Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીર સોમનાથ- ભાવનગર- અમરેલીમાં મેઘરાજાની તોફાની બેટિંગ:ઉનામાં જળબંબાકાર, દુકાન બહારથી સામાન તણાયો; સુરત સહિત પાંચ જિલ્લામાં આજે યલો એલર્ટ

    20 hours ago

    આજે 22 સપ્ટેમ્બરે બપોર બાદ મેઘરાજાએ રાજ્યના કેટલાક વિસ્તારોમાં તોફાની બેટિંગ કરી હતી. સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો. ઉનામાં તો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાતા જળબંબાકાર છે. રસ્તા પર વાહનો ડૂબ્યા છે તો રસ્તા પર પાણી વહેતા થતા દુકાનની બહારથી સામાન પણ તણાવા લાગ્યો હતો. તો આ તરફ અમરેલીના રાજુલામાં પણ પવન સાથે વરસાદ શરૂ થયો છે. જ્યારે ભાવનગરના મહુવામાં પણ ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. રાજ્યમાં અત્યાર સુધી સામાન્ય કરતા 7 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. રાજસ્થાનના વધુ કેટલાક ભાગોમાંથી ચોમાસાએ વિદાય લીધી છે અને હવે ગુજરાતમાં પણ ચોમાસાની વિદાય માટેની પ્રક્રિયા શરૂ થવાની છે. આગામી 2થી 3 દિવસમાં સૌરાષ્ટ્ર-કચ્છના અમુક ભાગોમાંથી ચોમાસાની વિદાયની પ્રક્રિયાની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદની આગાહી આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે આજે દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં યલો એલર્ટ છે. આજે સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ અને બોટાદમાં 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવા સાથે મેઘગર્જના અને વીજળીના કડાકા-ભડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં સર્જાયેલું ડિપ્રેશન વધુ તીવ્ર બનીને વેસ્ટ-સેન્ટ્રલ અને ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી તરફ આગળ વધી રહ્યું છે, આગામી 12 કલાકમાં ડીપ ડિપ્રેશન થવાની પણ સંભાવના છે. જે આગામી સમયમાં આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠે પહોંચવાની શક્યતા છે. જમ્મુ આસપાસના ક્ષેત્રમાં સિસ્ટમ અત્યારે સક્રિય છે. પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ તરફ રાજ્યમાં પવન ફૂંકાવાનો છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતમાં 72મો નેશનલ ફિલ્મ એવોર્ડ:કાર્તિક આર્યન બેસ્ટ એક્ટર, યામી ગૌતમ બેસ્ટ એકટ્રેસ; વૈષ્ણવે કહ્યું - આવતા વર્ષે, એક નવું ટુરિસ્ટ સ્થળ હશે
    Next Article
    રાજકોટમાં આરોગ્ય વિભાગનાં દરોડા:બર્ગર કિંગ, મેકડોનાલ્ડ્સ અને ગર્લ્સ-બોયઝ હોસ્ટેલોમાં 65 કિલો અખાદ્ય ખોરાક ઝડપાયો, વાસી ઘઉં-પોપકોર્ન સહિત અખાદ્ય જથ્થાનો નાશ, રૂ. 17,000 દંડ વસુલાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment