Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બુધવારની બપોરે:એને મળવા ક્યાં બોલાવવી?

    8 hours ago

    આમે ય અમદાવાદ પાસે મુંબઇ જેટલાં અને જેવાં હરવા-ફરવાનાં સ્થળો નથી. જઇ જઇને જાઓ ક્યાં? અરે, મુંબઇમાં બીજે ક્યાંય નહિ ને ફક્ત દરિયાકિનારે જઇને બેસો તો ય આવવા-જવાનું ટૅક્સી કે ‘બેસ્ટ’ ભાડું વસૂલ! હું દેશનાં તમામ મોટાં શહેરોમાં ફર્યો છું, પણ રામકસમ....મુંબઇથી વધારે વહાલું તો અમદાવાદે ય નથી લાગતું. આ કંઇ અમદાવાદ માટેની ગદ્દારી નથી, પણ આંખો કાઢનાર અમદાવાદી જવાબ આપે કે, અમદાવાદમાં ફેમિલી સાથે જઇ જઇને ક્યાં જાઓ? યુવા યુગલોની તો વાત જ નથી કે, એ ય બિચારા અમદાવાદમાં ક્યાં જઇને બેસે? બેસવાનો આ સવાલ ઈવન, મારાથી ય પહેલાંના જમાનાથી ચાલતો આવે છે. અરે, કોઇ પ્રેમિકા-ફેમિકાની સાથે જ નહિ, એકલા ય શાંતિથી બેસવું હોય તો આપણે ત્યાં એકાદ ટુકડો જગ્યા વધી છે? મને યાદ છે, હું જ્યારે પહેલી વાર પ્રેમમાં પડ્યો (...ઓહ, એ છેલ્લી વારનું નહોતું!) ત્યારે પેલીને લઇને જવું ક્યાં? એ પાછી બસમાં આવે, એટલે આવે નહિ ત્યાં સુધી જતી-આવતી બસોના ડ્રાઈવરોના ચહેરાઓ જોયે રાખવાના! અલબત્ત, આપણામાંથી મોટા ભાગનાઓને લાલ બસ (એએમટીએસ)માં બેસે દાયકાઓ થઇ ગયા હશે. (હવે તો જોકે એ લાલ પણ રહી નથી!) હું ગાંધી રોડની ખત્રી પોળમાં રહેતો અને લાલ દરવાજા જવા માટે (ટિકિટ દસ પૈસા) મૉડેલ ટૉકીઝની સામેના બસસ્ટૅન્ડે ઊભો રહેતો. (આજની જનરેશનના વાચકોને દસ પૈસા એટલે શું, એ ખબર ન હોય...રૂપિયાનો દસમો ભાગ! જોકે, એણે તો રૂપિયો ય જોયો ન હોય!...રૂપિયા બહુ જોયા છે!) અલબત્ત, કાંકરીયા જવા માટે મૉડેલ ટૉકીઝનું બસસ્ટૅન્ડ કોઇ કામમાં ન આવતું. એ માટે ખાડીયા ગૅટ જવું પડે! (ઈવન, મારી ઉંમરના લોકોને પણ ખાડીયા ગૅટ પર પોલીસ ચોકી હતી, એ યાદ નહિ હોય! ઈશ્વરકૃપાથી એ ચોકી મેં અંદરથી જોઇ નહોતી!) આમ તો, ખાડીયા, ખાડીયા ગૅટથી શરૂ થાય ને બાલા હનુમાને પૂરું થાય. પેલી બાજુ તો ચાર રસ્તે જ પૂરું થઇ જતું, જ્યાંથી કાલુપુર શરૂ થાય ને આ બાજુ રાયપુર વટાવો, એટલે કાંકરીયા શરૂ થાય. એક જમાનો હતો, જ્યારે શહેરીઓને ફરવા માટે કાંકરીયા સિવાય બીજું કંઇ નહોતું. બહુ બહુ તો લાલ દરવાજા પાસેના ગાર્ડનમાં જઇને બેસાય! ‘બેસાય’ એટલે બેકલા નહિ, ફક્ત એકલા અથવા ફેમિલી સાથે! બેકલા તો હજી બેઠાં હોઇએ ત્યાં જ તોડપાણી કરવાવાળો જમાદાર આવી જાય. ખૌફ એટલો રહેતો કે, હજી આપણે કંઇ કર્યું ન હોય તો ય કાં તો ઘટનાસ્થળ છોડવું પડતું ને કાં એના હાથમાં એકાદ રૂપિયાનો સિક્કો પકડાવવો પડતો. આજે છે કે નહિ, તે ખબર નથી પણ એલિસબ્રીજના છેડે ભી.જી.પાર્ક હતો (ભીખાભ’ઇ જીવાભ’ઇ!) એ નવાસવા પ્રેમીઓ માટે ધાર્મિક સ્થળ હતું. મોટા ભાગે એમાં કોઇ ફેમિલી ન જાય, પણ પ્રેમીઓ માટે થોડુંઘણું સલામત સ્થાન હતું. અફકૉર્સ, તોડપાણી કરવા માટે એકલદોકલ પોલીસ રાહ જોઇને બેઠી હોય! એક તો સમાજથી સંતાઇને ત્યાં પેલીને લઇ ગયા હોઇએ ને ભલે તનમાં નહિ, પણ મનમાં શાંતિ માટે ગયા હોઇએ, પણ પોલીસની બીકમાં પેલીનો હાથે ય પકડાય નહિ! (પોલીસ આપણો હાથ ન પકડે, એ માટે આવી તકેદારી જરૂરી હતી!) પેલીને લઇને રેસ્ટોરાંમાં જવું ય ઓછું જોખમી નહોતું. ભલેને એને સામે બેસાડી હોય, વૅઇટર દર ત્રીજી નહિ પણ બીજી મિનિટે આવીને પૂછે, ‘....ઓર કુછ લાઉં, સાહબ?’ એને જે કંઇ લાવવાનો ઑર્ડર આપી દીધો હોય તો પણ એકાદવાર આવીને પૂછી જાય, ‘....ઓર કુછ લાઉં, સાહબ?’ તારી ભલી થાય ચમના....હજી પહેલું તો લાવ! હજી તો ખભે ખભાનું મિલને ય થયું નથી, હાથ પણ ટેબલ નીચે રાખીને પેલીનો હાથ હજી પકડ્યો જ હોય ત્યાં ફરીથી, ‘ઓર કુછ....!’ બહાર બતાવી ન શકાય એવા ગુસ્સાથી મનમાં બોલાઇ જાય, ‘હાળા રોંચા....એક વાર હું વૅઇટર હોઉં ને તું તારા વાળીને લઇને સામે બેઠો હોય, પછી જો....હું શું શું લાવું છું!’ (હું હોઉં તો એની બાને જ બોલાવી લાવું!...આ તો એક વાત થાય છે!) ઓહ.....હોટેલમાં લઇ જઇને પહેલી વાર છાનોમાનો પેલીના હાથને હાથ અડાડવો આપણને બધાને યાદ રહી ગયો હોય છે. એ સહેજ ધ્રૂજી પણ જતી અને આપણું ધ્યાન એના કરતાં સામે ઊભેલા વેઇટર પર વધુ હોય! કેમ જાણે આપણે એનો હાથ પકડ્યો હોય! અમારા જમાનામાં તો આવી હોટેલોમાં ‘ફેમિલી-રૂમ’ની ય સગવડ હતી, જેમાં ડાહ્યા થઇને પૂરા ફેમિલીને લઇને ન જવાય...સાથે આવેલી એકને જ લઇ જવાય! આમ તો એને ફક્ત ‘જોવી’ જ હોય, તો હોટેલમાં સામે બેસાડાય, પણ અડાય નહિ! અડાય નહિ તો કઇ કમાણી ઉપર એને હોટેલમાં લઇ ગયા હોઇએ? (હજી ગુજરાતીઓમાં ‘હોટેલ’ અને ‘રેસ્ટોરાં’ વચ્ચેનો ભેદ વ્યવહારમાં ભાગ્યે જ વપરાય છે.) ત્યાં આજુબાજુમાં આપણાં જેવું બીજું ય કપલ બેઠું હોય, જે સાંભળી ન જાય એની તકેદારી રાખીને આપણાવાળીને પહેલું ‘આઇ લવ યુ’ કહેવાનું હોય! જોકે, એ લોકો બોલે, એ આપણાવાળીને સંભળાતું હોય એટલે એ આપણી અત્યાર સુધીની નિષ્ક્રિયતા ઉપર ખીજાતી ય હોય! એ વાત જુદી છે કે, વેઇટરને પહેલેથી એકાદ રૂપિયાની ‘ટિપ’ આપી દો, એટલે એકાદ મિનિટ માટે તો એ આઘો જાય! (એ જમાનામાં ‘એક રૂપિયો’ નાની રકમ નહોતી!) પણ મિનિટ ખલાસ થઇ જાય ને આપણે કંઇક કરવા જતા હોઇએ, ત્યાં એ બરોબર સામો જ ફરીથી પ્રગટ થાય! આવી ત્રણ-ચાર ટિપ્સ આપ્યા પછી આપણો ય જોશ ખતમ થઇ ગયો હોય ને વીલા મોંઢે પેલીને લઇને બહાર નીકળી જઇએ! હોટેલમાં તો આજે ય જઇએ છીએ, પણ હવે પિચ્ચોતેર વર્ષની સનમનો હાથ પકડવો અઘરો પડે છે! ભૂલમાં ય પકડાઇ જાય તો ધડ કરતી આવે, ‘હખણા રિયો...બહુ સારા નથી લાગતા!’ દરેક તંદુરસ્ત વ્યક્તિને પોતાના જમાનાનો પહેલો પ્રેમ, પહેલી હોટેલ અને પહેલો વેઇટર ચોક્કસ યાદ આવે છે! કમબખ્ત, એ બધું યાદ કરીને છોકરાઓને કહી શકાતું નથી! બા ખીજાય! સિક્સર ડૉક્ટરો ‘પ્રૅક્ટિસ’ કરે છે, એ જરા બીવડાવે એવું નથી?
    Click here to Read More
    Previous Article
    આંતરમનના આટાપાટા:સ્માર્ટફોનના સ્ક્રીનમાં ગૂંગળાયા સંસ્કાર!
    Next Article
    ધમ્મપાલ:ભારતમાં બૌદ્ધધમ્મના પુનરુદ્ધારક અનાગારિક ‘ધમ્મપાલ’

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment