Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રખડતા ઢોરની સમસ્યાઓમાંથી મળશે મુક્તિ‎:પશુ નિયંત્રણ-અંકુશ વિભાગમાં વધુ 51 અધિકારી-કર્મી નિમાશે, રખડતા ઢોરની સમસ્યાઓમાંથી મળશે મુક્તિ

    22 hours ago

    જામનગર મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની ભલામણ અનુસાર સામાન્ય સભામાં તાજેતરમાં કેટલ ન્યુસન્સ કંટ્રોલ ડીપાર્ટમેન્ટ(સીએનસીડી) માટે જુદી જુદી જગ્યાઓનુ વધુ નવુ મહેકમ મંજુર કરવામાં આવ્યુ છે. વર્તમાન કાર્યરત 343 જગ્યાઓમાં વેટરનરી ઓફિસર, લાઇવ સ્ટોક ઇન્સપેકટર,સેનેટરી ઇન્સપેકટર સહિત નવી 51 જગ્યાઓ ઉભી કરવાના નિર્ણયને બહાલી અપાઇ છે.આમ, સીએનસીડી વિભાગના મહેકમનુ માળખુ આગામી ટુંક સમયમાં જ 394 સંખ્યાબળ પર પહોચશે. તાજેતરમાં મહાનગરપાલિકાની સામાન્ય સભામાં પશુ નિયંત્રણ અને અંકુશ વિભાગ (કેટલ ન્યુસન્સ કન્ટ્રોલ ડીપાર્ટમેન્ટ) માટે જગ્યાઓનુ વધુ મહેકમ મંજુર કરવાનો નિર્ણય લેવાયો છે. જેમાં વર્તમાન મંજુર (343) જગ્યાઓમાં નવી 51 જગ્યાઓ ઉમેરવામાં આવશે.નવી જગ્યાઓમાં વેટરનરી ઓફિસર,લાઈવ સ્ટોક ઇન્સપેકટર-7, સેનેટરી ઇન્સપેકટર-02, સેનેટરી સબ ઇન્સપેકટર-12 સીનીયર કલાર્ક,જુનિયર કર્લાક ઉપરાંત આઉટ સોર્સિગથી પટાવાળા-1 કેટલ રેસ્કયુ ઓપરેટર-12 અને સિકયુરીટી સ્ટાફ-14નો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છેકે, કેટલ ન્યસન્સ કંટ્રોલ ડીપાર્ટમેન્ટમાં વેટરનરી ઓફીસર,વેટરનરી કમ એનીમલ સુપરવાઇઝર, લાઇવ સ્ટોક ઇન્સપેકટર, સેનેટરી ઇન્સપેકટર, સબ ઇન્સપેકટર સીની.-જુનિ. કલાર્ક ઉપરાંત આઉટ સોર્સિગ કર્મીઓ મળી 343 અધિકારી-કર્મચારીઓનુ માળખુ અગાઉ જ મંજુર થઇ ચુકયુ હતુ.જે કાર્યરત હતુ જેમાં હવે 51 અધિકારી-કર્મી.ઓનો ઉમેરો થશે. નવા મહેકમથી ફાયદા,પશુઓના ત્રાસમાંથી રાહત મળશે ત્રણ ઢોરડબ્બા કાર્યરત, નાઘેડી પાસે વધુ એકનું નિર્માણ... મહાનગરપાલિકા હસ્તક હાલ રણજીતસાગર પાસે ઢોરના ડબ્બામાં આઠસો પશુઓની ક્ષમતા સાથે એબીસી સેન્ટર ઉપરાંત હાપા પાસે 500 ક્ષમતાવાળો ડબ્બો અને બેડેશ્વર પાસે 200 જેટલા પશુઓની ક્ષમતાવાળો ડબ્બો કાર્યરત છે. જે સાથે નાઘેડી પાસે વધુ એક ગૌશાળા-ડબ્બાનુ નિર્માણ ચાલી રહયુ છે.જે સંભવત વર્ષાન્તે પુર્ણ થશે.જેથી વર્તમાન 1500 જેટલી ઢોર સમાવેશની ક્ષમતા વધીને 1900 ઢોરને આંબી જશે
    Click here to Read More
    Previous Article
    મુશળધાર વરસાદથી માર્ગો પર પાણી વહ્યા, મેઘાવી માહોલ‎:જામજોધપુરમાં અડધા કલાકમાં જ ધોધમાર એક ઈંચ પાણી પડ્યું
    Next Article
    12 સદસ્યપદ માટે સવાસો દાવેદારોનો રાફડો‎:ન. પ્રા. શિ. સમિતિના સભ્યપદ દીઠ 10થી વધુ દાવેદાર, ખેંચતાણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment