Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઘરધણી તાળુ મારી મંદિરે ગયા બાદ તસ્કર કળા કરી ગયા‎:બજરંગપુરમાં દોઢ કલાક બંધ મકાનમાં દાગીના સહિત રૂા. 65 હજારની ચોરી

    23 hours ago

    જામનગર તાલુકાના બજરંગપુર ગામે વૃધ્ધ ખેડૂતના બંધ રહેણા઼ંક મકાનને નિશાન બનાવી માત્ર દોઢ કલાકના સમયગાળામાં જ તસ્કર અંદરથી દાગીના અને રોકડ સહિત 65 હજારની માલમતા ચોરી કરી લઇ ગયાનો બનાવ બહાર આવ્યો છે. આઠમના તહેવારના દિવેસે વૃધ્ધ ઘરને તાળું મારી મંદિર ગયા બાદ ઘરને નિશાન બનાવી ત્રાટકેલા તસ્કર માલમતા ઉસેડી નાશી છુટયાની ફરીયાદ નોંધાઇ છે. જામનગર તાલુકાના બજરંગપુર (વેરતિયા) ગામે રહેતાં પ્રાગજીભાઈ રામજીભાઈ સદાદીયા (ઉ.વ.69) નામના વૃધ્ધ ખેડૂતે ઘરફોડી મામલે અજાણ્યા શખસ સામે ફરિયાદ નોંધાવી છે. જે ફરીયાદમાં જાહેર થયા અનુસાર ગત તા.4 સપ્ટેમ્બરના રોજ આઠમનો તહેવાર હોય જેથી બપોર પછી આશરે સાડા ચારેક વાગ્યા આસપાસ પ્રાગજીભાઇં પોતાના ઘરે તાળું મારી ગામમાં આવેલ રામમંદિરે ગયા હતાં. ત્યારબાદ કોઇ અજાણ્યો તસ્કર પ્રગાજીભાઇના મકાનમાં ઘુસ્યો અને તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી રૂમની અંદર રાખેલ લોખંડની પેટીમાંથી રૂા.50,000 ની કિંમતની સોનાની બે નંગ કાનની બુટી, તથા રૂા.5000 ની કિંમતની ચાંદીની એક લક્કી અને રૂા.5,000 ની રોકડ મળી કુલ રૂા.65 હજારની મત્તાની ચોરી કરી નાશી ગયો હતો. ચોરીનો આ બનાવ સાંજે સાડા ચારથી છ વાગ્યા દરમિયાન બન્યો હોવાનુ સામે આવ્યુ છે. આ બનાવ મામલે પોલીસે પ્રાગજીભાઇની ફરિયાદના આધારે અજાણ્યા તસ્કર સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.તસ્કરીમાં કોઇ જાણભેદુની સંડોવણીની આશંકાએ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    12 સદસ્યપદ માટે સવાસો દાવેદારોનો રાફડો‎:ન. પ્રા. શિ. સમિતિના સભ્યપદ દીઠ 10થી વધુ દાવેદાર, ખેંચતાણ
    Next Article
    કલેકટર, ડીડીઓ કચેરીના પાર્કિંગમાં દારૂની પાર્ટી ! પેટ્રોલીંગ વધારાશે‎:જિલ્લાપંચાયત, કલેકટર, એસપી કચેરીએ ચાના કપ પર પ્રતિબંધ : સ્ટીલ-કાચનો ઉપયોગ કરવા સુચના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment