Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પરંપરા:છોટી કાશીમાં ગણેશ વિસર્જનનો 9મો દિવસ વધુ 228 મૂતિઓનું ભાવિકોએ કર્યુ વિસર્જન

    18 hours ago

    જામનગર શહેરમાં મહાનગરપાલિકા તંત્ર દ્વારા ખંભાળિયા બાયપાસ(કુંડ-1) અને સરદાર રિવેરા સોસાયટી-રણજીતસાગર રોડ(કુંડ-2) ખાતે ભાવિકો ગણેશજીની મૂર્તિઓનુ વિસર્જન કરી શકે માટે ખાસ કુત્રિમ કુંડનુ નિર્માણ કરાયુ હતુ.જેમાં ગણેશોત્સવના નવમા દિવસે વધુ 228 મૂર્તિઓનુ ભાવભેર વિસર્જન કરાયુ હતુ. શહેરના જુદા જુદા ગણેશ મંડળો અને ભાવિકો દ્વારા મંગળવારે નવમા દિવસે પણ ગણેશોત્સવના ભાગરૂપે ગણપતિ બાપાની મૂર્તિઓનુ વિધિવત વિસર્જન કરવામાં આવ્યુ હતુ.જેમાં ખંભાળીયા બાયપાસ પાસે કુંડ-1માં વધુ 159 મૂર્તીઓનુ વિસર્જન કરાયુ હતુ. જયારે સરદાર રીવેરા સોસાયટી-રણજીતસાગર રોડ(કુંડ-2) ખાતે 69 મૂર્તિઓનુ ભાવિકો દ્વારા આસ્થાભેર વિસર્જન કરાયુ હતુ.નવ દિવસમાં કુંડ-1 ખાતે 2925 મૂર્તીઓ અને કુંડ-2 ખાતે 846 મૂર્તિઓનુ ભાવિકોએ વિસર્જન કર્યુ છે. હજુ કાલે ગુરૂવાર સુધી ગણેશોત્સવ અંતર્ગત ભાવિકો દ્વારા દુંદાળા દેવને ભકિતભાવપુર્વક વિદાય આપવામાં આવશે.શહેરના જુદા જુદા માર્ગો પર વિસર્જન યાત્રા દરમિયાન ગણપતિ બાપા મોરીયાના જયધોષ ગુંજયા હતા.જયારે જુદા જુદા કૃત્રિમ કુંડ ખાતે પણ ભાવિકો ગણેશમય બની રહયા હતા. 9 દિવસમાં 3774 મૂર્તિઓનું વિસર્જન શહેરમાં ગત સોમવારથી શરૂ થયેલા ગણેશોત્સવ અંતર્ગત ભાવિકો દ્વારા દુંદાળા દેવને આસ્થાભેર વિદાય આપવાનો ક્રમ મંગળવારે પણ યથાવત રહયો હતો.જેમાં નવ દિવસ દરમિયાન બંને કુંડમાં મળી કુલ 3774 મૂર્તિઓ વિસર્જીત કરવામાં આવી હોવાનુ મનપાના સુત્રોએ જણાવ્યુ હતુ.
    Click here to Read More
    Previous Article
    રાસ-ગરબા અને કીર્તનમાં ઉમટ્યા વૈષ્ણવ ભક્તો:દામનગરની મદનમોહનલાલજી હવેલીમાં રાધાઅષ્ટમીની ઉજવણી
    Next Article
    ફુડ વિભાગ-રેન્જ ટીમે પાડયા‘તા દરોડા, રિપોર્ટમાં ખુલાસો‎:કાલાવડના શંકાસ્પદ દૂધના 6 નમૂના બિનગુણવત્તાયુકત, કાનૂની પગલાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment