Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એક જમીન બે વખત વેચી મારવાનો કારસો:શેરખીમાં કોર્ટના આદેશની અવગણના કરી કરોડોનું જમીન કૌભાંડ, સબ રજિસ્ટ્રાર સામે સવાલો ઊભા થયા

    21 hours ago

    વડોદરા શહેર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જમીન ખરીદ-વેચાણના વ્યવહારોમાં છેતરપિંડી અને કૌભાંડના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, ત્યારે વડોદરાના શેરખી વિસ્તારમાં એક જ જમીન બબ્બે વખત વેચી દેવાનું કરોડો રૂપિયાનું કથિત જમીન કૌભાંડ સામે આવતા ચકચાર મચી ગઈ છે. શેરખી વિસ્તારમાં આવેલી સર્વે નંબર 70/41ની 6070 ચોરસ મીટરની જૂની શરતની જમીન અંગે પહેલેથી જ સિવિલ તેમજ ફોજદારી વિવાદ ચાલી રહ્યો હતો. આ મામલે સિવિલ કોર્ટ દ્વારા જે તે સ્થિતિ જાળવી રાખવાનો સ્પષ્ટ હુકમ પણ કરવામાં આવ્યો હતો. તેમ છતાં કોર્ટના આદેશની અવગણના કરીને અને કાયદાકીય પ્રક્રિયાઓને નેવે મૂકીને આ વિવાદાસ્પદ જમીનનો ફરીથી વેચાણ દસ્તાવેજ કરી દેવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ ઉઠ્યો છે. ફોજદારી કેસ પેન્ડિંગ છતાં દસ્તાવેજ નોંધાઈ ગયો સમગ્ર મામલે ફરિયાદી શિવાભાઈ પ્રજાપતિની ફરિયાદના આધારે વડોદરા તાલુકા પોલીસ મથકમાં ચાર સામે ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ, સિવિલ અને ફોજદારી કેસ પેન્ડિંગ હોવા છતાં દસ્તાવેજ નોંધાઈ જતાં સબ-રજિસ્ટ્રાર કચેરીની સંદિગ્ધ કામગીરી સામે પણ અનેક સવાલો ખડા થયા છે. જમીન કૌભાંડ સામે આવતા ફરિયાદીએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને આ મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. 2015થી જમીન વિવાદ ચાલી રહ્યો છે ઘટનાની વિગતવાર માહિતી મુજબ અટલાદરા વિસ્તારમાં રહેતા શિવાભાઈ પ્રજાપતિએ વર્ષ 2015માં શેરખી ગામની જમીન તેના મૂળ માલિક રમણભાઈ પઢિયાર પાસેથી ખરીદવાનું નક્કી કર્યું હતું. જૂન-2015માં આ જમીનનો રજિસ્ટર્ડ બાનાખત કરી અવેજ પેટે રૂ. 7,01,000 ચૂકવવામાં આવ્યા હતા અને જમીનનો કબજો પણ મેળવવામાં આવ્યો હતો. પરંતુ ત્યારબાદ જમીન માલિક રમણભાઈએ ફરિયાદીને અંધારામાં રાખી વર્ષ 2018માં આ જ જમીન નિઝામપુરાના વિષ્ણુ પટેલ અને માંજલપુરના જગદીશ પટેલને રૂ. 19.72 લાખથી વધુ રકમમાં વેચી દીધી હતી. એક જ જમીનના બબ્બે વ્યવહારો સામે આવતાં શિવાભાઈએ સિવિલ કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા, જ્યાં કોર્ટે જે તે સ્થિતિ જાળવવાનો વચગાળાનો હુકમ કર્યો હતો. બાદમાં ટેકનિકલ કારણોસર આ દાવો ડિસમિસ થતાં તેને રીસ્ટોર કરવાની અરજી હાલ પેન્ડિંગ છે. આ અંગે વર્ષ 2020માં તાલુકા પોલીસમાં નોંધાયેલી ફરિયાદ બાદ ચાર્જશીટ થઈ ચૂકી છે અને કેસ અદાલતમાં વિચારાધીન છે. વડોદરા ગ્રામ્ય પોલીસે તપાસ શરૂ કરી આમ, કાનૂની વિવાદ અને ફોજદારી કાર્યવાહી ચાલુ હોવા છતાં વિષ્ણુ પટેલ અને જગદીશ પટેલે રાજકોટના ભરત રોકડ અને પ્રજય રોકડને આ જમીનનો ફરીથી દસ્તાવેજ કરી આપતાં મામલો વધુ ગંભીર બન્યો હતો. પોતે બબ્બે વખત છેતરાયા હોવાનું માલૂમ પડતાં શિવાભાઈએ તાલુકા પોલીસમાં નવી ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે વિષ્ણુ પટેલ, જગદીશ પટેલ, ભરત રોકડ અને પ્રજય રોકડ સામે ષડયંત્ર રચવાનો ગુનો નોંધ્યો છે. વડોદરા ગ્રામ્ય ડીવાયએસપી ડો. કિરણ ઠાકુરના જણાવ્યા મુજબ પોલીસ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આ સમગ્ર ઘટનાક્રમમાં ગોરવા ખાતે આવેલી મામલતદાર ઉત્તરની સબ-રજિસ્ટ્રાર કચેરીની ભૂમિકા સામે પણ શંકાની સોય ચીંધાઈ છે. જાણે કે કોર્ટના હુકમ અને ચાલુ કેસ છતાં આ દસ્તાવેજ કેવી રીતે થઈ ગયો તે મોટો સવાલ છે. જોકે ગોરવા સબ-રજિસ્ટ્રાર ચિરાગ પટેલે સ્પષ્ટતા કરી હતી કે કચેરીએ જમીનનો સંપૂર્ણ ટ્રેક રેકોર્ડ ચકાસવાનો હોતો નથી અને તેની કાનૂની જવાબદારી ખરીદનાર તથા વેચનારની રહે છે. છતાં પણ, કોઈ બેદરકારી કે ગેરરીતિ થઈ છે કે નહીં તે દિશામાં નિષ્પક્ષ તપાસ જરૂરી બની છે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ:11 ઓક્ટોબરે મતદાન અને 13મીએ પરિણામ, તંત્ર દ્વારા કડક માર્ગદર્શિકા જાહેર
    Next Article
    23 વર્ષ જૂનો હાઇપ્રોફાઇલ સુરત પ્રફુલ્લ સાડી ખંડણી કેસ:શિલ્પા શેટ્ટીના માતા સુનંદા શેટ્ટી કોર્ટમાં હાજર, કાયમી મુક્તિ માટે કરી અરજી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment