Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ:11 ઓક્ટોબરે મતદાન અને 13મીએ પરિણામ, તંત્ર દ્વારા કડક માર્ગદર્શિકા જાહેર

    21 hours ago

    ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયાને નિષ્પક્ષ, પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. જાહેર થયેલા ચૂંટણી કાર્યક્રમ અનુસાર આગામી 11 ઓક્ટોબરના રોજ મતદાન યોજાશે અને 13 ઓક્ટોબરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે, જ્યારે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા 16 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે. આ મહાનગરપાલિકા ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદૃઢ રહે તેમજ સામાન્ય મતદારો કોઈપણ પ્રકારના ભય વગર મતદાન કરી શકે તે હેતુથી વહીવટી તંત્ર દ્વારા મહત્વપૂર્ણ દિશા-નિર્દેશો અને પ્રતિબંધાત્મક હુકમો જારી કરવામાં આવ્યા છે. લાઈનમાં ક્રમબદ્ધ પ્રવેશ અને મતદાન બાદ તુરંત સ્થળ છોડવા આદેશ મતદાનના દિવસે કેન્દ્રો પર મતદારોની ભારે ભીડ એકઠી થવાની શક્યતાઓને ધ્યાને રાખીને ગાંધીનગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ વિપુલ ઠક્કર દ્વારા વિશેષ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ આદેશ અનુસાર મતદાન આપવા આવતા તમામ નાગરિકોએ મથકના અધિકૃત પ્રવેશદ્વાર પર શિસ્તબદ્ધ રીતે લાઈનમાં ઊભા રહેવાનું રહેશે. મહિલા મતદારો માટે જો અલગ લાઈનની વ્યવસ્થા કરવામાં આવી હોય તો તેમણે તે જ લાઈનમાં ક્રમબદ્ધ રીતે જવાનું રહેશે. પોતાના વારા મુજબ જ મતદાન મથકમાં પ્રવેશ મેળવવાનો રહેશે અને પોતાનો મતાધિકાર ઉપયોગ કર્યા બાદ તુરંત જ મતદાન મથક તથા તેની આસપાસનો વિસ્તાર છોડી દેવાનો આદેશ કરાયો છે, જેથી કોઈ બિનજરૂરી જમાવડો ન થાય. મતગણતરી કેન્દ્રોમાં મોબાઈલ-વાયરલેસ પર પૂર્ણ પ્રતિબંધ બીજી તરફ 13 ઓક્ટોબરે યોજાનારી મતગણતરી દરમિયાન કેન્દ્રોની સુરક્ષા અને પારદર્શિતા જાળવી રાખવા માટે ગાંધીનગર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મોબાઈલ ફોન, કોર્ડલેસ ફોન અને વાયરલેસ સેટના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ આદેશનો મુખ્ય હેતુ મતગણતરી મથકો પર કોઈપણ પ્રકારના અનધિકૃત સંદેશાવ્યવહાર અને વિક્ષેપને રોકવાનો છે. તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ પ્રતિબંધમાંથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંભાળતા જવાબદાર અધિકારીઓ, સુરક્ષાકર્મીઓ, ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત કરાયેલા નિર્દેશકો, નિરીક્ષકો તેમજ મતગણતરી મથકના ઇન્ચાર્જ અધિકારીઓ અને કર્મચારીઓને મુક્તિ આપવામાં આવી છે. નિયમભંગ કરનારા સામે ગુનો નોંધી કાર્યવાહી કરવાની તંત્રની ચેતવણી આ જાહેરનામા અને સરકારી હુકમોનું ઉલ્લંઘન કરનાર કોઈપણ વ્યક્તિ કે તત્વ સામે વહીવટી તંત્ર દ્વારા ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી છે. મતદાન મથકો પર અશાંતિ સર્જનાર, અવ્યવસ્થા ઊભી કરનાર કે મતગણતરી કેન્દ્રોમાં પ્રતિબંધિત ઉપકરણો સાથે પ્રવેશવાનો પ્રયાસ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની સંબંધિત કલમો હેઠળ કડક ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. તંત્રએ શહેરના તમામ જાગૃત નાગરિકો અને રાજકીય પક્ષોના આગેવાનોને ચૂંટણી પ્રક્રિયા સુચારુ રીતે પૂર્ણ થાય તે માટે શાંતિ અને સુવ્યવસ્થા જાળવવામાં સહયોગ આપવા ભારપૂર્વક અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ગીર સોમનાથ-ભાવનગર-અમરેલીમાં મેઘરાજાની તોફાની બેટિંગ:ધોધમાર વરસાદથી ઉનામાં જળબંબાકાર, દુકાન બહારથી સામાન તણાયો; સુરત સહિત પાંચ જિલ્લામાં આજે યલો એલર્ટ
    Next Article
    એક જમીન બે વખત વેચી મારવાનો કારસો:શેરખીમાં કોર્ટના આદેશની અવગણના કરી કરોડોનું જમીન કૌભાંડ, સબ રજિસ્ટ્રાર સામે સવાલો ઊભા થયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment