Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોંઘવારી સામે મહિલા કોંગ્રેસનો અનોખો વિરોધ, ડુંગળી વિતરણ:જૂનાગઢમાં કુદકે ને ભૂસકે વધતી મોંઘવારી સામે મહિલા કોંગ્રેસ પ્રમુખનો હલ્લાબોલ: ગરીબોને ડુંગળી વહેંચી સરકાર પાસે તાત્કાલિક રાજીનામાની માંગ કરી

    1 day ago

    ​હાલના સમયમાં કુદકે ને ભૂસકે વધતી જતી અસહ્ય મોંઘવારી અને આસમાને પહોંચેલા ભાવવધારાના કારણે સામાન્ય તેમજ મધ્યમ વર્ગનું જીવવું મુશ્કેલ બની ગયું છે. ખાસ કરીને રોજિંદા આહારમાં વપરાતી ડુંગળીના ભાવમાં સતત થઈ રહેલા વધારાને લઈને જૂનાગઢ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ દ્વારા અનોખો અને આક્રમક વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યો હતો. મધ્યમ વર્ગ અને ગરીબ પરિવારના લોકોને મોંઘા ભાવની ડુંગળી ખરીદવી પહોંચાતી ન હોવાથી મહિલા કોંગ્રેસ દ્વારા રસ્તા પર ઉતરીને સામાન્ય જનતાને ડુંગળીનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સરકારની નિષ્ફળ નીતિઓ સામે વિરોધ વ્યક્ત કરાયો હતો. ​દૈનિક જીવનમાં અતિ ઉપયોગી એવી તમામ આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે લીલા શાકભાજી, રોજીંદો અનાજ, કરિયાણું, ખાધ્ય તેલ, દેશી ઘી, રાંધણ ગેસ સિલિન્ડર તેમજ વાહનોના ઈંધણ જેવા કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દરરોજ સતત વધારો થઈ રહ્યો છે. સામાન્ય સંજોગોમાં સોના જેવી કિંમતી વસ્તુઓની ખરીદી વગર માણસ ચલાવી શકે છે અને સોનું ન ખરીદે તો પણ જીવન ચાલી જાય છે, પરંતુ રોજિંદા ખોરાક અને ગરીબ પરિવારના આહારમાં અતિ મહત્વની ગણાતી વસ્તુઓ જ આટલી મોંઘી થઈ જતાં તે હવે સામાન્ય લોકોની થાળીમાંથી ગાયબ થઈ રહી છે. ​સરકાર દ્વારા દર વર્ષે રજૂ કરવામાં આવતા બજેટની સીધી માઠી અને નકારાત્મક અસર સામાન્ય પરિવારના રસોડા પર પડી રહી છે. એક સમય એવો હતો કે જ્યારે પરિવારનો એક જ સભ્ય રોજીરોટી કમાતો હતો અને તેના આધારે આખો મોટો પરિવાર ખૂબ સુખેથી પોતાનું ગુજારાન ચલાવી શકતો હતો. તેનાથી વિપરીત વર્તમાન સમયમાં પરિવારના તમામ સભ્યો દિવસ-રાત મહેનત કરીને કમાતા હોવા છતાં પણ આ અસહ્ય મોંઘવારીમાં ઘરનું ચક્ર ચલાવવું કે રસોડાનું બજેટ જાળવવું અત્યંત મુશ્કેલ બની ગયું છે. વધી રહેલી મોંઘવારી પર અંકુશ મેળવવામાં અને પ્રજાને રાહત આપવામાં વર્તમાન સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ હોવાથી તેનો સખત વિરોધ દર્શાવી સરકાર પાસે તાત્કાલિક ધોરણે રાજીનામું આપવાની માંગ કરવામાં આવી છે. મોંઘવારી મામલે જૂનાગઢ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ હેમાબેન રૂપાલીયાએ જણાવ્યું હતું કે, આજે હું કોઈ એક રાજકીય નેતા તરીકે નહીં પરંતુ એક સામાન્ય ગૃહિણી તરીકે ખુલ્લેઆમ ઊભી રહીને સીધો સરકારને પ્રશ્ન પૂછું છું કે આ દેશમાં મોંઘવારીમાં ઘટાડો ક્યારે થશે? આજે સૌ કોઈ જોઈ રહ્યા છે કે ડુંગળી, શાકભાજી, અનાજ, કરિયાણું, તેલ, ઘી, ગેસ સિલિન્ડર, પેટ્રોલ, ડીઝલ જેવી તમામ આવશ્યક વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. ​ સોનાનો ભાવ પણ ખૂબ વધી ગયો છે પરંતુ સોનું ખરીદ્યા વગર ચલાવી શકાય, પણ જે દરરોજ જમવા માટે જોઈએ છે અને ગરીબ લોકો માટે જે 'કસ્તૂરી' સમાન ગણાય છે તેવી ડુંગળી પણ આજે ગરીબોની થાળીમાંથી ગાયબ થઈ રહી છે. આ પરિસ્થિતિમાં મારો સરકારશ્રીને એ જ પ્રશ્ન છે કે હરી ફરીને આ બજેટની તલવાર ગૃહિણીના રસોડા ઉપર જ કેમ ચલાવવામાં આવે છે? આજે ગૃહિણીઓનું આખું બજેટ ખોરવાઈ ગયું છે. જૂના જમાનામાં એક વ્યક્તિ કમાતો અને દસ જણા શાંતિથી ખાતા, જ્યારે આજે ઘરના બધા જ સભ્યો કમાય છે તો પણ પૂરું થતું નથી. જો સરકાર મોંઘવારી ઘટાડવામાં સદંતર નિષ્ફળ રહી હોય તો તેણે તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ.
    Click here to Read More
    Previous Article
    ભાજપે ડાંગ, ભરૂચ અને નર્મદામાં જિલ્લા પ્રમુખની નિમણૂક કરી:બક્ષીપંચ મોરચા સહિતની નવી ટીમ જાહેર, પ્રવાસ અને ‘મન કી બાત’ કાર્યક્રમ માટે નવી જબાદારી સોંપાઈ
    Next Article
    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વ્યારામાં UNM હોસ્પિટલ ખુલ્લી મૂકાઈ:₹910 કરોડના ખર્ચે આરોગ્ય ક્ષેત્રે નવી ક્રાંતિ; તાપીમાં 800 બેડની મલ્ટી-સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું ભૂમિપૂજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment