Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણાવાસીઓને મળી મોટી ભેટ:ગુરુદ્વારાથી પોલીસ હેડક્વાર્ટર સુધીના ઓવરબ્રિજને રેલવે મંત્રાલયની મંજૂરી, ટ્રાફિક અને વરસાદી સમસ્યામાંથી મુક્તિ મળશે

    1 day ago

    મહેસાણા શહેરના વિકાસમાં વધુ એક મહત્વનું મોરપિચ્છ ઉમેરાવા જઈ રહ્યું છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર એટલે કે મહેસાણા-1 અને મહેસાણા-2ને જોડતા એક અત્યંત મહત્વપૂર્ણ ઓવરબ્રિજને રેલવે વિભાગ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. ગુરુદ્વારાથી લઈને પોલીસ હેડક્વાર્ટર સુધી બનનારા આ ઓવરબ્રિજથી શહેરની વર્ષો જૂની ટ્રાફિકની જટિલ સમસ્યા તેમજ ચોમાસા દરમિયાન ઊભી થતી મુશ્કેલીઓનો કાયમી ઉકેલ આવશે. રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકે આ અંગે આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, મહેસાણા-1 અને મહેસાણા-2 ને જોડતા બ્રિજ માટે કેન્દ્ર સરકાર અને રેલવે મંત્રી સમક્ષ સતત રજૂઆતો કરવામાં આવી હતી. આ ઉપરાંત ગુજરાત સરકાર અને સ્થાનિક નગરપાલિકા તથા મહાનગરપાલિકા સ્તરે પણ આ બાબતે સતત ફોલોઅપ લેવામાં આવી રહ્યું હતું. આ સઘન પ્રયાસોના પરિણામે રેલવે મંત્રાલય તરફથી આ બ્રિજના નિર્માણ માટે મંજૂરીની મહોર મારી દેવામાં આવી છે. હવે ટૂંક સમયમાં જ ગુજરાત સરકાર દ્વારા આગળની પ્રક્રિયા હાથ ધરીને બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવશે. આ બ્રિજ બનવાથી ખાસ કરીને ચોમાસાના સમયે પાણી ભરાવાને કારણે થતી ટ્રાફિક જામની સમસ્યામાંથી નાગરિકોને મોટી રાહત મળશે. આ સફળતા બદલ સાંસદ મયંક નાયકે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.આ કામગીરીમાં સાંસદ હરિભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ, ધારાસભ્ય મુકેશભાઈ તથા સ્થાનિક આગેવાનોના સામૂહિક પ્રયાસો પણ મહત્વના રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ટ્રમ્પની ઈરાનને ધમકી- સમજૂતી કરો, નહીં તો તબાહ કરી નાખીશું:તેમને ફરીથી લોકોને મારવાની તક નહીં આપીએ, આર્થિક નાકાબંધી કરવા માટે UNને અપીલ
    Next Article
    ESICનું કવચ વધુ વિસ્તરશે:ગુજરાતમાં 8 લાખ કામદારોને ટૂંક સમયમાં સામેલ કરાશે, 68 ખાનગી હોસ્પિટલ પેનલમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment