Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાણીનો બગાડ અટકાવવા સાથે સ્વચ્છતા મુદ્દે સહયોગનો મનપા તંત્રનો અનુરોધ‎:શહેરમાં ઓપન ગાર્બેજ કલેકશન પોઈન્ટ બંધ કરવા અભિયાન, 230 કચરા પેટી દૂર

    20 hours ago

    જામ્યુકો દ્વારા શહેરને ડસ્ટબીન ફ્રી તથા ખુલ્લા ઓપન પોઇન્ટ(જીવીપી-ગાર્બે જ વનરેબલ પોઇન્ટ બંધ કરવા અભિયાન શરૂ કરાયુ હોવાની માહિતી આપવામાં આવી હતી. શહેરના મોટા ભાગના ડસ્ટબીન(કચરા પેટી) ઉપાડી લેવામાં આવ્યા હોવાનુ જણાવી ક્રમશ: જીવીપી પોઇન્ટ નાબુદી ઝુંબેશ ચાલુ હોવાનુ ઉમેર્યુ હતુ. ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન ચાલુ હોવાની સાથે શહેરની સ્વચ્છતા માટે સહયોગ આપવા નાગરીકો અને વેપારી ગણને અનુરોધ કર્યો છે. ચાલુ વર્ષે જામનગર સહિત સૌરાષ્ટ્રમાં અપેક્ષિત વરસાદ વરસ્યો ન હોવાથી સૌની યોજના મારફતે દરરોજ રણજીતસાગર, ઉંડ-1 અને સસોઇ ડેમમાં દરરોજ 10થી 12 એમસીએફટી પાણી ઠાલવવામાં આવી રહયુ છે.જેથી પાણી વિતરણ વ્યવસ્થા સુચારૂ રીતે ચાલી રહી છે. શહેરીજનોને પાણીનો બિનજરૂરી બગાડ ટાળવા અને વેડફાટ ટાળવા પણ મ્યુનિ. કમિશ્નર દિપેશ કેડીયાએ અનુરોધ કર્યો હતો.આગામી દિવસોમાં પાણીના વેડફાટ બાબતે ખાસ સ્કવોડ બનાવી દંડનીય કાર્યવાહી કરાશે.સાથોસાથ લોકોને જાહેરમાં કચરો ન ફેંકવા અપીલ સાથે સીંગલ યુઝ તથા પ્રતિબંધિત પ્લાસ્ટીકનો વપરાશ બંધ કરવા પણ જણાવ્યુ હતુ. શહેરમાં ઓપન ગાર્બેજ પોઇન્ટ બંધ કરવા અભિયાન શરૂ કરાયુ છે જેમાં સંભવત 220થી 230 જેટલી કચરા પેટી(ઓપન ડસ્ટબીન) ઉપાડી લેવામાં આવી હોવાનુ પણ જણાવાયુ હતુ. પાણી વિતરણ વ્યવસ્થા,કચરા એકત્રીકરણ અને સફાઈ વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા મનપા દ્વારા કામગીરી કરાઇ રહી છે. ચાલુ વર્ષે ઓછા વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખી આગામી સમયમાં પાણીના જથ્થા અને વિતરણને લઈને આયોજન કરવામાં આવી રહ્યું છે. આગામી સમયમાં સેવાસેતુ કાર્યક્રમ તથા સ્વદેશી મેળાનું આયોજન થઇ રહયુ હોવાનુ જણાવી નાગરિકોને મોટી સંખ્યામાં ભાગ લેવા અપીલ કરાઇ હતી. ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, એએમસી મુકેશ વરણવા તથા સિટી એન્જિનિયર ભાવેશભાઈ જાની સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ફુડ વિભાગ-રેન્જ ટીમે પાડયા‘તા દરોડા, રિપોર્ટમાં ખુલાસો‎:કાલાવડના શંકાસ્પદ દૂધના 6 નમૂના બિનગુણવત્તાયુકત, કાનૂની પગલાં
    Next Article
    મુશળધાર વરસાદથી માર્ગો પર પાણી વહ્યા, મેઘાવી માહોલ‎:જામજોધપુરમાં અડધા કલાકમાં જ ધોધમાર એક ઈંચ પાણી પડ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment