ø આઈસીઆઈસીઆઈ બેંક ( 1346 ) :- રૂ.1330 ના સ્ટ્રોંગ સપોર્ટથી બેંકિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.1363 થી રૂ.1370 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!! રૂ.1370 ઉપર તેજી તરફી ધ્યાન...!! Ø એયુ બેંક ( 1038 ) :- રૂ.1023 નો પ્રથમ તેમજ રૂ.1017 ના બીજા સપોર્ટથી પ્રાઈવેટ બેંકિંગ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.1053 થી રૂ.1060 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!!
    Click here to Read More
    Previous Article
    ઈમિગ્રેશન:શું જર્મનીમાં સ્થાયી થઈ શકાય?
    Next Article
    જિનપિંગ 11 વર્ષ બાદ આજે અમેરિકા જશે:ટ્રમ્પ એરપોર્ટ પર સ્વાગત કરવા જશે, વ્હાઇટ હાઉસમાં રાજકીય ડિનર યોજાશે; વેપાર, AI અને તાઇવાન પર ચર્ચા

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment