Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    12 સદસ્યપદ માટે સવાસો દાવેદારોનો રાફડો‎:ન. પ્રા. શિ. સમિતિના સભ્યપદ દીઠ 10થી વધુ દાવેદાર, ખેંચતાણ

    22 hours ago

    જામનગર મહાનગરપાલિકા હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તમામ સભ્યોની મુદ્દત ગત ટર્મના કોર્પોરેટરોની વિદાય સાથે જ પુરી થઇ હતી.જોકે, નવી બોડી સત્તારૂઢ થયા બાદ હવે લગભગ પાંચ માસ બાદ આગામી તા.9 ઓક્ટોબરે ન. પ્રા. શિ. સમિતિના 12 સભ્યોની ચુંટણી યોજાઈ છે. જો કે, ભાજપાનું એકહથ્થુ . શાસન હોવાથી દર વર્ષે મોટા ભાગે વરણી સમાન જ ચુંટણી હોય છે.તેમાં પણ 125થી દાવેદારોએ શિક્ષણ સમિતિમાં સભ્યપદની માંગણી કરી છે.પાર્ટી જેને પસંદ કરશે તે જ નિયુકિતપત્ર લેવા આવશે.જેથી તા.9 મીએ ચુંટણી બીનહરીફ રહે. મેયર મોનિકાબેન વ્યાસએ ચુંટણી અધિકારી તરીકે ચુંટણી બહાર પાડયા બાદ ફોર્મ લેવાની નિયુક્તિ પત્રો તા.23 સપ્ટેમ્બર-2026ના રોજ મેયર કાર્યાલયમાં સવારે 11 થી બપોરે 3 દરમિયાન સ્વીકારવામાં આવશે. તા.25 મી એ નિયુક્તિ પત્રોની ચકાસણી મેયર કાર્યાલયમાં સવારે 11 વાગ્યે થશે. બાદમાં બપોરે 3:30 વાગ્યે વિધિ નિયુક્ત થયેલા ઉમેદવારોની યાદી પ્રસિધ્ધ થશે. જયારે તા. 2 ઓક્ટોબર સુધીમાં સવારે11 થી બપોરે 2 સુધીમાં નિયુક્તિપત્ર પાછું ખેંચી શકાશે.ન. પ્રા. શિ. સમિતિની ચુંટણી તા.9 ઓક્ટોબરના રોજ કોર્પો. ના જનરલ બોર્ડ હોલમાં સવારે 11:30 થી બપોરે 3:30 સુધી યોજાશે. જેમાં જરૂર પડે તો કોર્પોરેટરો મતદાન કરી શકે છે. ભાજપાનું 20 વર્ષથી શાસન હોવાથી આ ચુંટણી બીન હરિફ રહેતી આવી છે. મતદાન પુરું થયા બાદ મતદાન સ્થળે જ તાત્કાલિક મત ગણતરી યોજાશે. આ બોડીમાં 12 ચુંટાયેલા, બે સંસ્થા ગત લોકો તથા એક સરકારી પ્રતિનિધિ એમ 15 નું સંખ્યાબળ રહે છે.
    Click here to Read More
    Previous Article
    રખડતા ઢોરની સમસ્યાઓમાંથી મળશે મુક્તિ‎:પશુ નિયંત્રણ-અંકુશ વિભાગમાં વધુ 51 અધિકારી-કર્મી નિમાશે, રખડતા ઢોરની સમસ્યાઓમાંથી મળશે મુક્તિ
    Next Article
    ઘરધણી તાળુ મારી મંદિરે ગયા બાદ તસ્કર કળા કરી ગયા‎:બજરંગપુરમાં દોઢ કલાક બંધ મકાનમાં દાગીના સહિત રૂા. 65 હજારની ચોરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment