Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુશળધાર વરસાદથી માર્ગો પર પાણી વહ્યા, મેઘાવી માહોલ‎:જામજોધપુરમાં અડધા કલાકમાં જ ધોધમાર એક ઈંચ પાણી પડ્યું

    21 hours ago

    જામનગર સહિત હાલારમાં સમયાંતરે વાતાવરણમાં પલટા વચ્ચે જામજોધપુરમાં મંગળવારે બપોરે ચાર વાગ્યા મેઘરાજાના મંડાણ થયા હતા.જેના પગલે લગભગ અડધો કલાકમાંજ મુશળધાર એક ઇંચ પાણી વરસી ગયુ હતુ. ભારે વરસાદના કારણે શહેરના માર્ગો જળબંબોળ બન્યા હતા.જયારે અમુક નિચાણવાળા વિસ્તારો પણ થોડીવાર માટે જલમગ્ન બન્યા હતા. જામનગર શહેર સહિત જીલ્લામાં સોમવારથી વાતાવરણ મહદઅંશે સ્વચ્છ થયુ હતુ.જે દરમિયાન મંગળવારે બપોરે ફરી અમુક સ્થળોએ હવામાનમાં પલટો આવ્યો હતો. જેમાં જામજોધપુર શહેરમાં ચાર વાગ્યા બાદ આકાશમાં ઘેરાયેલા કાળા ડીંબાગ વાદળો વરસ્યા હતા.જેના પગલે લગભગ અડધો કલાક સુધી વરસેલા મુશળધાર વરસાદે એક ઇંચ જેટલુ પાણી વરસાવી દિઘુ હતુ.મેઘરાજાની તોફાની ઇનિંગના કારણે શહેરના મુખ્ય માર્ગો પણ જળ બંબોળ બન્યા હતા.જોકે, મેઘરાજાએ થોડીવારમાં જ એક ઇંચ તોફાની વરસાદ વરસાવી વિદાય લીઘી હતી.અમુક ગ્રામ્ય પંથકમાં પણ વરસાદના વાવડ મળ્યા છે. જામજોધપુરમાં મોસમનો વરસાદ 16 ઇંચ જામનગર જિલ્લાના તમામ છ તાલુકામાં ચાલુ સિઝનમાં અત્યાર સુધીમાં મૌસમનો સૌથી વધુ વરસાદ જામજોધપુરમાં 402 મીમી જેટલો નોંધાયો છે.જેના પગલે જિલ્લામાં વરસાદના મામલે જામજોધપુર હજુય અગ્રેસર રહયુ છે.જયારે જામનગર સહિત અન્ય પાંચ તાલુકામાં સરેરાશ સાડા આઠથી સાડા ચૌદ ઇંચ જેટલો વરસાદ પડયો છે.
    Click here to Read More
    Previous Article
    પાણીનો બગાડ અટકાવવા સાથે સ્વચ્છતા મુદ્દે સહયોગનો મનપા તંત્રનો અનુરોધ‎:શહેરમાં ઓપન ગાર્બેજ કલેકશન પોઈન્ટ બંધ કરવા અભિયાન, 230 કચરા પેટી દૂર
    Next Article
    રખડતા ઢોરની સમસ્યાઓમાંથી મળશે મુક્તિ‎:પશુ નિયંત્રણ-અંકુશ વિભાગમાં વધુ 51 અધિકારી-કર્મી નિમાશે, રખડતા ઢોરની સમસ્યાઓમાંથી મળશે મુક્તિ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment