Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ESICનું કવચ વધુ વિસ્તરશે:ગુજરાતમાં 8 લાખ કામદારોને ટૂંક સમયમાં સામેલ કરાશે, 68 ખાનગી હોસ્પિટલ પેનલમાં

    23 hours ago

    રાજ્યમાં શ્રમિકો અને તેમના પરિવારજનોને સામાજિક સુરક્ષા તથા આરોગ્ય સેવાઓનો વ્યાપ વધારવાની દિશામાં સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગાંધીનગર સચિવાલય ખાતે શ્રમ-રોજગાર મંત્રી કુંવરજી બાવળીયાના અધ્યક્ષસ્થાને કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC)ની 94મી પ્રાદેશિક બોર્ડ બેઠક મળી હતી. રાજ્ય મંત્રી કાંતિલાલ અમૃતિયા પણ બેઠકમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. 21.68 લાખ વીમાધારક, 84 લાખ લાભાર્થી મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું કે 31 માર્ચ 2026ની સ્થિતિએ ગુજરાતમાં 21.68 લાખથી વધુ વીમાધારકો અને આશરે 84 લાખ લાભાર્થીઓ ESIC હેઠળ આવરી લેવાયા છે. રાજ્યમાં ઉદ્યોગો અને રોજગારીની તકોમાં થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં વધુ 8 લાખ જેટલા કામદારોને ESICના સામાજિક સુરક્ષા કવચ હેઠળ લાવવાનું આયોજન છે. બે મહિનામાં 68થી વધુ ખાનગી હોસ્પિટલો પેનલમાં શ્રમિકો અને તેમના પરિવારજનોને નજીકમાં ઝડપી અને કેશલેસ સારવાર મળી રહે તે માટે છેલ્લા બે મહિનામાં 68થી વધુ ખાનગી હોસ્પિટલોને ESICના પેનલમાં સામેલ કરવામાં આવી છે. આ નિર્ણયથી ESICના લાભાર્થીઓને આરોગ્ય સેવાઓ મેળવવામાં વધુ સુવિધા મળશે. હવે દર 3 મહિને શ્રમિકોના પ્રશ્નોની સમીક્ષા બેઠકમાં શ્રમિક કલ્યાણ, આરોગ્ય સેવાઓ અને સામાજિક સુરક્ષાને લગતા મુદ્દાઓની નિયમિત સમીક્ષા કરવાનો નિર્ણય પણ મહત્વનો રહ્યો. મંત્રીએ જણાવ્યું કે દર ત્રણ મહિને પ્રાદેશિક બોર્ડની બેઠક યોજાશે, જ્યારે બે બેઠકો વચ્ચે શ્રમિકો દ્વારા રજૂ કરવામાં આવતા પ્રશ્નો અને માંગણીઓના સમયબદ્ધ ઉકેલ માટે કાર્યવાહી કરવામાં આવશે. ESIC સ્ટેટ સોસાયટીથી લઈને હોસ્પિટલ માટે જમીન સુધી ચર્ચા 94મી બેઠકમાં અગાઉ યોજાયેલી 93મી પ્રાદેશિક બોર્ડ બેઠકની કામગીરી અને અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. ઉપરાંત પ્રાદેશિક બોર્ડનું પુનર્ગઠન, કો-ઓપ્ટ સભ્યોની નિમણૂક, ગુજરાતમાં ESIC સ્ટેટ સોસાયટીની રચના તેમજ ESIC હોસ્પિટલ માટે યોગ્ય જમીનની ફાળવણી સહિતના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. શ્રમિકોના પરિવાર સુધી આરોગ્ય સુરક્ષા પહોંચાડવાનો પ્રયાસ સરકારનો ભાર માત્ર વીમાધારક કામદારો પૂરતો મર્યાદિત ન રાખી તેમના પરિવારજનો સુધી પણ આરોગ્ય અને સામાજિક સુરક્ષાની સુવિધા પહોંચાડવા પર છે. ESIC હેઠળ ખાનગી હોસ્પિટલોનો વ્યાપ વધારવાથી ખાસ કરીને તાત્કાલિક અને કેશલેસ સારવાર મેળવવામાં લાભાર્થીઓને વધુ વિકલ્પો ઉપલબ્ધ થશે. બેઠકમાં ESIC અમદાવાદના પ્રાદેશિક નિયામક હેમંતકુમાર પાંડેએ સ્વાગત કરીને બેઠકની રૂપરેખા રજૂ કરી હતી. પશ્ચિમ ક્ષેત્રના વીમા આયુક્ત રત્નેશકુમાર ગૌતમ, તબીબી સેવાઓના અધિક સચિવ મનીષ મોદી, ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય નિયામક પી.એમ. શાહ, રાજ્ય ચિકિત્સા અધિકારી ડૉ. વિજયકુમાર ધાણક સહિતના અધિકારીઓ, શ્રમિક સંગઠનોના પ્રતિનિધિઓ, એમ્પ્લોયર પ્રતિનિધિઓ તેમજ ESIC સંલગ્ન હોસ્પિટલોના ડીન અને મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    મહેસાણાવાસીઓને મળી મોટી ભેટ:ગુરુદ્વારાથી પોલીસ હેડક્વાર્ટર સુધીના ઓવરબ્રિજને રેલવે મંત્રાલયની મંજૂરી, ટ્રાફિક અને વરસાદી સમસ્યામાંથી મુક્તિ મળશે
    Next Article
    વેરાવળ BAPS મંદિરમાં જલજીલણી એકાદશીની ઉજવણી:ઠાકોરજીને નૌકામાં વિહાર કરાવાયો, હરિભક્તોએ 5 થાળ-આરતીનો લાભ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment