Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તંત્રની કામગીરી પર સવાલ:પવનચક્કીની વીજલાઈને લીધો રાષ્ટ્રીય પક્ષીનો ભોગ

    17 hours ago

    જાફરાબાદ તાલુકાના ભટવદર ગામે પવનચક્કીની હાઈવોલ્ટેજ વીજલાઈન અબોલ પક્ષીઓ માટે જીવલેણ સાબિત થઈ રહી હોવાનો બનાવ સામે આવ્યો છે. ગામમાં ખેડૂત ભરતભાઈની વાડી નજીકથી પસાર થતી વીજલાઈનમાં કરંટ લાગતાં રાષ્ટ્રીય પક્ષી મોરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જાફરાબાદના ભટવદર ગામે મોર હાઈ વોલ્ટેજ વીજલાઈનના સંપર્કમાં આવતાં તેને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો અને ઘટનાસ્થળે જ તેનું મોત થયું હતું. આ બનાવની જાણ થતાં ગ્રામજનો તેમજ પર્યાવરણપ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક આગેવાન જીતેન્દ્રભાઈ વરૂ, અજયભાઈ વાળા સહિત પર્યાવરણપ્રેમીઓ સ્થળ પર દોડી ગયા હતા. વનવિભાગની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃત મોરને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. પર્યાવરણપ્રેમીઓએ આ ઘટનાને ગંભીર ગણાવી પવનચક્કી કંપનીની વીજલાઈનોની સલામતી વ્યવસ્થા સામે સવાલો ઉઠાવ્યા છે. ખુલ્લી વીજલાઈનો પર તાત્કાલિક સુરક્ષાત્મક પ્રોટેક્શન લગાવવામાં આવે અથવા પક્ષીઓ માટે જોખમ ન સર્જાય તેવી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે અને વધુ પક્ષીઓ વીજ કરંટનો ભોગ ન બને તે માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. 1 મહિનામાં આ બીજી ઘટના એક મહિના અગાઉ પણ આજ ગામના વિસ્તારમાં પવનચક્કીની વીજલાઈનમાં કરંટ લાગવાથી એક મોરનું મોત થયું હતું. છતાં આવી લાઈનોને સુરક્ષિત કરવા પૂરતાં પગલાં લેવામાં આવ્યા નથી.
    Click here to Read More
    Previous Article
    શાળાનું મકાન ન હોવાથી 114 બાળકો એક ઓરડામાં:2021-22 દરમિયાન અહીંનું જૂનું શાળા મકાન તોડી પાડવામાં આવ્યું, હવે નવું બનાવાતું નથી
    Next Article
    રાસ-ગરબા અને કીર્તનમાં ઉમટ્યા વૈષ્ણવ ભક્તો:દામનગરની મદનમોહનલાલજી હવેલીમાં રાધાઅષ્ટમીની ઉજવણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment