Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કલેકટર, ડીડીઓ કચેરીના પાર્કિંગમાં દારૂની પાર્ટી ! પેટ્રોલીંગ વધારાશે‎:જિલ્લાપંચાયત, કલેકટર, એસપી કચેરીએ ચાના કપ પર પ્રતિબંધ : સ્ટીલ-કાચનો ઉપયોગ કરવા સુચના

    1 day ago

    સ્વચ્છતાના 100 દિવસ કાર્યક્રમ અંતર્ગત મહાનગર પાલિકાના કર્મચારીઓ દ્વારા અલગ- અલગ સરકારી કચેરીઓમાં જઇ સફાઇ ઝુંબેશનુ આયોજન કરાયુ છે. જેમાં જૂનાગઢ શહેરની સૌથી મોટી એવી સરકારી કચેરીમાં સફાઇ દરમિયાન દારૂની ખાલી બોટલો મળતા હોબાળો મચી ગયો હતો. જૂનાગઢ શહેરના મીરા નગર વિસ્તારમાં આવેલ કલેકટર, એસપી અને જિલ્લાપંચાયત તેમજ સાંસદની કચેરીઓમાં દારૂની ખાલી બોટલો મળી હતી. કલેકટર કચેરીના સુત્રોએ કહ્યુ કે, સાફ-સફાઇ દરમિયાન એક નહીં અનેક દારૂની ખાલી બોટલો મળી આવી હતી. આ બોટલો ઉપરથી એવો અંદાજ આવી રહ્યો છે કે, અહીં રાત્રિના અસામાજીક તત્વો દ્વારા દારૂની પાર્ટી થતી હશે. જેના લીધે ઉચ્ચ અધિકારીઓએ પોલીસનો સંપર્ક કરીને તાત્કાલિક ધોરણે રાત્રિ પેટ્રોલીંગ અને રાત્રિનો સ્ટાફ વધારવાની માંગ કરવામાં આવી હતી. આ માંગને જિલ્લા પોલીસ દ્વારા સહર્ષ સ્વિકારીને મંગળવારથી જ એનો અમલ શરૂ કર્યો છે. હવેથી રાત્રિ દરમિયાન આ કચેરીઓમાં ચારેય બાજુથી પોલીસ અને હોમગાર્ડના જવાનો તૈનાત રહેશે. અધિક નિવાસી કલેકટર - જૂનાગઢ કચેરીના પાર્કિંગમાં દારૂની ખાલી બોટલનો ઢગલો દેખાયો. રાત્રે હોમગાર્ડ, પોલીસ જવાનો કચેરી ફરતે પેટ્રોલીંગ કરશે હોમગાર્ડના જવાનો અત્યારે જેટલા છે તેનાથી વધારો કરવામાં આવશે. ઉપરાંત પોલીસ જવાનો રાત્રિના અહીં હોય છે, પોલીસ અધિકારીઓ પણ અહીં હોય જ છે આવા તત્વો માટે પેટ્રોલીંગ વધારી દેવામાં આવ્યુ છે. > હિતેશ ધાંધલ્યા, ડિવાયએસપી જિલ્લાપંચાયત, કલેકટર, એસપી કચેરીએ ચાના કપ પર પ્રતિબંધ : સ્ટીલ-કાચનો ઉપયોગ કરવા સુચના સ્વસ્છતાના 100 દિવસ અંતર્ગત કલેકટર, જિલ્લાપંચાયત, એસપી કચેરીમાં સફાઇ ઝુંબેશ ચાલી છે. વડાપ્રધાન, રાજ્યપાલના વિઝન મુજબ કલેકટર, એસપી અને જિલ્લાપંચાયત કચેરીમાં સફાઇ બાબતે કલેકટર આક્રમક બન્યા છે. કલેકટર યોગેશ ચૌધરીએ કડક અમલવારી પણ કચેરીઓમાં શરૂ કરી છે. સરકારી કચેરીઓમાં ચા કપ જ્યાં ત્યાં જોવા મળે છે. ઉપરાંત આ કપ પણ પ્લાસ્ટીકના જ આવતા હોવાથી કલેકટરે ચા ના કપ પર પ્રતિબંધ મૂકીને પ્લાસ્ટીક મુકત કપ, સ્ટીલ તેમજ કાચના કપનો જ ઉપયોગ કરવા સુચના આપી છે. ઉપરાંત ગ્રાઉન્ડ ફ્લોર, પાર્કીંગ, પ્રથમ-દ્વિતીય- તૃતીય માળ પર સફાઇની એક-એક કર્મચારીની જવાબદારી ફીક્સ કરી છે. જ્યાં- ત્યાં થુકવા, પ્લાસ્ટીકનો ઉપયોગ ટાળવા અપિલ અરજદારો તેમજ કર્મચારીઓએ કચેરીમાં જ્યાં- ત્યાં થૂકવા તેમજ પ્લાસ્ટીકની વસ્તુઓ વાપરવી નહીં. આવુ દેખાશે તો દંડનીય કાર્યવાહી પણ થશે. ખાસ કરીને ચાના કપ જ્યાં-ત્યાં ફેકવા નહીં જો શક્ય હોય તો કેન્ટીને જઇને જ ચા પીવાનો તેમજ સ્ટીલ કે કાચના કપના પીવાનો આગ્રહ રાખવો. > બી.એસ. બારડ,
    Click here to Read More
    Previous Article
    ઘરધણી તાળુ મારી મંદિરે ગયા બાદ તસ્કર કળા કરી ગયા‎:બજરંગપુરમાં દોઢ કલાક બંધ મકાનમાં દાગીના સહિત રૂા. 65 હજારની ચોરી
    Next Article
    વારંવાર આવી તકલીફથી હેરાનગતી‎:મંગળવારે અચાનક ટેક્નિકલ ખામીને લીધે આરટીઓ ટ્રેક બંધ , 110 અરજદારોને ધક્કો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment