Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફરિયાદ નોંધાઈ:હિંમતનગરના હુંજમાં શેઢા બાબતે ઝઘડો મહિલા સરપંચ સહિત 6 વિરુદ્ધ ફરિયાદ

    12 hours ago

    હિંમતનગરના હુંજ ગામના બાંખોર ત્રણ રસ્તા પાસે આવેલી જમીનના શેઢા પર સિમેન્ટના થાંભલા ઉભા કરવા બાબતે વિવાદમાં ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં મહિલા સરપંચ સહિત કુલ 6 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે. હુંજ ગામના બિપીનભાઈ જેઠાભાઈ પટેલે તા.17- 08-26ના રોજ મિત્તલબેનના પતિ પ્રતિકકુમાર અમૃતભાઈ પટેલ સાથે ફોન પર અને રૂબરૂમાં જમીન મુદ્દે ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ, તા.18-08-2026ના રોજ જ્યારે મિત્તલબેન તેમના ક્લિનિકે જઈ રહ્યા હતા. ત્યારે જેઠાભાઈ હીરાભાઈ પટેલ અને મધુબેન જેઠાભાઈ પટેલે તેમને ગાળો આપી હતી. આ દરમિયાન ગામના સરપંચ મીનાબેન બીપીનભાઈ પટેલે ઉશ્કેરાઈ જઈ ફરિયાદીને લાફા મારી પાવડા વડે હુમલો કરવાનો પ્રયાસ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ફરિયાદની વિરુદ્ધમાં હુંજ ગામના સરપંચ મીનાબેન પટેલે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા. 18-08-26 ના રોજ સાંજના આશરે 16:30 વાગ્યે મિત્તલબેન પ્રતિકભાઈ પટેલ અને પ્રતિકભાઈ અમૃતભાઈ પટેલે તેમના ઘરે જઈ ગાળાગાળી કરી હતી અને મિત્તલબેને જમીન બાબતે ઉશ્કેરાઈને મીનાબેનનો ડાબો હાથ ખેંચી અંગૂઠાના ભાગે ઈજા પહોંચાડી હતી અને લાફો મારી દીધો હતો. ત્યારબાદ પ્રતિકભાઈ પટેલે પણ આવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે મહિલા સરપંચ સહિત છ વિરુદ્ધ સામસામે ફરિયાદ નોંધી હતી.
    Click here to Read More
    Previous Article
    પિતાના અવસાન બાદ કાકીએ જમીન આપવાનો ઇનકાર કર્યો‎:પુંસરીમાં ભત્રીજાની જમીન હડપ કરનાર કાકી વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ
    Next Article
    સમારકામ નહીં થતાં ચાલકોમાં રોષ‎:બોડેલીના મેરીયા પુલ પાસે હાઇવે પર જીવલેણ ખાડો, વાહનચાલકોના માથે સતત તોળાતો ભય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment