Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીર સોમનાથ-ભાવનગર-અમરેલીમાં મેઘરાજાની તોફાની બેટિંગ:ધોધમાર વરસાદથી ઉનામાં જળબંબાકાર, દુકાન બહારથી સામાન તણાયો; સુરત સહિત પાંચ જિલ્લામાં આજે યલો એલર્ટ

    1 day ago

    આજે 22 સપ્ટેમ્બરે બપોર બાદ મેઘરાજાએ રાજ્યના કેટલાક વિસ્તારોમાં તોફાની બેટિંગ શરૂ કરી દીધી છે. સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ઉનામાં તો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા છે. જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. તો આ તરફ અમરેલીના રાજુલામાં પણ પવન સાથે વરસાદ શરૂ થયો છે. જ્યારે ભાવનગરના મહુવામાં પણ ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. સુરત સહિત પાંચ જિલ્લામાં યલો એલર્ટ હવામાન વિભાગની આગામી 7 દિવસની આગાહી મુજબ, આજે 22 સપ્ટેમ્બરે રાજ્યના સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીના છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની સાથે યલો એલર્ટ આપ્યું છે. સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદની આગાહી આજે સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ અને બોટાદમાં 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવા સાથે મેઘગર્જના અને વીજળીના કડાકા-ભડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં સર્જાયેલું ડિપ્રેશન વધુ તીવ્ર બનીને વેસ્ટ-સેન્ટ્રલ અને ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી તરફ આગળ વધી રહ્યું છે, આગામી 12 કલાકમાં ડીપ ડિપ્રેશન થવાની પણ સંભાવના છે. જે આગામી સમયમાં આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠે પહોંચવાની શક્યતા છે. જમ્મુ આસપાસના ક્ષેત્રમાં સિસ્ટમ અત્યારે સક્રિય છે. પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ તરફ રાજ્યમાં પવન ફૂંકાવાનો છે.
    Click here to Read More
    Previous Article
    સુપ્રીમ કોર્ટ બોલ્યું-ધાર્મિક કારણોસર વંદે માતરમ ન ગાવું અપરાધ નથી:અરજીકર્તાએ કહ્યું- તેમાં હિંદુ દેવતાઓનો ઉલ્લેખ; કાયદા અંગે કેન્દ્ર પાસેથી જવાબ માગ્યો
    Next Article
    ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ:11 ઓક્ટોબરે મતદાન અને 13મીએ પરિણામ, તંત્ર દ્વારા કડક માર્ગદર્શિકા જાહેર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment