Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં આરોગ્ય વિભાગનાં દરોડા:બર્ગર કિંગ, મેકડોનાલ્ડ્સ અને ગર્લ્સ-બોયઝ હોસ્ટેલોમાં 65 કિલો અખાદ્ય ખોરાક ઝડપાયો, વાસી ઘઉં-પોપકોર્ન સહિત અખાદ્ય જથ્થાનો નાશ, રૂ. 17,000 દંડ વસુલાયો

    8 hours ago

    રાજકોટ મહાપાલિકાની આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને ગંદકી સામે કડક કાર્યવાહી કરવાના ભાગરૂપે વ્યાપક સર્વેલન્સ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ દરમિયાન મહાનગરપાલિકાની ટીમ દ્વારા શહેરની કુલ 53 પેઢીઓ અને રેસ્ટોરન્ટ્સની સઘન તપાસ કરવામાં આવી હતી. જેમાં મેકડોનાલ્ડ્સ, બર્ગર કિંગ તેમજ ગર્લ્સ-બોયઝ હોસ્ટેલોમાં 65 કિલો અખાદ્ય ખોરાક ઝડપાયો હતો. જેને લઈને વાસી ઘઉં-પોપકોર્ન સહિતનાં આ તમામ અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. આ કામગીરી દરમિયાન આરોગ્ય માટે હાનિકારક એવો કુલ 65 kg વાસી અને અખાદ્ય ખોરાકનો જથ્થો મળી આવતા તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, અનિયમિતતા દાખવનાર અને નિયમોનું ઉલ્લંઘન કરનાર કુલ 18 પેઢીઓને સ્ટોરેજ, લાઇસન્સ અને હાઈજેનિક કન્ડિશન બાબતે કારણ દર્શક નોટિસ ફટકારવામાં આવી હતી તેમજ તેમની પાસેથી કુલ રૂ. 17,000 નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો. આ સાથે જ, FSSAI એક્ટ હેઠળ ખાદ્ય સામગ્રીના 03 શંકાસ્પદ નમૂના લઈ વધુ પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. ફૂડ વિભાગની ટીમ દ્વારા કરવામાં આવેલી કામગીરીમાં જાણીતી બ્રાન્ડ્સ અને રેસ્ટોરન્ટ્સ સામે પણ પગલાં લેવાયા હતા. જેમાં હાર્ડ કેસલ રેસ્ટોરન્ટ પ્રા. લી. (મેકડોનાલ્ડ્સ), ગ્રીનલેન્ડ ચોક, કુવાડવા રોડ મુકામેથી 'જસ્ટ મિલ્ક' ટોન્ડ મિલ્ક (1 ltr પાઉચ) અને 'ડહલર' સ્ટ્રોબેરી ફ્રૂટ ક્રશ (1 ltr પાઉચ) ના નમૂના લેવામાં આવ્યા હતા તેમજ રૂ. 3,000 નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો. તે જ રીતે, રેસ્ટોરન્ટ બ્રાન્ડઝ એશિયા લિમિટેડ (બર્ગર કિંગ), ક્રિસ્ટલ મોલ, કાલાવડ રોડ ખાતેથી યુઝ્ડ ફ્રાઇંગ પામોલિન ઓઇલ (લૂઝ) નો નમૂનો લઈને તેને પૃથ્થકરણ માટે મોકલાયો હતો અને નોટિસ આપવામાં આવી હતી. શહેરની વિવિધ હોસ્ટેલો અને કેન્ટીનોમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. રામપાર્ક સ્થિત લેઉવા પટેલ ગર્લ્સ હોસ્ટેલમાંથી 20 kg પડતર અને વાસી અખાદ્ય ઘઉંનો નાશ કરવામાં આવ્યો હતો અને લાઇસન્સ તથા સ્ટોરેજ બાબતે નોટિસ આપી રૂ. 1,000 દંડ વસૂલાયો હતો. આ ઉપરાંત ક્રિસ્ટલ મોલ પાસે આવેલા ફીનોલ ઇન્સ્ટિટયૂટમાંથી 20 kg એક્સપાયરી વાળા પોપકોર્નના પેકેટનો નાશ કરીને રૂ. 1,000 વહીવટી ચાર્જ વસૂલાયો હતો. વિવાન્તા ગર્લ્સ હોસ્ટેલમાંથી 5 kg સડેલા બટેટાનો નાશ કરી રૂ. 1,000 નો દંડ વસૂલ કરાયો હતો. તેમજ મહિલા કોલેજ ખાતે આવેલ પ્રેમ કેટરર્સમાંથી અંદાજીત 20 kg પડતર અખાદ્ય ચીજનો નાશ કરી રૂ. 3,000 નો વહીવટી ચાર્જ વસૂલાયો હતો. આ ઉપરાંત, લીંબુડીવાડી મેઈન રોડ પર સ્થિત શ્રી પટેલ સૌરાષ્ટ્ર સમાજ સંચાલિત ફિલ્ડ માર્શલ એન્ડ ગોવાણી કન્યા છાત્રાલય, સત્યસાંઈ મેઈન રોડ પર આવેલ કૃષ્ણમ પી.જી. હોસ્ટેલ, કાલાવાડ રોડ પર આવેલ શિવમ હોસ્ટેલ, નાના મવા રોડ પરની માધવ બોયઝ હોસ્ટેલ, પંચવટી મેઇન રોડ ખાતે આવેલ ફોર્ચ્યુન ગર્લ્સ હોસ્ટેલ અને અમૃત કન્યા છાત્રાલય, મોરબી રોડ પર સ્થિત આરસીપી હોસ્ટેલ, તથા કાલાવાડ રોડ પરની જય રેસીડેન્સી બોયઝ હોસ્ટેલ અને રાજપૂતપરા સ્થિત હરભમજીરાજ ગરાસીયા બોર્ડિંગ સામે લાઇસન્સ, હાઈજેનિક કન્ડિશન અને સ્ટોરેજ બાબતે નોટિસ આપી વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો. મોરબી રોડ પર આવેલ રાયકા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્ટેલ, ગોંડલ રોડ પર આવેલા સ્વિગી ઇન્સ્ટામાર્ટ, યુનિવર્સિટી રોડ પર સ્થિત શ્રીજી બોયઝ હોસ્ટેલ અને પંચવટી મેઇન રોડ પર સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિ મંડળ કુમાર છાત્રાલયને પણ હાઈજેનિક કન્ડિશન અને લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવી હતી. આ સઘન ચેકિંગ દરમિયાન વનિતા વિશ્રામ છાત્રાલય, ઓમ બોયઝ હોસ્ટેલ એન્ડ પીજી, કુમાર હાઉસ ઉપરાંત સોરઠિયાવાડી અને નિર્મળા રોડ વિસ્તારમાં આવેલી પટેલ ગ્રુપ વસ્તુ ભંડાર, અશોક વિજય ડેરી ફાર્મ, જલારામ ખમણ, અતુલ આઇસક્રીમ, સપના સોડા, સ્વાદ અમૃતમ ચાય, નવીન એન્ટરપ્રાઇઝ, સદગુરુ કોલ્ડડ્રીક્સ, રંગોલી આઈસ્ક્રીમ, ઝેપોલી બેકર્સ, શિવ શક્તિ ફાસ્ટફૂડ, ગનીભાઈ મદ્રાસ કાફે, તિરુપતિ મદ્રાસ કાફે, શ્રી હરિ નમકીન, રાજભા સોડા, વિનોદ બેકરી, રઘુવંશી ફાસ્ટ ફૂડ, ક્રેશ એન્ડ ક્રેવ, સોનાલી પાવભાજી, નસીબ દાળપકવાન, શ્રી ગણેશ નમકીન, જે. કે. ફૂડ, શિવાજી આઈસ્ક્રીમ, પટેલ મેડિકલ સ્ટોર, રામેશ્વર બેકર્સ, આર.બી. ફાસ્ટફૂડ, કિશન પ્રોવિઝન સ્ટોર, જય ભવાની શીંગ, દિપક ખમણ, ગોકુલ ડેરી ફાર્મ અને શ્રીરામ ગાંઠીયા સહિતની વિવિધ 53 પેઢીઓની સઘન તપાસ કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    ગીર સોમનાથ- ભાવનગર- અમરેલીમાં મેઘરાજાની તોફાની બેટિંગ:ઉનામાં જળબંબાકાર, દુકાન બહારથી સામાન તણાયો; સુરત સહિત પાંચ જિલ્લામાં આજે યલો એલર્ટ
    Next Article
    મોરબી બ્રહ્મસમાજે 75 વર્ષથી વધુ વયના વડિલોનું સન્માન કર્યું:50 વર્ષના લગ્નજીવનવાળા દંપતિને પણ શાલ અને ભેટ આપી સન્માનિત કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment