Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાસ-ગરબા અને કીર્તનમાં ઉમટ્યા વૈષ્ણવ ભક્તો:દામનગરની મદનમોહનલાલજી હવેલીમાં રાધાઅષ્ટમીની ઉજવણી

    18 hours ago

    દામનગર સમસ્ત વૈષ્ણવ સમાજ દ્વારા સ્થાનિક મદનમોહનલાલજીની હવેલી ખાતે શનિવારે શ્રદ્ધા અને ઉત્સાહ સાથે રાધાઅષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ અનુષ્ઠાનની શરૂઆત સવારના સમયે વિશેષ આરતી સાથે કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા વૈષ્ણવ ભક્તોએ ઠાકોરજીના દર્શન અને પૂજનનો લાભ લીધો હતો. દિવસભર ચાલૂ રહેલા આ ઉત્સવના ભાગરૂપે સાંજના સમયે વિશેષ રાસ-ગરબા અને ભક્તિસભર કીર્તનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર હવેલી પરિસરમાં વૈષ્ણવજનો દ્વારા રાધા-કૃષ્ણના ગુણગાન ગાવામાં આવ્યા હતા. આ પર્વની ઉજવણીને સફળ બનાવવા માટે દામનગરના સમસ્ત વૈષ્ણવ સમાજના આગેવાનો અને યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.
    Click here to Read More
    Previous Article
    તંત્રની કામગીરી પર સવાલ:પવનચક્કીની વીજલાઈને લીધો રાષ્ટ્રીય પક્ષીનો ભોગ
    Next Article
    પરંપરા:છોટી કાશીમાં ગણેશ વિસર્જનનો 9મો દિવસ વધુ 228 મૂતિઓનું ભાવિકોએ કર્યુ વિસર્જન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment