Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપે ડાંગ, ભરૂચ અને નર્મદામાં જિલ્લા પ્રમુખની નિમણૂક કરી:બક્ષીપંચ મોરચા સહિતની નવી ટીમ જાહેર, પ્રવાસ અને ‘મન કી બાત’ કાર્યક્રમ માટે નવી જબાદારી સોંપાઈ

    1 day ago

    ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ 22 સપ્ટેમ્બરે સંગઠનાત્મક નિમણૂકોની જાહેરાત કરી છે. બક્ષીપંચ મોરચાના પ્રદેશ પદાધિકારીઓ ઉપરાંત આઈટી, સોશિયલ મીડિયા અને મીડિયા વિભાગમાં પણ જવાબદારીઓ સોંપવામાં આવી છે. સાથે જ પ્રદેશ પ્રવાસ અને ‘મન કી બાત’ કાર્યક્રમ માટે પણ નવી જવાબદારીઓ નક્કી કરવામાં આવી છે. ભરૂચમાં પરેશ લાડ, નર્મદામાં શરણ તડવી અને ડાંગમાં સુરેશ ચૌધરી ભાજપે ડાંગ, ભરૂચ અને નર્મદા જિલ્લામાં નવા જિલ્લા પ્રમુખોની પણ જાહેરાત કરી છે. ડાંગમાં સુરેશભાઈ મોતીરામભાઈ ચૌધરી, ભરૂચમાં પરેશભાઈ કાંતિભાઈ લાડ અને નર્મદામાં શરણભાઈ લાલભાઈ તડવીની તાત્કાલિક અસરથી જિલ્લા પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે. પ્રદેશ બક્ષીપંચ મોરચાની નવી ટીમ જાહેર બક્ષીપંચ મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે પ્રકાશભાઈ નરહરીલાલ મોદી, નિલકુમાર પ્રેમશરણ રાવ, ભરતભાઈ મેર, મોમાયાભાઈ ગઢવી, રામસિંહભાઈ ગોરિયા, દિનેશભાઈ પટેલ, ભુપેન્દ્રભાઈ બસિયા અને દિનેશભાઈ મેવાડાની નિમણૂક કરવામાં આવી છે. પ્રદેશ મહામંત્રી તરીકે રાજુભાઈ ચૌધરી (પટેલ), અનિમેષભાઈ માળી અને તેજલબેન નાઈ સહિતની જવાબદારી નક્કી કરાઈ છે. પ્રદેશ મંત્રીઓમાં ગીતાબેન નિર્મલસિંહ ચૌહાણ, ગૌતમભાઈ ગોસ્વામી, હસમુખભાઈ છોટાભાઈ બારૈયા, દિનેશભાઈ પ્રજાપતિ, શૈલેષભાઈ ધોપાલ, વિજયસિંહ વણઝારા, દિનેશભાઈ રાયમલ દેસાઈ અને ગણપતભાઈ પઢિયારનો સમાવેશ થાય છે. મોરચાના પ્રદેશ કાર્યાલય મંત્રી તરીકે ડૉ. સુનિલભાઈ કહાર અને નિલેશભાઈ જમાસારીની નિમણૂક થઈ છે. આઈટી વિભાગના સંયોજક તરીકે જીગર ભીખુભાઈ નાયક અને સહ-સંયોજક તરીકે દિનેશ હસમુખભાઈ પંચાલ, સોશિયલ મીડિયા વિભાગના સંયોજક તરીકે બાબાભાઈ જીવાભાઈ રબારી તથા સહ-સંયોજક તરીકે પ્રતિક (કિશન) સી. બારોટને જવાબદારી અપાઈ છે. મીડિયા વિભાગના સંયોજક તરીકે નરેશભાઈ ભોગીલાલ નાગોર અને સહ-સંયોજક તરીકે પ્રકાશભાઈ રામીની નિમણૂક કરાઈ છે. પૂર્વ ધારાસભ્ય સુરેશ પટેલને પ્રવાસ અને ‘મન કી બાત’ કાર્યક્રમ માટે નવી જબાદારી આ ઉપરાંત ‘પ્રદેશ પ્રવાસ અને મન કી બાત’ના પ્રભારી તરીકે પૂર્વ ધારાસભ્ય સુરેશભાઈ પટેલને જવાબદારી અપાઈ છે. ‘મન કી બાત’ કાર્યક્રમ માટે વિવિધ ઝોનમાં મનિષભાઈ પટેલ, નિરવભાઈ શાહ, મયુરભાઈ સુધાર, મયુરભાઈ પટેલ, પૃથ્વીરાજસિંહ વાળા અને હરેનદ્રસિંહ ગોહિલને જવાબદારી સોંપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    બિહારમાં છોકરીની છેડતી કરનારનું એન્કાઉન્ટર:જમુઈમાં ભાગતી વખતે પોલીસે પગમાં ગોળી મારી; અત્યાર સુધી 6ની ધરપકડ
    Next Article
    મોંઘવારી સામે મહિલા કોંગ્રેસનો અનોખો વિરોધ, ડુંગળી વિતરણ:જૂનાગઢમાં કુદકે ને ભૂસકે વધતી મોંઘવારી સામે મહિલા કોંગ્રેસ પ્રમુખનો હલ્લાબોલ: ગરીબોને ડુંગળી વહેંચી સરકાર પાસે તાત્કાલિક રાજીનામાની માંગ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment