Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં રીક્ષાચાલકની છરી મારી હત્યા:ધોળાકૂવા વિસ્તારમાં મુસાફરો ઉતારતી વખતે અજાણ્યા શખ્સે ગળાના ભાગે છરી ઝીંકી, પોલીસ તપાસ શરૂ

    1 day ago

    ગોધરાના ધોળાકૂવા વિસ્તારમાં ધોળેદહાડે એક રીક્ષાચાલકની હત્યા થઈ છે. અજાણ્યા શખ્સે રીક્ષાચાલક શંકર નાગરભાઈ પરમાર (ઉંમર 37) ના ગળાના ભાગે છરી ઝીંકી હતી. ગંભીર રીતે ઘાયલ શંકર પરમારનું ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. શંકર પરમાર પોતાની રીક્ષા લઈને નીકળ્યા હતા અને ધોળાકૂવા નજીક મુસાફરોને ઉતારી રહ્યા હતા. તે સમયે એક અજાણ્યો યુવક ત્યાં આવ્યો અને કોઈ કારણસર શંકરભાઈના ગળાના ભાગે ધારદાર છરી ફેરવી દીધી. હુમલા બાદ શંકરભાઈ લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યા હતા. આસપાસના લોકોએ તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા ગોધરા સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યા હતા, પરંતુ તેમનું મોત નીપજ્યું. તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોલીસે અજાણ્યા હુમલાખોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    4 વર્ષમાં માત્ર 30 ટકા ગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટર:વીજ બિલ વધુ આવવાના ડરથી 7 લાખમાંથી માત્ર 2.11 લાખ ગ્રાહકોએ આધુનિક મીટર લગાવવા દીધા
    Next Article
    દીકરાની આત્મહત્યા બાદ રોકકળ કરનાર પરિવારના સભ્યો જ હત્યારા નીકળ્યા:ચુડાના કોરડા ગામે માતા સહિત પરિવારના 6 સભ્યોએ યુવકની ગળું દબાવી હત્યા કરી લટકાવી દીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment